android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Viramgam: નળકાંઠાના ઢાબામાંથી શિકાર કરેલા ત્રણ પક્ષી સાથે ત્રણ શખ્સોને વન સંરક્ષકની ટીમે દબોચ્યા
calendar_today January 23, 2026

Viramgam: નળકાંઠાના ઢાબામાંથી શિકાર કરેલા ત્રણ પક્ષી સાથે ત્રણ શખ્સોને વન સંરક્ષકની ટીમે દબોચ્યા

નળસરોવર પક્ષી અભયારણ્ય વિસ્તારમાં અંતરિયાળ ગામ સાંકર જવાના માર્ગ પર ચલાવવામાં આવતા ઢાબા(હોટેલમા શિકાર કરેલા પક્ષી તેમજ તેનાં માંસનું વેચાણ કરવામાં આવતુ હોવાની માહિતી વન્ય જીવ સંરક્ષક વિભાગને પ્રાપ્ત થઈ હતી. જેથી તપાસ ગોઠવીને ગત તા. 19મી જાન્યુઆરીએ વિસ્તારના સંરક્ષક અધિકારી વી.પી.વણસોલા, એ. પી. ગોહિલ, એ. એન. ઝાલા એસઆરપી પોલીસ જવાનોની ટીમ સાથે ઢાબા પર બપોરના સમયે દરોડો પાડયો હતો. જે દરમ્યાન શિકાર કરેલા સિંગપર નામના ત્રણ પક્ષીઓ મૃત પામેલા મળી આવ્યા હતા. ટીમે ત્રણ મૃત પક્ષી સાથે કાંતી ગોવિંદભાઈ કહેડિયા રહેવાસી નાની કઠેચી, રાજેશ અભાભાઈ પઢાર રહેવાસી ધરજી(દુર્ગી) અને વિજય ભરતભાઈ પઢાર રહેવાસી દુર્ગીના ત્રણ યુવાનોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. તેમજ નંબર પ્લેટ વગરના બે મોટર સાયકલ પણ કબજે કરાયા હતા. વિભાગ દ્વારા જાણવા મળ્યા મુજબ ઝડપાયેલો રાજેશ પઢાર અગાઉ ફ્લેમિંગના શિકાર બનાવમાં પકડાયો હતો. વર્ષ 2018 અને 2019ના શિકાર બનાવમાં શકના દાયરામાં મુક્ત કરાયો હતો. વધુમાં પ્રાપ્તમાહિતી મુજબ શિકાર કરેલા ત્રણ સીંગપર પક્ષી ધરજીમાંથી લાવવામાં આવ્યા હતા. જે સંદર્ભે શિકાર પ્રવૃત્તિમાં હજુ વધુ વ્યક્તિઓની સંડોવણી સામે તપાસના ચક્રોગતિમાન કરાયા છે. ઝડપાયેલા ત્રણેય યુવાનોને વધુ તપાસ અર્થે ગુરુવારે કોર્ટ સમક્ષ રજૂ કરવાની તજવીર હાથ ધરાઈ હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dhandhuka: ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર આંબલી સર્કલનો વળાંક જોખમી
calendar_today January 23, 2026

Dhandhuka: ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર આંબલી સર્કલનો વળાંક જોખમી

ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર આવેલા આંબલી સર્કલ પાસેનો વળાંક હાલ ખૂબ જ સાંકડો હોવાથી અહીં વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ખાસ કરીને માલ વહન કરી જતા ભારે વાહનો માટે આ વળાંક જોખમી સાબિત થઈ રહ્યો છે. વળાંકની પહોળાઈ ઓછી હોવાના કારણે વાહનોનું સંતુલન બગડી જતું હોય છે અને ટ્રક સહિતના વાહનો પલટી ખાવાની ઘટનાઓ વધી ગઈ છે. સ્થાનિક વાહનચાલકોના જણાવ્યા મુજબ આ વળાંક પાસે અત્યાર સુધીમાં આઠથી નવ વાહનો પલટી મારતા અકસ્માતો થઈ ચૂક્યા છે. જ્યારે બુધવારે તો આ જ વળાંક પર એક જ દિવસમાં બે અકસ્માતો સર્જાયા હતા. બુધવારે થયેલા અકસ્માતમાં એક ટ્રક પલટી ગયો હતો, જ્યારે અન્ય એક ટ્રકમાંથી લોખંડની પ્લેટો માર્ગ પર વિખેરાઈ જતાં થોડા સમય માટે ટ્રાફ્કિ બંધ કરવો પડયો હતો. પરિણામે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ત્યારે વાહનચાલકો દ્વારા તંત્રને માંગ કરવામાં આવી રહી છે કે આંબલી સર્કલનો આ વળાંક તાત્કાલિક પહોળો કરવામાં આવે, જેથી અકસ્માતો અટકાવી શકાય અને ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર વાહનવ્યવહાર વધુ સુરક્ષિત બની શકે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: સોલડીના ટોલગેટ પાસેથી કતલખાને ધકેલાતા બે પશુઓનો જીવ બચાવાયો
calendar_today January 23, 2026

Surendranagar: સોલડીના ટોલગેટ પાસેથી કતલખાને ધકેલાતા બે પશુઓનો જીવ બચાવાયો

સુરેન્દ્રનગરના ગૌરક્ષકને હળવદથી ધ્રાંગધ્રા તરફ પીકઅપમાં પશુઓને કતલખાને લઈ જવાતા હોવાની બાતમી મળતા સોલડી ટોલગેટ વોચ રખાઈ હતી. જેમાં વાહનચાલક કચ્છના શખ્સને ઝડપી લઈ પોલીસના હવાલે કરાતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો છે.સુરેન્દ્રનગરના દાળમિલ રોડ પર પરશુરામનગરમાં રહેતા બીજલભાઈ જેઠાભાઈ રબારી રાષ્ટ્રીય બજરંગદળમાં સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી છે. તેઓ ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર સોલડી ટોલગેટ પાસે હતા ત્યારે તેમને હળવદથી ધ્રાંગધ્રા તરફથી આવતી પીકઅપમાં પશુઓ હોવાની તથા તેઓને કતલખાને લઈ જવાતા હોવાની માહિતી મળતા વોચ રખાઈ હતી. જેમાં બાતમીવાળી પીકઅપ આવતા તેને રોકી તપાસ કરાતા તેમાં પાછળ બે પશુઓને ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વગર ક્રુરતાપુર્વક બાંધેલી હાલતમાં હતા. આ અંગે પીકઅપના ચાલકને પશુઓ વિશે પુછતા કોઈ સંતોષકારક જવાબ ન મળતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરાઈ હતી. જેમાં પોલીસે આવી પીકઅપ ચાલક કચ્છના નખત્રાણા તાલુકાના જલુ ગામના અલીફ શેરખાન જતને ઝડપી લીધો હતો. અને તેની સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે પશુઓ પ્રત્યે ક્રુરતા પ્રતીબંધ અધીનીયમ હેઠળ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એચસી એમ. પી. ઝાલા ચલાવી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward