android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat news: નશામાં ધૂત કારચાલકે મારી બે બાઈકને ટક્કર, કારમાંથી મળ્યો દારૂ
calendar_today January 23, 2026

Surat news: નશામાં ધૂત કારચાલકે મારી બે બાઈકને ટક્કર, કારમાંથી મળ્યો દારૂ

ડાયમંડ સિટી સુરતમાં ફરી એકવાર નબીરાઓનો આતંક જોવા મળ્યો છે. સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં મોડી રાત્રે એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે પૂરઝડપે કાર હંકારી ભીષણ અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં બે નિર્દોષ બાઇક ચાલકોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.શું છે સમગ્ર ઘટના? ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં મોડી રાત્રે એક લક્ઝરી કારચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને રસ્તા પર પસાર થઈ રહેલા બે બાઇક ચાલકોને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઇકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઘટના સ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર, કારચાલક યુવક જાણીતો ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર છે અને તે સમયે તે સંપૂર્ણપણે દારૂના નશામાં ધૂત હતો. કારમાંથી મળ્યો દારૂ અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. રોષે ભરાયેલા લોકોએ જ્યારે કારની તપાસ કરી તો અંદરથી દારૂ મળી આવ્યો હતી. લોકોનો આક્ષેપ છે કે, ઇન્ફ્લુએન્સર નશાની હાલતમાં બેફામ ગાડી ચલાવી રહ્યો હતો, જેના કારણે આ હોનારત સર્જાઈ હતી. આ અકસ્માત બાદ હાજર લોકોએ નશામાં દારૂડિયા કારને માર મારવામાં આવ્યો હતો. આ સાથે આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. પોલીસ કાર્યવાહી ઘટનાની જાણ થતા જ સુરત પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે અકસ્માત સર્જનાર યુવકની અટકાયત કરી છે અને તેની કાર જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. યુવકનું મેડિકલ પરીક્ષણ કરાવીને તે ખરેખર નશામાં હતો કે નહીં તેની પુષ્ટિ કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે મથતા આ યુવકની એક બેદરકારીએ બે લોકોના જીવ જોખમમાં મૂક્યા છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચો - Surat મનપાની ઘોર બેદરકારી, ઘસાઈ ગયેલા ટાયર અને જોખમી અવાજ સાથે દોડતી સિટી બસનો Video Viral

Read Full Story arrow_forward
Gir Somnath માં SMC ની ગાજ, ઉનાના સનખડામાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર ત્રાટકી SMC
calendar_today January 23, 2026

Gir Somnath માં SMC ની ગાજ, ઉનાના સનખડામાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર ત્રાટકી SMC

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સનખડા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ લાલ આંખ કરી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડા પાડ્યા છે. લાંબા સમયથી અહીં દેશી દારૂનો કાળો કારોબાર ખૂલ્લેઆમ ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે SMCની ટીમે ઓચિંતી તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસને મોટી માત્રામાં દારૂ બનાવવાનો આથો, દેશી દારૂ ભરેલા કેન, ગોળના ડબ્બા અને બે મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. SMC એ તમામ મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેને પગલે સ્થાનિક બુટલેગરોમાં ભારે દોડધામ મચી ગઈ છે.ઉનામાં દેશી દારૂનો અડ્ડો ઝડપાયો આ દરોડાએ સ્થાનિક પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. ઉના તાલુકાના અનેક ગામોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી હોવા છતાં સ્થાનિક પોલીસ કેમ અજાણ છે, તે ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારે ગાંધીનગરથી આવેલી SMCની ટીમે સફળ દરોડો પાડ્યો ત્યારે પોલીસની 'ઘોર નિંદ્રા' ઉડી હતી. સ્થાનિક લોકોમાં પણ એવી ચર્ચા છે કે પોલીસની રહેમનજર હેઠળ જ આવા ગેરકાયદેસર અડ્ડાઓ ચાલી રહ્યા છે. હાલમાં SMC ની આ કડક કાર્યવાહીથી સમગ્ર પંથકમાં દારૂના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. આ પણ વાંચો : Rajkot ના પરવેઝની પત્ની રેહાના 3 વર્ષથી પાકિસ્તાનમાં અટવાઈ, PM મોદીને અપીલ કરી, જાણો શું કહ્યું...

Read Full Story arrow_forward
Surat News: મેફેડ્રોન ડ્રગ્સ અને 16 મોબાઈલ સાથે 'કાલુ શેખ' ઝડપાયો
calendar_today January 23, 2026

Surat News: મેફેડ્રોન ડ્રગ્સ અને 16 મોબાઈલ સાથે 'કાલુ શેખ' ઝડપાયો

સુરત શહેરને નશામુક્ત બનાવવાના અભિયાન હેઠળ સુરતની અમરોલી પોલીસે એક મોટી સફળતા હાંસલ કરી છે. અમરોલી પોલીસ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે કોસાડ આવાસ વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન મેફેડ્રોન ડ્રગ્સ (MD ડ્રગ્સ) ના વેચાણ સાથે સંકળાયેલા એક રીઢા આરોપીને ઝડપી લીધો છે.કોસાડ આવાસમાંથી થઈ ધરપકડ અમરોલી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પૂર્વ બાતમીને આધારે કોસાડ આવાસમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન પોલીસે મોહમ્મદ સાદિક ઉર્ફે કાલુ સલીમ આમીર શેખ નામના શખ્સને દબોચી લીધો હતો. આરોપી પાસેથી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. 3.57 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી તેની પાસેથી ડ્રગ્સ ઉપરાંત શંકાસ્પદ હાલતમાં મળી આવેલા 16 મોબાઈલ ફોન અને રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસે ડ્રગ્સ, મોબાઈલ અને રોકડ સહિત કુલ રૂપિયા 3.57 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. એકસાથે આટલા મોબાઈલ ફોન મળી આવતા પોલીસને આશંકા છે કે, આરોપી મોટા પાયે ડ્રગ્સનું નેટવર્ક ચલાવી રહ્યો હતો. NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ અમરોલી પોલીસ દ્વારા પકડાયેલા આરોપી વિરૂદ્ધ NDPS (Narcotic Drugs and Psychotropic Substances) એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ડ્રગ્સ તે ક્યાંથી લાવ્યો હતો અને સુરતમાં તે કોને સપ્લાય કરવાનો હતો, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આગામી દિવસોમાં આ કેસમાં અન્ય મોટા ખુલાસા થવાની પણ શક્યતા છે. આ પણ વાંચો - Surat news: નશામાં ધૂત કારચાલકે મારી બે બાઈકને ટક્કર, કારમાંથી મળ્યો દારૂ

Read Full Story arrow_forward