Himmatnagar: જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટરે 32 પ્રશ્નો સાંભળ્યા, લોકફરિયાદોના ત્વરિત નિકાલ માટે અધિકારીઓને આદેશ
સાબરકાંઠા જિલ્લાના નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોના ઝડપી નિવારણ માટે હિંમતનગર કલેક્ટર કચેરી ખાતે 'જિલ્લા સ્વાગત' કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રજાના પાયાના પ્રશ્નો પર ભાર મૂકવામાં આવ્યો હતો.32 પ્રશ્નોની રજૂઆત અને નિવારણકલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી આવેલા અરજદારો દ્વારા કુલ 32 જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. આ રજૂઆતોમાં ગેરકાયદે દબાણ દૂર કરવા, જમીન સર્વેક્ષણ, હદ માપણી અને ખાનગી પ્લોટ માપણીના પડતર પ્રશ્નો.રોડ-રસ્તાના નિર્માણ અને સમારકામ તથા રહેણાંક વિસ્તારોમાં પાણીના નિકાલની સમસ્યા. અન્ય સરકારી યોજનાઓ અને સેવાઓને લગતી રજૂઆતો મુખ્યત્વે વિષયોનો સમાવેશ થતો હતો.અધિકારીઓને કડક સૂચનાજિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાએ અરજદારોને સાંભળ્યા બાદ તેમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે હાજર રહેલા તમામ અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી કેલોકોના પ્રશ્નોને શાંતિથી સાંભળીને તેને પ્રાથમિકતા આપવી.નિયત સમયમર્યાદામાં પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ લાવવો. જનતાને બિનજરૂરી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તેની તકેદારી રાખવી.આ પણ વાંચો: Botad: ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં, જ્યોતિગ્રામ સર્કલ પાસે બ્લેક ફિલ્મ અને ફેન્સી નંબર પ્લેટ ધરાવતા વાહનો સામે લાલ આંખ
Read Full Story arrow_forward