Surendranagar: દારૂ સાથે બાઈક ચાલક ઝડપાયો, દારૂ આપનાર શખ્સના ઘરે દરોડો
સુરેન્દ્રનગર એલસીબી ટીમે દુધરેજ પુલ પરથી યુવાનને દારૂ સાથે પકડયો હતો. આ દારૂ તે ધ્રાંગધ્રાના બુટલેગર પાસેથી લાવ્યો હોવાનું ખુલતા એલસીબીની બીજી ટીમે તેના રહેણાક મકાનમાં રેડ કરી વધુ દારૂ પકડી પાડયો હતો. જિલ્લામાં દારૂના કુલ 3 દરોડામાં 2 આરોપીઓ 1,82,295ના મુદ્દામાલ સાથે ઝડપાયા છે.સુરેન્દ્રનગર એલસીબી ટીમના અજયસિંહ ઝાલા, અશ્વીનભાઈ સહિતનાઓને દુધરેજ પુલ પરથી એક શખ્સ લાલ કલરના બાઈકમાં દારૂ સાથે નીકળનાર હોવાની બાતમી મળતા વોચ રાખી હતી. જેમાં વઢવાણની સુડવેલ સોસાયટીમાં રહેતો 27 વર્ષીય મોજીત મેમુદભાઈ ભદ્રાસીયા દારૂના 46 ચપલા સાથે પકડાયો હતો. આ શખ્સની પુછપરછમાં તે દારૂ ધ્રાંગધ્રાના કુડા ફાટક પાસે રહેતા અસલમ સીદ્દીકભાઈ માણેક પાસેથી લાવ્યો હોવાનું ખુલ્યુ હતુ. આથી રૂપીયા 16,100નો દારૂ અને રૂપીયા 30 હજારના બાઈક સહિત રૂપીયા 46,100નો મુદ્દામાલ કબજે કરી બન્ને સામે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. અસલમ માણેકને ઝડપી લેવા વધુ તપાસ એએસઆઈ એસ.આર.ઘોરી ચલાવી રહ્યા છે. બીજી તરફ એલસીબી ટીમના દશરથભાઈ સહિતની ટીમે ધ્રાંગધ્રામાં અસલમ માણેકના રહેણાક મકાનમાં રેડ કરી હત. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. જયારે મકાનની પાસેની ઓરડીમાંથી દારૂની 147 બોટલ કિંમત રૂપીયા 1,36,075ની જપ્ત કરાઈ હતી. આ અંગે ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધી આરોપી અસલમને ઝડપી લેવા વધુ તપાસ એચસી બી.વી.પઢીયાર ચલાવી રહ્યા છે. જયારે ધ્રાંગધ્રા સીટી પોલીસની ટીમને ફુલેશ્વર પાસે આવેલ શાક માર્કેટમાં એક શખ્સ દારૂ વેચતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં હળવદના દિવ્ય પાર્કમાં રહેતો 53 વર્ષીય રાઘવ ઉગાભાઈ પરમાર વિદેશી દારૂના 1 ચપલા કિંમત રૂપીયા 120 સાથે ઝડપાયો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward