android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat મનપાની ઘોર બેદરકારી, ઘસાઈ ગયેલા ટાયર અને જોખમી અવાજ સાથે દોડતી સિટી બસનો Video Viral
calendar_today January 23, 2026

Surat મનપાની ઘોર બેદરકારી, ઘસાઈ ગયેલા ટાયર અને જોખમી અવાજ સાથે દોડતી સિટી બસનો Video Viral

સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સિટી બસ સેવામાં તંત્રની ગંભીર બેદરકારી ફરી એકવાર સામે આવી છે. સુરતના રસ્તાઓ પર દોડતી બસ નંબર 254નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બસના પાછળના ટાયર અત્યંત ઘસાઈ ગયેલી હાલતમાં છે અને તેમાંથી સતત ડરામણો અવાજ આવી રહ્યો છે. આટલી જર્જરિત હાલત હોવા છતાં, બસ મુસાફરોથી ખીચોખીચ ભરેલી જોવા મળી રહી છે. મુસાફરો પોતાના જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે, જે દર્શાવે છે કે પાલિકા તંત્ર લોકોની સુરક્ષાને લઈને કેટલી હદે બેદરકાર છે.જીવના જોખમે સવારી થોડા દિવસો પહેલા પણ સિટી બસને લઈને અનેક વિવાદો અને ફરિયાદો સામે આવી હતી, તેમ છતાં તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. જો ચાલુ બસે ટાયર ફાટે અથવા કોઈ ટેકનિકલ ખામી સર્જાય તો મોટી જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા છે. ઘસાઈ ગયેલા ટાયર અને લોડેડ બસો રસ્તા પર દોડાવીને તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. સુરતના જાગૃત નાગરિકો હવે આ મામલે કડક તપાસ અને જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. આ પણ વાંચો : Rajkot ના પરવેઝની પત્ની રેહાના 3 વર્ષથી પાકિસ્તાનમાં અટવાઈ, PM મોદીને અપીલ કરી, જાણો શું કહ્યું...

Read Full Story arrow_forward
Ahmedabad News : ધમકીભર્યા મેઈલ છતાં DPS સ્કૂલનું તંત્ર ઘોર નિંદ્રામાં, પોલીસને જ એન્ટ્રી ન આપી!
calendar_today January 23, 2026

Ahmedabad News : ધમકીભર્યા મેઈલ છતાં DPS સ્કૂલનું તંત્ર ઘોર નિંદ્રામાં, પોલીસને જ એન્ટ્રી ન આપી!

અમદાવાદની વિવિધ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર શહેરમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે બોપલ સ્થિત ડી.પી.એસ. (DPS) સ્કૂલના સંચાલકોનું અત્યંત બેજવાબદાર વલણ સામે આવ્યું છે. ધમકીભર્યા મેઈલ મળ્યા હોવા છતાં શાળાનું તંત્ર ઊંઘતું ઝડપાયું હતું. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જ્યારે પોલીસ કાફલો અને તપાસ એજન્સીઓ પ્રોટોકોલ મુજબ સ્કૂલની તપાસ કરવા પહોંચી, ત્યારે શાળાના વહીવટદારોએ તેમને અંદર પ્રવેશતા અટકાવ્યા હતા. આ પ્રકારની હઠધર્મિતાએ સેંકડો બાળકોના જીવ જોખમમાં મૂક્યા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.પોલીસ તપાસમાં અવરોધ શાળા સંચાલકો દ્વારા પોલીસને એન્ટ્રી ન આપવા પાછળનું કારણ હજુ અસ્પષ્ટ છે, પરંતુ આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા કર્યા છે. એક તરફ વાલીઓ પોતાના બાળકોની સુરક્ષાને લઈને ચિંતિત છે, ત્યારે બીજી તરફ શાળા તંત્ર તપાસમાં સહયોગ આપવાને બદલે અવરોધ ઊભો કરી રહ્યું છે. જો કોઈ અઘટિત ઘટના ઘટી હોત તો તેનો જવાબદાર કોણ? પોલીસ તંત્રએ આ મામલે કડક વલણ અપનાવ્યું છે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર શાળા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. આ પણ વાંચો : Surat મનપાની ઘોર બેદરકારી, ઘસાઈ ગયેલા ટાયર અને જોખમી અવાજ સાથે દોડતી સિટી બસનો Video Viral

Read Full Story arrow_forward
Delhi–પુણે ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બની ધમકી, ટોયલેટમાંથી મળી નોટ
calendar_today January 23, 2026

Delhi–પુણે ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બની ધમકી, ટોયલેટમાંથી મળી નોટ

હાલના દિવસોમાં દેશભરમાં ફ્લાઈટ્સ સામે બોમ્બ ધમકીઓની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આવી જ એક ગંભીર ઘટના ફરી એકવાર સામે આવી છે, જેમાં દિલ્હીથી પુણે જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 2608માં બોમ્બ હોવાની ધમકી મળી હતી. આ ધમકી વિમાનના શૌચાલયમાંથી મળી આવેલી હાથથી લખેલી નોટ દ્વારા આપવામાં આવી હતી. ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા જાહેર કરાયેલા નિવેદન ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, ફ્લાઈટ દરમિયાન ક્રૂ મેમ્બરને શૌચાલયમાંથી એક હસ્તલિખિત ચિઠ્ઠી મળી હતી. ચિઠ્ઠીમાં ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી લખવામાં આવી હતી. નોટ મળતાં જ ફ્લાઈટ ક્રૂએ તરત જ સુરક્ષા પ્રોટોકોલ અનુસાર સંબંધિત અધિકારીઓને જાણ કરી હતી. નક્કી કરેલું લેન્ડિંગ સમય આ ફ્લાઈટ દિલ્હીથી ઉડાન ભરીને પુણે જઈ રહી હતી અને તેનું નક્કી કરેલું લેન્ડિંગ સમય રાત્રે 8:40 વાગ્યે હતું. જોકે સુરક્ષા કારણોસર ફ્લાઈટ સવારે 9:24 વાગ્યે પુણે એરપોર્ટ પર ઉતરી હતી, એટલે કે તે પોતાના સમયપત્રક કરતાં લગભગ 44 મિનિટ મોડી પહોંચી હતી. ફ્લાઈટના લેન્ડિંગ બાદ તમામ મુસાફરોને સુરક્ષિત રીતે વિમાનમાંથી બહાર ઉતારી લેવામાં આવ્યા હતા.  એપ્રોન વિસ્તારને બોમ્બ ધમકી ફ્લાઈટ ઉતર્યા પછી એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા એપ્રોન વિસ્તારને બોમ્બ ધમકી અંગે જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ એપ્રોન ક્રૂએ તરત જ તમામ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી અને બોમ્બ થ્રેટ એસેસમેન્ટ કમિટી (BTAC)ની બેઠક બોલાવવામાં આવી હતી. સાવચેતીના ભાગરૂપે વિમાનને એરપોર્ટના આઇસોલેશન બેમાં ખસેડવામાં આવ્યું હતું. સુરક્ષા દળો દ્વારા વિમાનની અંદર અને બહાર સંપૂર્ણ રીતે તપાસ કરવામાં આવી. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને અન્ય નિષ્ણાત ટીમોએ વિમાનનું સઘન નિરીક્ષણ કર્યું હતું. તપાસ દરમિયાન કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે ધમકી ખોટી સાબિત થઈ છે અને વિમાન સંપૂર્ણપણે સુરક્ષિત છે. ફરીથી સામાન્ય કામગીરી માટે મંજૂરી તપાસ પૂર્ણ થયા બાદ વિમાનને ફરીથી સામાન્ય કામગીરી માટે મંજૂરી આપવામાં આવી હતી. ઈન્ડિગોએ પણ જણાવ્યું હતું કે તમામ મુસાફરો અને ક્રૂ સંપૂર્ણ રીતે સુરક્ષિત રહ્યા હતા અને એરલાઈન્સે તમામ જરૂરી સુરક્ષા પ્રક્રિયાઓનું પાલન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ 18 જાન્યુઆરીએ દિલ્હીથી સિલિગુડીના બાગડોગરા એરપોર્ટ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ટીશ્યુ પેપર પર બોમ્બની ધમકી લખેલી મળી આવી હતી. તે સમયે ફ્લાઈટને લખનૌ તરફ વાળવામાં આવી હતી અને ત્યાં મુસાફરોને ઉતારીને વિમાનની તપાસ કરવામાં આવી હતી. તે ઘટનામાં પણ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. સુરક્ષા એજન્સીઓ માટે મોટો પડકાર ફ્લાઈટ્સ સામે આવી વારંવાર થતી બોમ્બ ધમકીઓ સુરક્ષા એજન્સીઓ માટે મોટો પડકાર બની રહી છે. આવી ખોટી ધમકીઓથી મુસાફરોમાં ભય ફેલાય છે અને એર ટ્રાફિક પર પણ તેની અસર પડે છે. સરકાર અને સુરક્ષા એજન્સીઓ હવે આવા કેસોમાં કડક કાર્યવાહી કરવા માટે તૈયારીમાં છે. આ પણ વાંચો : અમેરિકા WHOથી અલગ થયું, જીનીવા મુખ્યાલય બહારથી યુએસ ધ્વજ હટાવ્યો.

Read Full Story arrow_forward