Union Budget 2026 : બજેટમાં મોટો ફેરફાર! માળખાગત ખર્ચ બમણો કરવાની તૈયારીમાં સરકાર?
બજેટ 2026-27માં ભારત સરકાર માળખાગત સુધારા અને વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાની શક્યતા છે. વૈશ્વિક આર્થિક પડકારો, ટેરિફ સંબંધિત તણાવ અને આંતરરાષ્ટ્રીય અનિશ્ચિતતાઓ વચ્ચે, સરકાર અર્થતંત્રને ગતિ આપવા માટે મોટા પાયે માળખાગત ખર્ચ વધારી શકે છે. નિષ્ણાતો માને છે કે આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટેનો ખર્ચ બમણો થઈ શકે છે. 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ સરકારનો હેતુ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાનો છે. આ દિશામાં હાઇવે, રેલવે, શહેરી પરિવહન, સ્માર્ટ સિટી, લોજિસ્ટિક્સ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં ભારે રોકાણ થવાની સંભાવના છે. વધેલા માળખાગત ખર્ચથી માત્ર અર્થતંત્રને વેગ નહીં મળે, પરંતુ લાખો નવી નોકરીઓનું સર્જન પણ થશે. પાવરહાઉસ બનાવવા માટે મજબૂત માળખાગત સુધારા લોજિસ્ટિક્સ સેક્ટર સ્કિલ્સ કાઉન્સિલ (LSC) અનુસાર, ભારતને વૈશ્વિક આર્થિક પાવરહાઉસ બનાવવા માટે મજબૂત માળખાગત સુધારા જરૂરી છે. ગયા વર્ષે રાજ્યોને વ્યાજમુક્ત લોન, હાઇવે અને શહેરી વિકાસમાં થયેલા રોકાણોને ધ્યાનમાં રાખીને, સરકાર માળખાગત પ્રોજેક્ટ્સ માટેનું બજેટ ₹1.5 લાખ કરોડથી વધારીને ₹3 લાખ કરોડ સુધી લઈ જઈ શકે છે. ભારતના વિકાસનું મુખ્ય એન્જિન LSCના CEO રવિકાંત યમાર્થીએ જણાવ્યું કે લોજિસ્ટિક્સ ક્ષેત્ર હવે ભારતના વિકાસનું મુખ્ય એન્જિન બની રહ્યું છે. હાઇવે, રેલવે અને લોજિસ્ટિક્સ કોરિડોરમાં વધારાના રોકાણથી સપ્લાય ચેઇન વધુ મજબૂત બનશે અને ભારત વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બની શકશે. ઉદ્યોગ જગત પણ બજેટ 2026થી મોટી અપેક્ષાઓ ઉદ્યોગ જગત પણ બજેટ 2026થી મોટી અપેક્ષાઓ રાખી રહ્યું છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ભારતમાં વપરાશની આગામી લહેર માળખાગત સુવિધાઓના કારણે આવશે. આધુનિક વેરહાઉસિંગ, કોલ્ડ ચેઇન અને લાસ્ટ-માઇલ લોજિસ્ટિક્સમાં રોકાણ વધારવાથી રિટેલ અને કૃષિ ક્ષેત્રને મોટો ફાયદો થશે. ટેક્નોલોજી ક્ષેત્રે પણ આશા ટેકનોલોજી ક્ષેત્રે પણ સરકાર પાસેથી મોટા નિર્ણયોની અપેક્ષા છે. નિષ્ણાતના કહેવા મૂજબ AI અને ડેટા સેન્ટરોમાં રોકાણ માટે કર રાહત અને સસ્તી વીજળીની માંગ કરી છે. જો સરકાર વિશ્વ કક્ષાના ડેટા સેન્ટરો અને આધુનિક કમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપે, તો ભારત ડિજિટલ અર્થતંત્રમાં વૈશ્વિક નેતૃત્વ મેળવી શકે છે. આ સાથે, નિકાસને મજબૂત ટેકો આપવો, રોજગાર સર્જન વધારવું અને MSME, ઉત્પાદન તથા સંરક્ષણ ક્ષેત્ર પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. FICCIના સર્વે મુજબ ઉદ્યોગ જગત ભારતના વિકાસ અંગે આશાવાદી છે અને બજેટ 2026ને એક મહત્વપૂર્ણ તક તરીકે જોઈ રહ્યું છે. બજેટ 2026 ભારતના આર્થિક વિકાસ માટે એક ટર્નિંગ પોઇન્ટ બની શકે છે, જ્યાં માળખાગત વિકાસ, રોજગાર અને નિકાસ ત્રણેયને નવી દિશા મળશે.આ પણ વાંચો : Union Budget 2026 : શું બજેટમાં 'બધા માટે વીમા'નું સ્વપ્ન સાકાર થશે? વધેલા કવરેજ અંગે ઉદ્યોગની અપેક્ષાઓ
Read Full Story arrow_forward