android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Himatnagar: હાઈવે પરથી આંતરરાજ્ય બાઈક ચોર ગેંગના 5 સાગરીતો ઝડપાયા, 10 બાઈક કબજે
calendar_today January 22, 2026

Himatnagar: હાઈવે પરથી આંતરરાજ્ય બાઈક ચોર ગેંગના 5 સાગરીતો ઝડપાયા, 10 બાઈક કબજે

ગુજરાત અને રાજસ્થાનના વિવિધ શહેરોમાં બાઈક ચોરી કરી આતંક મચાવનાર ગેંગને સાબરકાંઠા LCBએ હિંમતનગરના ગામડી હાઈવે પરથી દબોચી લીધી છે. પોલીસે આરોપીઓ પાસેથી લાખોની કિંમતના ચોરાયેલા બાઈક જપ્ત કરી કુલ 9 થી વધુ પોલીસ સ્ટેશનના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.વોચ ગોઠવીને કરવામાં આવી ધરપકડLCBની ટીમને બાતમી મળી હતી કે રાજસ્થાનનો એક રીઢો ગુનેગાર ઈડર વિસ્તારમાંથી ચોરેલું બાઈક લઈ તેના અન્ય સાગરીતો સાથે હિંમતનગર તરફ આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ગામડીની સીમમાં વ્યૂહાત્મક વોચ ગોઠવી હતી. પેટ્રોલિંગ દરમિયાન બે મોટરસાયકલ પર સવાર પાંચ શખ્સોને અટકાવી પૂછપરછ કરતા તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા અને વાહનના કાગળો પણ રજૂ કરી શક્યા ન હતા.કડક પૂછપરછમાં ચોંકાવનારી કબૂલાતપોલીસે જ્યારે કડક હાથે પૂછપરછ શરૂ કરી ત્યારે આ શખ્સોએ છેલ્લા એક વર્ષમાં ગુજરાત અને રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાંથી 10 બાઈકની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ₹6.60 લાખની કિંમતના 10 ચોરાયેલા બાઈક કબજે કર્યા છે. આ બાઈક હિંમતનગર, ઈડર, ગોધરા, ભિલોડા, ડભોડા, અમદાવાદ (કૃષ્ણનગર) અને ઉદયપુર જેવા વિસ્તારોમાંથી ચોરવામાં આવ્યા હતા.ઝડપાયેલા અને ફરાર આરોપીઓની યાદીરાકેશ ઉર્ફે શાતીર ધનજીભાઈ ખરાડી (સૂત્રધાર, ઉદેપુર).અનનલકુમાર પ્રભુલાલ કટારા (જી.સલુમ્બર).અજીત પ્રકાશજી અહારી (જી.સલુમ્બર).ગણેશ બાબુલાલ કટારા (જી.સલુમ્બર).સુરેશકુમાર મિંગળાજી ખરાડી (જી.ઉદેપુર)  પોલીસ તપાસમાં લાલુરામ ઉર્ફે લલિત ખરાડી, જયંતિ ઉર્ફે જીતુ ખરાડી, શિવારામ ડામોર અને રણજીત ખરાડીના નામ ખુલ્યા છે, જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો: વઢવાણના ગુનામાં નાસતા-ફરતા બે રીઢા આરોપીઓ હોટલ પાસેથી ઝડપાયા

Read Full Story arrow_forward
Kheda News:  ખેડાના મહુધા ખાત્રજ હાઈવે ભ્રષ્ટાચારનો પૂરાવો
calendar_today January 22, 2026

Kheda News: ખેડાના મહુધા ખાત્રજ હાઈવે ભ્રષ્ટાચારનો પૂરાવો

ખેડા જિલ્લામાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની બૂમ ઉઠી છે. ડાકોર-અમદાવાદ રોડને જોડતા મહત્વના એવા સ્ટેટ હાઈવે 60 પર મહુધાથી ખાત્રજ વચ્ચેના રસ્તાની હાલત અત્યંત બદતર થઈ ગઈ છે. નવા બનેલા રોડને હજુ એક વર્ષ પણ પૂરું થયું નથી ત્યાં ઠેર-ઠેર મસમોટા ખાડા પડી જતાં વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.મહુધાથી ખાત્રજ વચ્ચેના આ સ્ટેટ હાઈવે પર અંદાજે 16 ગામોની 24,000 જેટલી વસ્તી નિર્ભર છે. દૂધ ભરવા જતાં પશુપાલકો હોય, અભ્યાસ અર્થે જતાં વિદ્યાર્થીઓ હોય કે નોકરિયાત વર્ગ, તમામ લોકો દિવસમાં અનેકવાર આ રોડનો ઉપયોગ કરે છે. વહેલી તકે રોડનું નવું કાર્પેટિંગ કામ કરવામાં આવે. માત્ર એક જ વર્ષમાં રસ્તો તૂટી જતાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત સામે સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે.રોડ પર એટલા મસમોટા ખાડા પડ્યા છે કે, વાહનચાલકો રસ્તાની સાઈડમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. વાહનચાલકો દ્વારા લેવામાં આવતા આ સ્વયંભૂ ડાયવર્ઝનને કારણે ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. રાત્રિના સમયે અંધારામાં આ ખાડાઓને કારણે અનેક ટૂ-વ્હીલર ચાલકો સ્લિપ થઈ રહ્યા હોવાની પણ ફરિયાદો ઉઠી છે.સ્થાનિક લોકોનું કહેવું છે કે, સરકારી નાણાંનો વેડફાટ કરીને હલકી ગુણવત્તાનો રોડ બનાવવામાં આવ્યો છે. આ બાબતે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે અને માંગણી કરવામાં આવી છે કે, આ રોડ બનાવનાર એજન્સી/કોન્ટ્રાક્ટર સામે કડક તપાસ કરવામાં આવે અને વહેલી તકે રોડનું નવું કાર્પેટિંગ કામ કરવામાં આવે.

Read Full Story arrow_forward
Mehsanaમાં મિશ્ર ઋતુનો માહોલ: ભર શિયાળામાં કમોસમી વરસાદી છાંટા
calendar_today January 22, 2026

Mehsanaમાં મિશ્ર ઋતુનો માહોલ: ભર શિયાળામાં કમોસમી વરસાદી છાંટા

મહેસાણા જિલ્લાના વાતાવરણમાં આજે અચાનક પલટો આવતા જનજીવન પ્રભાવિત થયું છે. ઉત્તર ગુજરાતના આ મહત્વના જિલ્લામાં ભર શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. મહેસાણા શહેરમાં આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને ત્યારબાદ કમોસમી વરસાદના છાંટા પડવાનું શરૂ થતા લોકોમાં ભારે કુતૂહલ અને આશ્ચર્ય જોવા મળ્યું હતું. સામાન્ય રીતે આ સમયે કકડતી ઠંડી પડતી હોય છે, પરંતુ અચાનક આવેલા આ વરસાદી માહોલને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ભર શિયાળામાં વરસાદી માહોલ સર્જાયો શહેરમાં પડેલા આ માવઠાને કારણે વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ખાસ કરીને ઓફિસ જનારા લોકો અને શાળાએ જતા બાળકો માટે સ્થિતિ વિચિત્ર બની હતી. લોકો મજાકમાં અને ચિંતામાં એક જ સવાલ પૂછી રહ્યા છે કે અત્યારે ઘરની બહાર નીકળતી વખતે ઠંડીથી બચવા સ્વેટર-જેકેટ પહેરવું કે વરસાદથી બચવા રેઈનકોટ સાથે રાખવો? ઋતુચક્રના આ બદલાતા મિજાજને કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ જોખમ ઊભું થયું છે. ડબલ ઋતુના કારણે શરદી, ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શનના કેસો વધવાની ભીતિ સેવાઈ રહી છે. કમોસમી વરસાદ છાંટાથી લોકોને હાલાકી બીજી તરફ, આ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં પણ વધારો કર્યો છે. શિયાળુ પાક જ્યારે તૈયાર થઈ રહ્યો હોય ત્યારે પડતું માવઠું ખેતી માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, વાતાવરણમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ ફેરફાર જોવા મળી રહ્યો છે. હાલમાં મહેસાણા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જળવાઈ રહ્યું છે, જેના કારણે દિવસના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને ભેજનું પ્રમાણ વધતા વિચિત્ર અકળામણ પણ અનુભવાઈ રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward