BasantPanchami 2026 : વસંતપંચમી નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને ગુલાબ અને ઓર્કિડના ફૂલોનો દિવ્ય શણગાર કરાયો
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીવિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી વસંતપંચમી અને શિક્ષાપત્રી જયંતી નિમિત્તે તા.23-01-2026ને શુક્રવારના રોજ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને દિવ્ય વાઘા તથા ગુલાબ અને ઓર્કિડના ફૂલો વડે દિવ્ય શણગાર કરાયો છે. આજે સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી દાદાને સિલ્કના કાપડમાં જરદોશી વર્કવાળા ફુલની ડિઝાઈનના વાઘા ધરાવવામાં આવ્યા છે. શિક્ષાપત્રી ધરાવવામાં આવી છે. મંદિર પટાંગણમાં યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.આજે અનેક હરિભક્તોએ દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. અહિંસા આદિક સદાચાર, તેમને જે મનુષ્ય પાળે છે તે મનુષ્ય જે તે આ લોકને વિષે ને પરલોકને વિષે મહા સુખિયા થાય છે.હનુમાનજીને પ્યોર સિલ્કના કાપડમાં જરદોશી વર્કવાળા વાઘા પહેરાવાયા છે શિક્ષાપત્રી જયંતી એવં વસંત પંચમીની શા. હરિપ્રકાશદાસજી સ્વામી તથા કોઠારી વિવેકસાગરદાસજી તરફથી હાર્દિક શુભકામનાઓ. શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને પ્યોર સિલ્કના કાપડમાં જરદોશી વર્કવાળા વાઘા પહેરાવાયા છે. આ વાઘા મથુરામાં 15થી 20 દિવસની મહેનતે 10-15 કારીગરોએ બનાવ્યા છે. ફુલનો શણગાર કરાયો છે. આ શણગાર 2 સંતો, પાર્ષદ અને ભક્તોને કરતાં અંદાજે 4 કલાક જેટલો સમય લાગ્યો હતો.આ પણ વાંચો : Ahmedabad News : AMCએ બુદ્ધીનું કર્યુ પ્રદર્શન, અમદાવાદમાં 100 કરોડના ખર્ચે તૈયાર થતા રોડ પ્રોજેક્ટ પર બ્રેક લગાવી
Read Full Story arrow_forward