android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Godhra news: પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારનું મોત
calendar_today January 23, 2026

Godhra news: પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારનું મોત

હાલ રાજ્યમાં પોલીસની ભરતી માટે ફિસિકલ ટેસ્ટ લેવાઈ રહી છે. આવામાં ઘણા મેદાનો પર અનીચ્છનીય બનાવ બનવાના સમાચારો સામે આવી રહ્યા છે. આવામાં ભરૂચ બાદ હવે પંચમહાલમાં એક યુવકનું ભરતીમાં દોડતા સમયે મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.ઘટનાની વિગત ઘટનાની મળતી માહિતી અનુસાર, ગોધરામાં પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન દોડ દરમિયાન એક ઉમેદવારનું મોત થયું છે. દોડતા સમયે ઉમેદવાર અચાનક ઢળી પડ્યો હતો, જે કારણે તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ યુવક પાવી જેતપુરનો છે, અને તેનું નામ જસપાલસિંહ રાઠવા છે. અચાનક હ્નદય બંધ પડી જતા મોત ગોધરાના એસઆરપી ગ્રાઉન્ડ ખાતે હાલ ચાલી રહેલી લોક રક્ષક દળની ભરતી પ્રક્રિયા દરમિયાન દોડતા યુવાન ઉમેદવારનું મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. છોટા ઉદેપુરના પાવી જેતપુર તાલુકાના ક્લીયર ગામના જસપાલ સિંહ રાઠવા નામના યુવા ઉમેદવારનું દોડતા દોડતા અચાનક હ્નદય બંધ પડી જતા મોત થયું છે. આ અચાનક બનેલી ઘટનાને પગલે યુવાનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટર દ્વારા જસપાલ સિંહને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.https://x.com/sandeshnews/status/2014591811524952326 ભરૂચમાં પણ થયું એક યુવકનું મોત ઉલ્લેખનીય છે કે, ગત રોજ પણ મૂળ કચ્છના વતની રવિરાજ જાડેજા ભરૂચ ખાતે પોલીસ ભરતી માટે શારીરિક કસોટી આપવા આવ્યા હતા. આ ભરતીમાં યુવક દોડ પૂર્ણ કર્યા બાદ ઢળી પડ્યો હતો. જે બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. રવિરાજે ઉત્સાહભેર દોડ પૂર્ણ કરી હતી, પરંતુ ગ્રાઉન્ડ પર દોડ પૂરી કર્યાના થોડા જ સમય બાદ તેને અચાનક ચક્કર આવ્યા હતા અને તેની તબિયત નાજુક બની હતી. આ પણ વાંચો - Gujarat News: ગોધરામાં જંગલમાંથી ખેરના લાકડાના ગેરકાયદે કટિંગ અને તસ્કરીના કેસમાં EDની કાર્યવાહી

Read Full Story arrow_forward
Jamnagar માં પ્રેમ લગ્નનું લોહિયાળ પરિણામ, લવ મેરેજની અદાવતમાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી કરપીણ હત્યા
calendar_today January 23, 2026

Jamnagar માં પ્રેમ લગ્નનું લોહિયાળ પરિણામ, લવ મેરેજની અદાવતમાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી કરપીણ હત્યા

જામનગર શહેરના પંચેશ્વર વિસ્તારમાં આવેલી આદિનાથ રેસીડેન્સી પાસે એક યુવકની સરેઆમ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક વિગતો મુજબ, મૃતક યુવકે થોડા સમય પહેલા જ પ્રેમ લગ્ન કર્યા હતા, જેની અદાવત રાખીને એક શખ્સે તેના પર ઘાતક હુમલો કર્યો હતો. હુમલાખોર યુવકને ગંભીર ઈજાઓ પહોંચાડીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. હુમલાના પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, પરંતુ ગંભીર ઈજાઓને કારણે યુવકનું મોત નીપજ્યું હતું.હત્યાથી ચકચાર આ ઘટનાની જાણ થતા જ જામનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, લવ મેરેજની અદાવતમાં આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. હાલ પોલીસે હુમલાખોરની ઓળખ કરવા અને તેને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે. ધોળા દિવસે થયેલી આ હત્યાની ઘટનાને પગલે આદિનાથ રેસીડેન્સી વિસ્તારના રહીશોમાં ભારે ફફડાટ અને શોકનું મોજું ફરી વળ્યું છે. આ પણ વાંચો : Dahod News : સંજેલીમાં આવાસ યોજનાના નામે મહાકૌભાંડ, 12 કરોડથી વધુની રકમ બારોબાર સગેવગે!

