android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vaishno Devi યાત્રા સ્થગિત, ત્રિકુટા ટેકરીઓ પર ભારે વરસાદ અને હિમવર્ષા, નવુ રજીસ્ટ્રેશન બંધ
calendar_today January 23, 2026

Vaishno Devi યાત્રા સ્થગિત, ત્રિકુટા ટેકરીઓ પર ભારે વરસાદ અને હિમવર્ષા, નવુ રજીસ્ટ્રેશન બંધ

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા યાત્રીઓની સલામતીને ધ્યાનમાં રાખી નવા રજીસ્ટ્રેશન પણ બંધ કરાયા છે. અધિકારીઓએ જણાવ્યું કે ખરાબ હવામાનના કારણે પાયા અને રોપવે માર્ગ બંને પર યાત્રા અસુરક્ષિત બની ગઈ છે.છેલ્લા 24 કલાકમાં પહાડીઓ પર સામાન્ય કરતાં વધુ વરસાદ અને બરફ વરસ્યો છેલ્લા 24 કલાકમાં પહાડીઓ પર સામાન્ય કરતાં વધુ વરસાદ અને બરફ વરસ્યો છે. જેના કારણે રસ્તાઓ ચીકણા અને ભીના થયા છે અને પાણી ભરાવની સમસ્યા ઉભી થઈ છે. પ્રશાસનમાં તમામ યાત્રીઓને આગ્રહ કર્યો છે કે હવામાન સામાન્ય થવા સુધી યાત્રા સ્થગિત રાખો અને ઓનલાઇન રજીસ્ટ્રેશનની સ્થિતિ સતત તપાસો. જેઓ પહેલેથી રજીસ્ટર થયા છે, તેઓ માત્ર સલામતીના તમામ પગલાં અનુસરીને જ યાત્રા કરી શકે છે.રોપવે સેવા પર પણ અસર પડી છે રોપવે સેવા પર પણ અસર પડી છે. ટેક્નિકલ ટીમે તમામ રોપવેની સલામતી તપાસ કરી છે, પરંતુ હવામાન અનુકૂળ ન હોવા સુધી સેવા શરૂ નહીં થાય. પોલીસ અને આફત વ્યવસ્થાપન ટીમ ઉચ્ચ સતર્કતામાં છે અને જરૂર પડતાં તરત રાહત અને બચાવ કામગીરી માટે તૈયાર છે.આગામી 24થી 48 કલાકમાં હવામાન સુધરવાની શક્યતા છે સ્થાનિક પ્રશાસનમાં જણાવ્યું કે આગામી 24થી 48 કલાકમાં હવામાન સુધરવાની શક્યતા છે. યાત્રીઓને સલાહ આપવામાં આવી છે કે પાદચારી યાત્રા નહીં કરે અને હવામાન યોગ્ય થયા પછી જ વૈષ્ણો દેવી દર્શન માટે યોજના બનાવે. આ દરમિયાન આસપાસના હોટલ અને ધર્મશાળાઓમાં રહેતા યાત્રીઓને સલામતી અને સુવિધા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.યાત્રા સ્થગિત થવાથી શ્રદ્ધાળુઓમાં નિરાશા  યાત્રા સ્થગિત થવાથી શ્રદ્ધાળુઓમાં નિરાશા છે, પરંતુ પ્રશાસનનું મુખ્ય ઉદ્દેશ સલામતીને પ્રાથમિકતા આપવાનું છે. યાત્રીઓને હવામાન અપડેટ અને અધિકૃત માહિતી પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.આ પણ વાંચો: Weather Update: ઠંડી અને ધુમ્મસના કહેર વચ્ચે હવે રાજધાનીમાં કમોસમી વરસાદ, જનજીવન પર માઠી અસર

Read Full Story arrow_forward
પ્રયાગરાજ માઘ મેળામાં સંગમ તટે ભક્તો ઉમટ્યાં
calendar_today January 23, 2026

પ્રયાગરાજ માઘ મેળામાં સંગમ તટે ભક્તો ઉમટ્યાં

ગંગા, યમુના અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ ઘાટને હિંદુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે, અને વસંત પંચમીના પવિત્ર દિવસે આ પરંપરાએ વિશેષ મહત્વ મેળવી લીધું.

Read Full Story arrow_forward
સિઝનની પ્રથમ હિમવર્ષા,  જુઓ કેવુ દેખાય છે શ્રી માતા વૈષ્ણો દેવી મંદિર
calendar_today January 23, 2026

સિઝનની પ્રથમ હિમવર્ષા, જુઓ કેવુ દેખાય છે શ્રી માતા વૈષ્ણો દેવી મંદિર

આ વર્ષે પહેલીવાર જમ્મુ પ્રાંતમાં આટલા મોટા પાયે વરસાદ અને હિમવર્ષા જોવા મળી છે. બદલાતા હવામાનની સૌથી વધુ અસર ત્રિકુટા ટેકરીઓ પર પડી છે જ્યાં ભારે વરસાદ અને હિમવર્ષાને કારણે સાવચેતીના પગલા તરીકે વૈષ્ણોદેવી મંદિરની યાત્રા સ્થગિત કરવામાં આવી છે.

Read Full Story arrow_forward