Republic Day 2026 :દિલ્હી પોલીસ કરશે AI સ્માર્ટ ચશ્માનો પ્રથમ વખત ઉપયોગ , જાણો વિશેષતા
પ્રજાસત્તાક દિવસ ભારતનો સૌથી મહત્વપૂર્ણ છે. દર વર્ષે 26 જાન્યુઆરીએ દિલ્હીમાં યોજાતી ભવ્ય પરેડને જોવા માટે લાખો લોકો ઉમટી પડે છે. આ વિશાળ ઉજવણી અને વિશેષ મહેમાનોને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક રાખવામાં આવે છે. વર્ષ 2026માં દિલ્હી પોલીસ સુરક્ષાના ક્ષેત્રમાં એક નવી અને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવા જઈ રહી છે. AIનો કરશે ઉપયોગ ઇતિહાસમાં પહેલીવાર, દિલ્હી પોલીસ પ્રજાસત્તાક દિવસની સુરક્ષા માટે AI સંચાલિત સ્માર્ટ ચશ્માનો ઉપયોગ કરશે. આ ચશ્મા ખાસ કરીને શંકાસ્પદ લોકો અને ભૂતકાળના ગુનેગારોને ઓળખવામાં મદદ કરશે. આ ટેકનોલોજી એક ભારતીય કંપની દ્વારા વિકસાવવામાં આવી છે, જે દેશ માટે ગૌરવની વાત છે. થર્મલ ઇમેજિંગ જેવી આધુનિક સુવિધાઓ આ સ્માર્ટ ચશ્મામાં ફેસ ઓળખ સોફ્ટવેર (Face Recognition System – FRS) અને થર્મલ ઇમેજિંગ જેવી આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે. પોલીસ અધિકારીઓ ભીડમાં કોઈ વ્યક્તિને અટકાવ્યા વગર, માત્ર જોવાથી જ તેની ઓળખ ચકાસી શકશે. ચશ્મા સીધા અધિકારીઓના મોબાઇલ ફોન સાથે જોડાયેલા રહેશે અને ફોનમાં ગુનેગારો તથા શંકાસ્પદ વ્યક્તિઓનો સંપૂર્ણ ડેટાબેઝ ઉપલબ્ધ રહેશે. ડેટાબેઝમાં થાય છે રેકોર્ડ જ્યારે કોઈ વ્યક્તિને સ્કેન કરવામાં આવે છે, ત્યારે તેનો ચહેરું ડેટાબેઝમાં રહેલા રેકોર્ડ સાથે તુલના કરવામાં આવે છે. જો ચશ્મામાં લીલો બોક્સ દેખાય, તો તેનો અર્થ એ થાય છે કે તે વ્યક્તિનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. જો લાલ એલર્ટ દેખાય, તો તે વ્યક્તિ સામે ગુનાહિત રેકોર્ડ હોવાનો સંકેત આપે છે. આવી સ્થિતિમાં અધિકારીઓ તરત જ જરૂરી પગલાં લઈ શકે છે. સેકન્ડોમાં ચહેરો સ્કેન આ ટેકનોલોજી સેકન્ડોમાં ચહેરા સ્કેન કરી શકે છે, જેના કારણે ભૌતિક ચકાસણી કરવાની જરૂર નથી રહેતી. આથી પરેડ રૂટ અને આસપાસના વિસ્તારોમાં ભીડની અવરજવર સરળ રહેશે અને લોકોને અનાવશ્યક અટકાવાનો સામનો કરવો નહીં પડે. ખાસ વાત એ છે કે આ સિસ્ટમ જૂના ફોટાની તુલના હાલની લાઈવ ઇમેજ સાથે કરી શકે છે, એટલે કે વ્યક્તિનો દેખાવ બદલાયો હોવા છતાં તેની ઓળખ શક્ય બને છે. ચહેરા ઓળખ ઉપરાંત, સ્માર્ટ ચશ્મામાં થર્મલ ઇમેજિંગ ટેકનોલોજી પણ છે, જે છુપાયેલા ધાતુના પદાર્થો અથવા સંભવિત શસ્ત્રો શોધવામાં મદદરૂપ થાય છે. ભીડવાળા વિસ્તારોમાં આ સુરક્ષાનું એક વધારાનું સ્તર પૂરું પાડશે. ફિલ્ડ અધિકારીઓ આ સ્માર્ટ ચશ્માનો ઉપયોગ કરશે એડિશનલ સીપી મહાલાએ જણાવ્યું હતું કે સબ-ઇન્સ્પેક્ટર અને અન્ય ફિલ્ડ અધિકારીઓ આ સ્માર્ટ ચશ્માનો ઉપયોગ કરશે. જો કે ઉપકરણોની સંખ્યા અને કિંમત જાહેર કરવામાં આવી નથી, પરંતુ કાર્યક્રમ માટે પૂરતી સંખ્યામાં ચશ્મા તૈનાત કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું છે. પ્રજાસત્તાક દિવસ 2026 પર દિલ્હી પોલીસ ટેકનોલોજી અને સુરક્ષાનો ઉત્તમ સંયોજન રજૂ કરીને દેશની સુરક્ષા વ્યવસ્થામાં એક નવો માઈલસ્ટોન સ્થાપિત કરશે.આ પણ વાંચો : Delhi–પુણે ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બની ધમકી, ટોયલેટમાંથી મળી નોટ
Read Full Story arrow_forward