Read Full Story arrow_forward
Rajkot News : રાજકોટના અટલ સરોવરનું અનોખું આકર્ષણ, આજ દિન સુધી 14 લાખથી વધુ લોકોએ લીધી મુલાકાત
calendar_today January 23, 2026

Rajkot News : રાજકોટના અટલ સરોવરનું અનોખું આકર્ષણ, આજ દિન સુધી 14 લાખથી વધુ લોકોએ લીધી મુલાકાત

આ 20 વર્ષની વિકાસયાત્રાની ઉજવણી કરતાં ગુજરાત સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વર્ષ 2025ને શહેરી વિકાસ વર્ષ જાહેર કર્યું હતું. વ્યવસ્થિત શહેરી આયોજન, દૂરંદેશી નીતિઓ અને અસરકારક અમલીકરણ દ્વારા ગુજરાતના શહેરોએ સતત પ્રગતિ કરી છે. ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મુખ્ય શહેરોમાં માળખાગત સુવિધાઓ અને નાગરિક સેવાઓનું સતત વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. રાજકોટ શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત વિકસેલું અટલ સરોવર તેનું ઉત્તમ ઉદાહરણ છે. આજ દિન સુધીમાં 14 લાખથી વધુ લોકોએ લીધી અટલ સરોવરની મુલાકાત અટલ સરોવરનું માર્ચ 2024માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 1 મે 2024ના રોજ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે આ સરોવર જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આજ દિન સુધીમાં 14 લાખથી વધુ લોકો અટલ સરોવરની મુલાકાત લઈ ચૂક્યા છે. અટલ સરોવરની ખાસિયત એ છે કે, તેને આધુનિક મનોરંજન અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવ્યું છે. અટલ સરોવરના મુખ્ય આકર્ષણો અટલ સરોવર ખાતે આવતા મુલાકાતીઓ માટે બગીચો, ખાસ કરીને બાળ ઉદ્યાન, ફેરિસ વ્હીલ, બોટિંગ સુવિધા અને ટૉય ટ્રેન જેવા આકર્ષણો છે. નાગરિકો માટે ચાલવાનો ટ્રેક, સાઇકલ ટ્રેક અને 600 ફોર-વ્હીલર અને 1000 ટૂ-વ્હીલર માટે સોલર પેનલ યુક્ત પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, બે એમ્ફીથિયેટર, પ્રવેશ પ્લાઝા, પાર્ટી પ્લોટ, 16 દુકાનો ધરાવતું ઓપન ફૂડ કોર્ટ, 12 દુકાનો સાથેનું ક્લોઝ્ડ ફૂડ કોર્ટ અને RMC-માલિકીના ગ્રામહાટ અંતર્ગત 42 દુકાનો વિકસાવવામાં આવી છે, જે રેવન્યુ સુનિશ્ચિત કરે છે. આ ઉપરાંત, એક વિશાળ ધ્વજસ્તંભ, લાઇટ એન્ડ સાઉન્ડ શૉ અને અન્ય સુવિધાઓ અટલ સરોવરને રાજકોટ અને સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં એક મુખ્ય આકર્ષણ બનાવશે. 75 એકરમાં ‘રિડ્યુસ, રિયૂઝ અને રિસાઇકલ’ના સિદ્ધાંતો પર થયું છે અટલ સરોવરનું નિર્માણ રાજકોટ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ 930 એકરના ગ્રીનફિલ્ડ વિસ્તારમાં ત્રણ તળાવોનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ વરસાદી પાણીના સંગ્રહ માટે સ્ટોર્મવૉટર નેટવર્ક દ્વારા જળ સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. તેમાંથી અટલ સરોવર (લેક-1)ને 75 એકર વિસ્તારમાં ‘રિડ્યુસ, રિયૂઝ અને રિસાઇકલ’ના 3R સિદ્ધાંતો પર વિકસિત કરવામાં આવ્યું છે. અટલ સરોવર અંતર્ગત 25 એકરમાં 477 મિલિયન લિટર પાણી સંગ્રહ ક્ષમતા ઊભી કરવામાં આવી છે, જ્યારે બાકીના 50 એકરમાં લૅન્ડસ્કેપ (હરિત ક્ષેત્ર), મનોરંજન અને જાહેર સુવિધાઓ છે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ ₹136 કરોડ છે જેમાં 15 વર્ષ સુધી સંચાલન અને જાળવણીનો સમાવેશ થાય છે. ચોમાસાની સીઝનમાં સરોવરમાં વરસાદી પાણીનો કુદરતી રીતે સંગ્રહ થાય છે, જ્યારે ઉનાળા દરમિયાન સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ TTP માંથી રિસાઇકલ પાણી પૂરું પાડવામાં આવે છે. સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં અટલ સરોવર થકી પહેલી વખત કોઈ પ્રોજેક્ટના વિકાસમાં 3R સિદ્ધાંતોનો અમલ કરવામાં આવ્યો છે. આ પણ વાંચો : Amreli News : જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 2 પોલીસકર્મી રૂ.3 લાખની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા

Read Full Story arrow_forward