android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Botad: ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં, જ્યોતિગ્રામ સર્કલ પાસે બ્લેક ફિલ્મ અને ફેન્સી નંબર પ્લેટ ધરાવતા વાહનો સામે લાલ આંખ
calendar_today January 22, 2026

Botad: ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં, જ્યોતિગ્રામ સર્કલ પાસે બ્લેક ફિલ્મ અને ફેન્સી નંબર પ્લેટ ધરાવતા વાહનો સામે લાલ આંખ

બોટાદ જિલ્લામાં ટ્રાફિક વ્યવસ્થાને સુચારૂ બનાવવા અને માર્ગ સુરક્ષાના નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે હેતુથી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના મુખ્ય માર્ગો પર ખાસ ડ્રાઈવ ચલાવીને નિયમ ભંગ કરનારા વાહનચાલકો સામે કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.જ્યોતિગ્રામ સર્કલ પાસે પોલીસની વિશેષ ડ્રાઈવજિલ્લા ટ્રાફિક PSI એ.એમ. રાવલ અને તેમની ટીમ દ્વારા શહેરના વ્યસ્ત ગણાતા જ્યોતિગ્રામ સર્કલ પાસે નાકાબંધી કરીને વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય ગુનાખોરી અટકાવવાનો અને ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.સ્થળ પર જ બ્લેક ફિલ્મ ઉતારવામાં આવીચેકિંગ દરમિયાન પોલીસે વિવિધ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ફોર-વ્હીલર ગાડીઓના કાચ પર લગાવેલી પ્રતિબંધિત બ્લેક ફિલ્મો પોલીસ દ્વારા સ્થળ પર જ ઉતારવામાં આવી હતી અને દંડ ફટકારાયો હતો.ફેન્સી નંબર પ્લેટ ધરાવતા અને નંબર પ્લેટ વગરના વાહનો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. સીટ બેલ્ટ ન બાંધનાર, લાઈસન્સ વગર વાહન ચલાવનાર અને ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરનારા ચાલકોને પણ પોલીસે આડેહાથ લીધા હતા.આ પણ વાંચો: વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2026, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાતનું દાવોસમાં શક્તિપ્રદર્શન

Read Full Story arrow_forward
Surat News: પાણીની ટાંકી ધરાશાયી થવા મુદ્દે કોર્ટે પાંચ આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા
calendar_today January 22, 2026

Surat News: પાણીની ટાંકી ધરાશાયી થવા મુદ્દે કોર્ટે પાંચ આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા

સુરતના અરેઠ તાલુકામાં પાણીની ટાંકી ધરાશાયી થવા મુદ્દે રાજ્ય સરકારે બે અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે અને કોન્ટ્રાક્ટરના ચૂકવણા અટકાવી દીધા છે. પોલીસે આ કેસમાં ધરપકડ કરેલા આઠ આરોપીઓને માંડવી કોર્ટમાં રજૂ કર્યા હતાં. પોલીસે આરોપીઓના 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતાં. કોર્ટે આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. રતિલાલ પટેલને વિડિયો રેકોર્ડિંગ કરતા ઝડપ્યો સુરતના માંડવીના અરેઠમાં પાણીની ટાંકી ધરાશાયી થવા મુદ્દે કોર્ટે આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. આરોપીઓના સંબંધીએ કોર્ટમાં વીડિયો રેકોર્ડિંગ ચાલુ કર્યું હતું. કોર્ટના જજ દ્વારા આરોપીઓના સંબંધીઓના મોબાઈલ કબ્જે કર્યા હતાં. રતિલાલ પટેલને વીડિયો રેકોર્ડિંગ કરતાં ઝડપ્યો હતો. ત્યાર બાદ તેના ફોનમાંથી રેકોર્ડિંગ ડિલિટ કરાવ્યું હતું. રતીલાલ પટેલે માફી માગતા જવા દેવામાં આવ્યો હતો. આ પણ વાંચોઃ Ahmedabad News: પોલીસની તપાસમાં NRI ટાવરના CCTV બંધ હોવાનો ખુલાસો, બીજી જાન્યુઆરીથી DVRમાં રેકોર્ડિંગ બંધ હતું

Read Full Story arrow_forward
Rajkotમાં માનવતા શરમાઈ: સ્કૂલવાન ચાલકે 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
calendar_today January 22, 2026

Rajkotમાં માનવતા શરમાઈ: સ્કૂલવાન ચાલકે 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ

રાજકોટમાં માસૂમ બાળકોની સુરક્ષા સામે સવાલ ઉઠાવતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં એક સ્કૂલવાન ચાલકે વિશ્વાસનો ભંગ કરી 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યું છે. માલવિયા નગર પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી 35 વર્ષીય નરાધમ ચાલક રમેશ ખરાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ભોગ બનનાર સગીરા છેલ્લા એક વર્ષથી આરોપીની સ્કૂલવાનમાં શાળાએ જતી હતી. આ સમય દરમિયાન ચાલકે સગીરાને ચોકલેટની લાલચ આપી વિશ્વાસમાં લીધી હતી.સગીરા આરોપીની સ્કૂલવાનમાં જતી હતીત્યારબાદ તેના ઘરનો ફોન નંબર મેળવી વૉટ્સએપ પર વાતચીત કરવાનું શરૂ કર્યું હતું. બે દિવસ પહેલા આરોપી રમેશ સગીરાને અમીન માર્ગ નજીક આવેલી એક અવાવરુ જગ્યાએ લઈ ગયો હતો, જ્યાં તેણે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહીં, પાપી ચાલકે સગીરાને ધમકી આપી હતી કે જો તે આ અંગે કોઈને જાણ કરશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે. જોકે, સગીરાએ હિંમત દાખવી પરિવારને જાણ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. એસીપી બી.વી. આરોપી સગીરાને ચોકલેટની લાલચ આપતોજાધવના જણાવ્યા અનુસાર, પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ, છેડતી અને પોક્સો (POCSO) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે શું આ નરાધમ ચાલકે અગાઉ અન્ય કોઈ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી છે કે કેમ. આ ઘટનાને પગલે વાલીઓમાં ભારે રોષ અને ચિંતાની લાગણી જોવા મળી રહી છે. શાળાઓમાં બાળકોને મૂકવા જતા વાહનોના ચાલકોના ચારિત્ર્યની ચકાસણી અને પોલીસ વેરિફિકેશન કરાવવું કેટલું અનિવાર્ય છે, તે આ કિસ્સા પરથી સાબિત થાય છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward