android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: ક્રાઈમ બ્રાંચનો કોન્સ્ટેબલ ધીરુ ઠાકરિયા 25 હજારની લાંચ લેતા પકડાયો
calendar_today January 22, 2026

Surat News: ક્રાઈમ બ્રાંચનો કોન્સ્ટેબલ ધીરુ ઠાકરિયા 25 હજારની લાંચ લેતા પકડાયો

સુરતમાં એક પોલીસ કર્મી 25 હજારની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો છે. એસીબીએ અન્ય એક ખાનગી વ્યક્તિને પણ ઝડપી પાડ્યો હતો. મસાજ પાર્લરના ધંધામાં હેરાન નહીં કરવા લાંચ માંગી હતી. વડોદરા એસીબીએ સુરતમાં જઈને લાંચિયા પોલીસ કર્મી સામે કાર્યવાહી કરી હતી. AHTUનો કોન્સ્ટેબલ ધીરુ ઠાકરીયા પકડાયો આરોપી પોલીસ કર્મી ધીરુ ઠાકરીયાએ ફરીયાદીને મસાજ પાર્લરનો ધંધો ચાલુ કરવા સારુ પ્રોત્સાહન આપી આરોપી રોનકભાઇ મણીલાલ ત્રિવેદી ની મદદગારી લઇ મસાજ પાર્લરનો ધંધો કરવા સારુ કોઇ હેરાનગીત નહિ કરવા તેમજ કોઇ કાયદેશરની કાર્યવાહી નહિ કરવા સારુ જણાવેલ જે કામે ફરિયાદી લાંચ નાં રૂપિયા આપવા માંગતા નાં હોય એ.સી.બી ટોલ ફ્રી ઉપર સંપર્ક કરતા તેઓની ફરિયાદ આધારે આજરોજ લાંચ નું છટકું ગોઠવાતાં આરોપી ધીરુ ઠાકરિયાએ લાંચના રૂપિયાની માંગણી કરી હતી અને રોનક ત્રિવેદીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના રૂપિયા સ્વીકારી એકબીજાની મદદગારી કરી સ્થળ ઉપર પકડાઇ ગયો હતો. આ પણ વાંચોઃ Gandhinagar News : સુરતના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલની બદલી, તેમના સ્થાને એમ.નાગરાજનને મુકાયા

Read Full Story arrow_forward
Thangadh ડ્રો કૌભાંડ: રિમાન્ડ દરમિયાન ફરાર થયેલો મુખ્ય આરોપી રામદાસ ગોધરાથી ઝડપાયો
calendar_today January 22, 2026

Thangadh ડ્રો કૌભાંડ: રિમાન્ડ દરમિયાન ફરાર થયેલો મુખ્ય આરોપી રામદાસ ગોધરાથી ઝડપાયો

થાનગઢના અમરાપર ગામે આવેલી શ્રી કૃષ્ણ ગૌશાળાના લાભાર્થે ઇનામી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ડ્રો ન યોજાતા રૂ. 3.09 કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે પોલીસે અગાઉ સાત શખ્સો સામે ગુનો નોંધ્યો હતો, જેમાં તપાસ દરમિયાન વધુ એક નામ ખુલતા કુલ આઠ આરોપીઓ પોલીસના સકંજામાં આવ્યા છે. જોકે, આ કેસમાં પકડાયેલ મુખ્ય આરોપી રામદાસ મહત્યાગી પોલીસ રિમાન્ડ દરમિયાન ફરાર થઈ જતાં પોલીસ તંત્ર પર સવાલો ઉઠ્યા હતા.રિમાન્ડ દરમિયાન આરોપી થયો હતો ફરાર ફરાર આરોપી રામદાસને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી હતી, જેના પરિણામે પોલીસે તેને પંચમહાલના ગોધરા ખાતેથી શોધી કાઢીને ફરી ઝડપી પાડ્યો છે. આ કૌભાંડમાં અત્યાર સુધીમાં રામદાસ મહત્યાગી ઉપરાંત હીરા ગ્રામભડિયા, લગધીર કારોલીયા, સુરેશ ઝરવરિયા, મેરા ડાભી, નરશી સોલંકી, રમેશ ઝેઝરીયા અને અશ્વિન કારેલીયા નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ ગૌશાળાના પવિત્ર કામના નામે લોકોના વિશ્વાસ સાથે રમીને મસમોટી રકમ ઓળવી લીધી હતી. પોલીસે આરોપી રામદાસને ગોધરાથી પકડ્યો પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓએ વ્યવસ્થિત રીતે ડ્રોની કુપનો છપાવીને ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વેચી હતી. હાલમાં પોલીસ પકડાયેલા તમામ આઠ આરોપીઓની કડક પૂછપરછ કરી રહી છે જેથી કરીને લોકોના લાખો રૂપિયા ક્યાં રોકવામાં આવ્યા છે અને આ કૌભાંડના મૂળ કેટલા ઊંડા છે તેની વિગતો જાણી શકાય. ગૌભક્તિના નામે થયેલી આ મોટી છેતરપિંડીને પગલે સમગ્ર ઝાલાવાડ પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ હવે આ કેસમાં મજબૂત પુરાવા એકત્ર કરી કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhota Udepur News: પાવી જેતપુરમાં બેરિકેટિંગ તોડીને ભાગેલો આરોપી ઝડપાયો
calendar_today January 22, 2026

Chhota Udepur News: પાવી જેતપુરમાં બેરિકેટિંગ તોડીને ભાગેલો આરોપી ઝડપાયો

ગુજરાતમાં પોલીસની કડક સક્રિયતા વચ્ચે બુટલેગરો બેફામ બન્યાં છે. પોલીસને પડકાર આપી ફરાર થઈ જતાં બુટલેગરોની ઘટનાઓ વારંવાર પ્રકાશમાં આવી રહી છે. છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં પોલીસને થાપ આપી ભાગેલા બુટલેગરને પકડવા પોલીસે એક કિ.મી સુધી પીછો કરવો પડ્યો હતો. બુટલેગરે પોલીસનું બેરિકેટિંગ તોડી નાખ્યું હતું. ત્યાર બાદ પોલીસ પણ તેની પાછળ ભાગી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ કારચાલકની ધરપકડ કરી હતી. ગાડીના ડ્રાઇવર જીગર પરમારની પોલીસે ધરપકડ કરી હતી. પાવી જેતપુર પોલીસે ગાડીના ડ્રાઇવરની ધરપકડ કરી છોટા ઉદેપુરમાં પાવી જેતપુરના વન કુટિર પાસે પોલીસે બુટલેગરને પકડવા માટે બેરકેટિંગ કર્યું હતું. આ બુટલેગર જ્યારે ગાડી લઈને ત્યાં આવ્યો અને બેરિકેટિંગને તોડીને ભાગ્યો હતો. પોલીસે તેને પકડવા માટે ફિલ્મી ઢબે એક કિ.મી સુધી પીછો કર્યો હતો. બુટલેગર આગળ જઈને ગાડી મુકીને ભાગી ગયો હતો. પોલીસે 1.71 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.

Read Full Story arrow_forward