android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News : ગાંધીનગરમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ વાઘેલાએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત
calendar_today January 23, 2026

Gandhinagar News : ગાંધીનગરમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ વાઘેલાએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા હેડ કોન્સ્ટેબલ અને પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, 16 જાન્યુઆરીથી મૃતક ઉપેન્દ્રસિંહ રજા પર હતા અને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં પોલીસને કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નથી. વધુ એક પોલીસ કર્મચારીએ કર્યો આપઘાત ગાંધીનગરના સેક્ટર 7માં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, હેડ કોસ્ટેબલ ઉપેન્દ્રસિંહ અમરસિંહ વાઘેલાએ આપઘાત કર્યો અને ઘરમાં પંખા પર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે, મૃતક છેલ્લા એક અઠવાડિયાથી રજા પર હતા અને આપઘાત કર્યો છે, પોલીસે મૃતકનો ફોન જપ્ત કર્યો છે અને તપાસ શરૂ કરી છે, મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે. ગઈકાલે ભરૂચમાં મહિલા પોલીસે કર્યો આપઘાત ભરુચમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલે પોલીસ હેડક્વાર્ટરમાં જ ગઈકાલે આપઘાત કર્યો હતો અને પોતાના રુમમાં પંખા સાથે લટકી જીવન ટૂંકાવ્યુ હતુ, પોલીસકર્મી પ્રીતિ ઉદેસિંહ પરમારે કર્યો હતો આપઘાત, તો મહિલા પોલીસકર્મીના આપઘાતનું કારણ અકબંધ છે.ગઈકાલે ભાવનગરમાં ઘોઘાના PSOએ ચાલુ ફરજે ઝેરી દવા પી કરી આપઘાત કરતા મોત ભાવનગરના ઘોઘા પોલીસ મથકના PSO દિગ્વિજયસિંહ ગોહિલે ચાલુ ફરજે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતુ, ઉપરી અધિકારીના પ્રેશરની આશંકા સાથે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે. ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ મથકમાં ફરજ બજાવતા એક હેડ કોન્સ્ટેબલે રહસ્યમય સંજોગોમાં આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર પોલીસ વિભાગમાં ચકચાર મચી ગઈ હતી. ચાલુ ફરજ દરમિયાન ઝેરી દવા પી લેનારા પોલીસકર્મીને ગંભીર હાલતમાં ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ પણ વાંચો : Agriculture News : સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠાની શકયતા, કાપણી કરેલ પાકને તાત્કાલિક સલામત સ્થળે અથવા તાડપત્રી નીચે ખસેડવા ખેડૂતોને સૂચના

Read Full Story arrow_forward
Ahmdedabad: 15 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ફફડાટ, DEO એ આપ્યું નિવેદન
calendar_today January 23, 2026

Ahmdedabad: 15 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ફફડાટ, DEO એ આપ્યું નિવેદન

આજે વહેલી સવારે અમદાવાદ શહેરની અંદાજે 15 જેટલી પ્રતિષ્ઠિત શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. આ ધમકીભર્યા મેઇલ એવા સમયે મળ્યા હતા.જ્યારે ઘણી શાળાઓમાં પરીક્ષાઓ ચાલી રહી હતી. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ કાફલો અને બોમ્બ સ્કવોડ તાત્કાલિક કાર્યરત થયા હતા. બાળકોને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના શિક્ષાધિકારી રોહિત ચૌધરીએ સત્તાવાર નિવેદન જારી કર્યુ છે. તેમણે જણાવ્યું હતુ કે, ધમકી મળતા જ સુરક્ષાના કારણોસર પરીક્ષા આપી રહેલા બાળકોને સલામત રીતે બહાર કાઢીને ઘરે મોકલી આપવામાં આવ્યા હતા. પ્રોટોકોલ પ્રમાણે તમામ અસરગ્રસ્ત શાળાઓમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. રાહતની વાત એ છે કે તપાસ દરમિયાન કોઇ પણ શાળામાંથી કોઇ સંદિગ્ધ વસ્તુ કે વિસ્ફોટ મળી આવ્યા નથી. બપોરની પાળીની શાળાઓ માટે લેવાશે નિર્ણય DEO દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી કે સવારની શાળાઓમાં પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. જ્યારે બપોરની પાળીની શાળાઓ શરૂ રાખવી કે નહીં તે અંગેનો નિર્ણય શાળા સંચાલકો પર છોડવામાં આવ્યો છે. વાલીઓમાં ફેલાયેલા ભયને જોતા તંત્રએ અપીલ કરી છે કે ગભરાવાની જરૂર નથી અને પોલીસ આ અનામો મેઇલ મોકલનાર શખ્શોને શોધવા માટે તપાસ કરી રહી છે. શાળાઓમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હાલમાં શહેરની તમામ શાળાઓમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે અને સાયબર ક્રાઇમની ટીમ મેઇલના લોકેશનને ટ્રેક કરી રહી છે. આ ઘટનાને પગલે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ તંત્રની ત્વરિત કામગીરીથી સ્થિતિ નિયંત્રણમાં છે. આ પણ વાંચોઃ Surat માં ખાખી લજવાઈ, મસાજ પાર્લર ચલાવવા રૂ. 25 હજારની લાંચ લેતા લોકરક્ષક ઝડપાયો!

