android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan: ક્લેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
calendar_today January 23, 2026

Patan: ક્લેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન જિલ્લામાંથી કુલ 15 અરજીઓ નોંધાઈ હતી, જેમાંથી 10 અરજદારો ઉપસ્થિત રહી પોતાની સમસ્યાઓ તથા રજૂઆતો રજૂ કરી હતી. કાર્યક્રમમાં અરજદારો દ્વારા વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆતો કરવામાં આવી હતી, જેમા અગાઉની ફરિયાદનો નિકાલ ન થતાં ફરી રજૂઆત, ગેરકાયદેસર રેતી ખનન, પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થતું હોવાની ફરિયાદ, ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજનાની સહાય મેળવવામાં પડતી મુશ્કેલીઓ, 7/12 ના ક્ષેત્રફ્ળમાં ભૂલ સુધારણા, વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ મળવામાં વિલંબ, નર્મદા કેનાલ માટે કપાત થયેલી જમીનની વળતર રકમ, સરકારી માપણીમાં વિસંગતતા, ખેતરમાં દબાણ દૂર કરવા બાબત, બંધ થયેલ એસ.ટી. બસ સેવા પુનઃ શરૂ કરવા બાબત, પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાય, ગેરકાયદેસર દબાણ દૂર કરાવવા તથા નિરાધાર કુટુંબને આર્થિક સહાય અપાવવા જેવા મુદ્દાઓનો સમાવેશ થતો હતો. તદુપરાંત, સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામમાંથી પસાર થતી માઇનર કેનાલમાં નબળા કામના કારણે થયેલ નુકશાનની ભરપાઈ, હારીજ ખાતે ગટર ઉભરાવાની સમસ્યા તથા ગટરના તૂટેલા ઢાંકણાં બદલવાની માંગ તેમજ રહેણાંક સનદો અને હુકમો આપવાની રજૂઆતો પણ કરવામાં આવી હતી. કલેક્ટરે તમામ અરજીઓનો હકારાત્મક અભિગમથી વિચાર કરી સંબંધિત અધિકારીઓને તાત્કાલિક અને અસરકારક રીતે નિકાલ કરવા સૂચના આપી હતી. સાથે અરજદારોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે તે માટે ગંભીરતા અને સંવેદનશીલતા સાથે કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા વી.કે. નાયી, નિવાસી અધિક કલેક્ટર હિરેન ચૌહાણ તેમજ જિલ્લાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: જિલ્લાના આકાશમાં રાત્રે ફાઇટર પ્લેન ઉડયા : લોકોમાં કુતુહલ
calendar_today January 23, 2026

Patan: જિલ્લાના આકાશમાં રાત્રે ફાઇટર પ્લેન ઉડયા : લોકોમાં કુતુહલ

ભારતીય વાયુસેના દ્વારા યોજેલી મોકડ્રિલને લઈ પાટણ જીલ્લામાં પણ રાત્રીના સમયે અચાનક તેજસ ફાયરટર પ્લેન ઉડતાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં લોકો કુતુહલની સાથે સાથે ચિંતામાં મુકાયાં હતાં. બુધવારે અચાનક રાત્રીના સમયે એકાએક આકાશમાં વિમાની અવાજ સતત આવતાં લોકોમાં ઉચાટની લાગણી ફેલાઈ ગઈ હતી.ભારતીય વાયુસેના દ્વારા જોધપુર અને નલિયા વચ્ચે મોકડ્રિલ કરવામાં આવી રહી છે જેના અનુસંધાને પાટણ જિલ્લામાં પણ તેજસ ફાયટર પ્લેન ઉડાડતાં લોકોમાં ફ્ફ્ડાટ સાથે કુતુહલ સર્જાયું હતું. લોકોમાં પણ ઓપરેશન સિંદુરની યાદ તાજી થવા પામી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Palanpur: સેદ્રાસણ નજીક ટ્રેનની અડફેટે 30થી વધુ ઘેટાના મોત : અકસ્માતથી ડરી ગયેલ માલિકનો કોઈ પત્તો નહી
calendar_today January 23, 2026

Palanpur: સેદ્રાસણ નજીક ટ્રેનની અડફેટે 30થી વધુ ઘેટાના મોત : અકસ્માતથી ડરી ગયેલ માલિકનો કોઈ પત્તો નહી

પાલનપુર અમદાવાદ રેલ્વે લાઈન પર સેદ્રાસણ નજીક રેલ્વે લાઈન ક્રોસ કરી રહેલ 30થી વધુ ઘેટા ટ્રેનની અડફેટે આવતા મોત નીપજ્યા છે.જો કે બનાવ અંગે પોલીસ મથકે કોઈ ગુનો નોંધાયો નથી.આમ રેલ્વે સત્તાવાળાઓ દ્વારા પણ આ મામલે કોઈ ફરીયાદ આપેલ નથી.તો બીજી તરફ ઘટાના માલિકનો પણ કોઈ પત્તો મળ્યો ન હતો.પાલનપુરથી અમદાવાદ તરફના રેલ્વે ટ્રેક પર આવેલ ડીએફસી ટ્રેક પર બપોરના સુમારે અકસ્માત સર્જાયો હતો.જેમાં સુત્રોના જણાવ્યા અનુસાર બપોરે ચાર વાગ્યા આસપાસના સુમારે સેદ્રાસણ નજીકથી પસાર થતી રેલ્વેની નવી લાઈન પર પાટા ક્રોસ કરી રહેલ 30થી વધુ ઘેટા ટ્રેનની અડફેટે આવતા તેમના મોત નપજ્યા હતા. ટ્રેનની સાથે અથડાતા દુર સુધી ફંગોળાઈ જવાના કારણે ઘેટાના મોત થયા હોવાનુ કહેવાય છે.જો કે અકસ્માત સમયે ઘેટા લઈને આવેલ ભરવાડ પણ ત્યાંથી ક્યાંક જતો રહેતા આ ઘેટા કોના હતા.અને તે ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા.તે અંગે કોઈ માહીતી મળી શકી ન હતી. આ બાબતે રેલ્વે પોલીસ તેમજ છાપી અને પાલનપુર તાલુકા પોલીસ મથકે પણ કોઈ ફરીયાદ નોંધાઈ ન હતી.આમ ઉપરોક્ત બનાવ બાદ ઘેટાના માલિક ગભરાટના કારણે ક્યાંક નીકળી ગયેલ હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward