Morbi News: હળવદ GIDCમાં શંકાસ્પદ ગૌમાંસ પકડાયું, ચાર લોકો સામે કાર્યવાહી
હળવદ GIDCમાં શંકાસ્પદ ગૌમાંસ પકડાયું છે. રોશની કેમફૂડ ઈન્ડસ્ટ્રીઝમાંથી આ ગૌમાંસ પકડાયું છે. કેટલાક શ્રમિકો અગાસી પર માંસ રાંધતા પોલીસના હાથે પકડાયા હતાં. પોલીસે આશરે ચાર કિલો ગૌમાંસ જપ્ત કર્યું છે અને ચાર લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે. શંકાસ્પદ ગૌમાંસના સેમ્પલ લેવામાં આવ્યા મોરબીના ડીવાયએસપી એસ એચ શારદાએ કહ્યું હતું કે, હળવદ GIDCમાં રોશની કેમફુડ ઈન્ડસ્ટ્રીઝમા શ્રમિકો અગાસી પર ગૌમાંસ રાંધતા ઝડપાયા હતાં. પોલીસે આશરે ચાર કિલો ગૌમાંસ ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ફરિયાદ દાખલ કરવાની તજવીજ સહિત ચાર લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે. શંકાસ્પદ ગૌમાંસના સેમ્પલ લેવામાં આવ્યા છે. હિન્દુ સંગઠનો પણ પોલીસ મથકમાં પહોંચ્યા હતાં. કેટલાક શ્રમિકો અગાસીમાં ગૌમાંસ રાંધતા ઝડપાયા હતાં.આ પણ વાંચોઃ Gandhinagar News : સુરતના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલની બદલી, તેમના સ્થાને એમ.નાગરાજનને મુકાયા
Read Full Story arrow_forward