Read Full Story arrow_forward
Amreli News : જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 2 પોલીસકર્મી રૂ.3 લાખની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા
calendar_today January 23, 2026

Amreli News : જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 2 પોલીસકર્મી રૂ.3 લાખની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા

આ કામના ફરિયાદી તથા સાહેદ ઉપર જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલ હોય જે ગુનાની તપાસ આ કામના આક્ષેપિત નં-1 નાઓ ચલાવી રહેલ હોય અને આ કામના ફરીયાદી વિરુધ્ધ પાસા નહી કરવા તથા સાહેદના ટ્રકના અસલ કાગળોની ફાઇલ પરત આપવા માટે આક્ષેપિત નંબર-1 તથા 2નાઓ વતી આક્ષેપિત-3 નાઓએ લાંચની માગણી કરેલ અને ફરિયાદી તથા સાહેદ લાંચની રકમ આક્ષેપિતોને આપવા માટે માંગતા ન હતા. 2 પોલીસકર્મી આ કેસમાં ફરાર છે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાતી એ.સી.બી.નો સંપર્ક કરી ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આક્ષેપિત નં.૩ નાઓએ સાથે આક્ષેપિત નં. ૨ એ ટેલીફોનિક કન્ફર્મેશન આપી હેતુલક્ષી વાતચીત કરી આક્ષેપિત નંબર-૧ તથા ૨ નાઓ વતી આક્ષેપિત નં. ૩ નાએ લાંચની રકમ સ્વીકારી એકબીજાની ગુનામાં મદદગારી કરી આક્ષેપિત નં-૩ નાઓ સ્થળ ઉપર પકડાઇ ગયેલ તથા આક્ષેપિત નં.૧,૨ નાઓ સ્થળ ઉપર હાજર નહી મળી આવી ગુનો કર્યા વિગેરે બાબત. આરોપીઓઃ- 01-આર.એમ.રાધનપુરા,પો.સ.ઇ,જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન. 02- આશિષસિંહ ઝાલા,પોલીસ કર્મચારી જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન. 03-આરીફભાઇ અકબરઅલી રવજાણી (પ્રજાજન) રહે.મોણપર તા.મહુવા જી.ભાવનગર. લાંચની માંગણીની રકમ : રૂ. ૩,૦૦,૦૦૦/- લાંચની સ્વીકારેલ રકમ : રૂ. ૩,૦૦,૦૦૦/- લાંચની પરત મેળવેલ રકમ: રૂ. ૩,૦૦,૦૦૦/- ટ્રેપીંગ અધિકારી: આર.ડી.સગર, ઇ.ચા પોલીસ ઈન્સ્પેક્ટર, અમરેલી એ.સી.બી. પો.સ્ટે. તથા પો.સ્ટાફના કર્મચારીઓ સુપરવિઝન અધિકારી : એસ.એન.બારોટ, મદદનીશ નિયામક, ભાવનગર એ.સી.બી. એકમ ઇન્ચાર્જ અધિકારીઃ બળદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક એ.સી.બી.રાજકોટ. આ પણ વાંચો : Gandhinagar News : ગાંધીનગરમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ વાઘેલાએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

Read Full Story arrow_forward