android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Amreli: જિલ્લા પંચાયતના સદસ્યની આત્મવિલોપનની ચીમકી, ગેરકાયદે દબાણો હટાવવા તંત્ર સામે મોરચો માંડ્યો
calendar_today January 22, 2026

Amreli: જિલ્લા પંચાયતના સદસ્યની આત્મવિલોપનની ચીમકી, ગેરકાયદે દબાણો હટાવવા તંત્ર સામે મોરચો માંડ્યો

અમરેલી જિલ્લાના બગસરામાં જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા આત્મવિલોપનની ચીમકી આપવામાં આવતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. જૂની હળીયાદ ગામના દબાણો દૂર કરવાની બાબતે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં કોઈ નક્કર પરિણામ ન આવતા સદસ્યએ આ કઠોર નિર્ણય જાહેર કર્યો છે.ગેરકાયદે દબાણો દૂર કરવા લાંબા સમયથી લડત જૂની હળીયાદ ગામના વતની અને જિલ્લા પંચાયત સદસ્ય ચંદુભાઈ વગડિયા દ્વારા ગામમાં રહેલા ગેરકાયદે દબાણો દૂર કરવા લાંબા સમયથી લડત ચલાવવામાં આવી રહી છે. આ પૂર્વે 4 એપ્રિલ 2025ના રોજ ચંદુભાઈએ 127 જેટલા દબાણો દૂર કરવા આત્મવિલોપનની ચીમકી આપી હતી. જોકે, તે સમયે તંત્ર સાથે થયેલી વાટાઘાટોમાં સમાધાન સધાયું હતું.દબાણદારોને નોટિસ પણ ફટકારવામાં આવી  સમાધાન મુજબ, તાલુકા વિકાસ અધિકારી (TDO) અને સરપંચ દ્વારા 22 જેટલા અતિ ગંભીર દબાણો દૂર કરવા સહમતી સધાઈ હતી. સરપંચ દ્વારા આ 22 દબાણદારોને નોટિસ પણ ફટકારવામાં આવી હતી, પરંતુ મહિનાઓ વીતી જવા છતાં એક પણ દબાણ હટાવવામાં આવ્યું નથી. વારંવારની રજૂઆતો અને લેખિત નોટિસો છતાં તંત્રની સુસ્તી સામે રોષે ભરાયેલા ચંદુભાઈ વગડિયાએ હવે આરપારની લડાઈનું એલાન કર્યું છે. તેમણે જાહેર કર્યું છે કે જો આ દબાણો દૂર કરવામાં નહીં આવે તો તેઓ 2 ફેબ્રુઆરી 2026 ના રોજ આત્મવિલોપન કરશે.ઉચ્ચ અધિકારીઓને જાણઆ ગંભીર મામલે ચંદુભાઈએ ગત 19 જાન્યુઆરી 2026 ના રોજ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને પોલીસ અધિક્ષક (SP) ને લેખિતમાં જાણ કરી છે. પત્રમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે વહીવટી તંત્રના ઢીલા વલણને કારણે ગામમાં દબાણદારો બેફામ બન્યા છે અને લોકશાહી ઢબે રજૂઆત કરવા છતાં ન્યાય મળી રહ્યો નથી.આ પણ વાંચો: કારમાં બેસી ‘જામ’ છલકાવવો ભારે પડ્યો, વાયરલ વીડિયોના આધારે પોલીસે યુવકને જેલભેગો કર્યો

Read Full Story arrow_forward
Surat: હજીરામાં જમવા બાબતે થયેલા ઝઘડામાં રૂમ પાર્ટનરની કરપીણ હત્યા, બે આરોપીઓ પંજાબથી ઝડપાયા
calendar_today January 22, 2026

Surat: હજીરામાં જમવા બાબતે થયેલા ઝઘડામાં રૂમ પાર્ટનરની કરપીણ હત્યા, બે આરોપીઓ પંજાબથી ઝડપાયા

સુરત શહેરના હજીરા વિસ્તારમાં આવેલા જુનાગામના ડેરી ફળીયામાં એક સનસનીખેજ હત્યાનો મામલો સામે આવ્યો છે. સામાન્ય ગણાતી જમવાની બાબતમાં થયેલા ઝઘડાએ લોહીયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. હજીરા પોલીસે આ મામલે સઘન તપાસ કરી હત્યા કરી ફરાર થઈ ગયેલા બે શખ્સોને પંજાબથી દબોચી લીધા છે.સામાન્ય બાબતે ઝઘડો હત્યામાં પરિણમ્યોપોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક શેરાસિંગ હરભજન સિંગ અને પકડાયેલા બંને આરોપીઓ પંજાબથી રોજગારી માટે સુરત આવ્યા હતા. તેઓ હજીરાની એક ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા અને મેહુલકુમાર પટેલના મકાનમાં ભાડેથી સાથે રહેતા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ મિત્રો વચ્ચે અવારનવાર નાની-નાની વાતોમાં ઝઘડા થતા હતા. ગત 17 જાન્યુઆરી 2026 ના રોજ સાંજે જમવાનું બનાવવા જેવી સામાન્ય બાબતે ઝઘડો ઉગ્ર બન્યો હતો, જે અંતે હત્યામાં પરિણમ્યો હતો.ઢોર માર મારી દીવાલ સાથે પછાડ્યો ઘટનાની વિગતો મુજબ, આરોપીઓએ શેરાસિંગ પર તીક્ષ્ણ હથિયારથી ગળા અને માથાના ભાગે અનેક ઘા ઝીંક્યા હતા. આટલું જ નહીં, તેને ઢોર માર મારી દીવાલ સાથે પછાડ્યો હતો. મકાન માલિક મેહુલકુમારે જ્યારે રૂમમાં શેરાસિંગને લોહીલુહાણ હાલતમાં પડેલો જોયો ત્યારે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. ગંભીર ઈજાઓને કારણે શેરાસિંગનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.પોલીસની પંજાબમાં કાર્યવાહીહત્યા બાદ બંને આરોપીઓ સુરત છોડીને ભાગી ગયા હતા. હજીરા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પંજાબમાં દરોડો પાડી  સરબજીત સીંગ કુલવંત સિંગ, અમરીક સિંગ સુબેક સિંગ બે આરોપીઓની ધરપકડ કરી છે.આ પણ વાંચો: જિલ્લા પંચાયતના સદસ્યની આત્મવિલોપનની ચીમકી, ગેરકાયદે દબાણો હટાવવા તંત્ર સામે મોરચો માંડ્યો

Read Full Story arrow_forward
Surat News: ઈચ્છાપોર પોલીસે ગાંજાના વેચાણના નેટવર્કનો કર્યો પર્દાફાશ
calendar_today January 22, 2026

Surat News: ઈચ્છાપોર પોલીસે ગાંજાના વેચાણના નેટવર્કનો કર્યો પર્દાફાશ

સુરત શહેરના ઈચ્છાપોર પોલીસ મથકના કાર્યક્ષેત્રમાં નશીલા પદાર્થોના વેચાણ વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. ઈચ્છાપોર પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને કિરણ ઈશ્વરભાઈ પટેલ નામના શખ્સને ગાંજાના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે. પોલીસને આરોપી પાસેથી 1.448 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે 72,400 રૂપિયા આંકવામાં આવી છે. ગાંજાના જથ્થા ઉપરાંત પોલીસે અન્ય સામગ્રી મળીને કુલ 82,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસે આરોપી કિરણ પટેલને ઝડપી પાડ્યોપોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે આરોપી કિરણ પટેલ છેલ્લા દોઢ મહિનાથી ઈચ્છાપોર અને તેની આસપાસના વિસ્તારોમાં ગાંજાનું છૂટક વેચાણ કરતો હતો. તે સ્થાનિક મજૂરો અને રત્નકલાકારોને નિશાન બનાવી નશાના રવાડે ચડાવતો હોવાની શંકા છે. આરોપી આ જથ્થો ક્યાંથી લાવતો હતો અને તેની સાથે અન્ય કેટલા લોકો સંકળાયેલા છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આરોપી ગાંજાનું છૂટક વેચાણ કરતો હતોહાલમાં ઈચ્છાપોર પોલીસે પકડાયેલા આરોપી વિરુદ્ધ NDPS (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ) એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા 'નો ડ્રગ્સ ઇન સુરત સિટી' અભિયાન અંતર્ગત આ એક મહત્વની સફળતા માનવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં નશાના આ કાળા કારોબાર સાથે જોડાયેલા વધુ નામો ખૂલે તેવી પ્રબળ શક્યતાઓ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward