android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Indigo Crisis Update News: ઇન્ડિગો ફ્લાઇટથી સર્જાયેલા અફરા-તફરીના માહોલ સામે કંપનીએ ભોગવ્યુ મોટા પ્રમાણમાં નુકસાન, જાણો શુ કહે છે આંકડા?
calendar_today January 22, 2026

Indigo Crisis Update News: ઇન્ડિગો ફ્લાઇટથી સર્જાયેલા અફરા-તફરીના માહોલ સામે કંપનીએ ભોગવ્યુ મોટા પ્રમાણમાં નુકસાન, જાણો શુ કહે છે આંકડા?

ઇન્ડિગો કંપનીનો ફાયદો 78 ટકાથી ઘટીને માત્ર 550 કરોડ રૂપિયા રહ્યો છે. ફ્લાઇટ રદ્દ અને નવા નિયમોના કારણે કંપનીને મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે. કંપનીને મોટા પ્રમાણમાં નુકસાન થોડા મહિના પહેલા હવાઇ મુસાફરી કરનારાઓ માટે ખરાબ સમાચાર સામે આવ્યા હતા. ઇન્ડિગોના યાત્રીઓ પૈસા ચુકવીને હાલાકી ભોગવી હતી. એરપોર્ટ પર કલાકો લાઇનમાં ઉભા રહીને ફ્લાઇટ માટે રાહ જોઇ હતી. અને અફરા-તફરીનો માહોલ પણ સર્જાયો હતો. આ હાલાકીની અસર માત્ર યાત્રીઓ પર જ નહી પણ સૌથી મોટી કંપની ઇન્ડિગો પરની તિજોરામાં પણ જોવા મળી હતી. ડિસેમ્બર મહિનાના આંકડા બતાવે છે કે, કંપનીને મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે. ત્રણ મુખ્ય કારણો જવાબદાર ઇન્ડિગોની પેરેન્ટ કંપની ઇન્ટરગ્લોબ એવિએશને જે આંકડા રજૂ કર્યા છે. તે ચોંકાવનારા છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં, કંપનીએ ₹2,449 કરોડનો મોટો નફો કર્યો હતો. જે આ વખતે ઘટીને માત્ર ₹550 કરોડ થયો છે. આ નફામાં સીધો 78% ઘટાડો દર્શાવે છે. કંપનીના મતે, આ પાછળ ત્રણ મુખ્ય કારણો છે. પ્રથમ, નવા શ્રમ કાયદાના અમલીકરણથી કંપની પર આશરે ₹969 કરોડનો બોજ પડ્યો. બીજું, ડિસેમ્બરની શરૂઆતમાં ઓપરેશનલ કટોકટી અને ફ્લાઇટ રદ થવાથી ₹577 કરોડનું નુકસાન થયું. અને ત્રીજું, ડોલર સામે રૂપિયામાં વધઘટનો પણ કંપની પર ભારે બોજ પડ્યો હતો. કેવો રહ્યો હિસાબ-કિતાબ ? નફામાં ઘટાડો થયો હોવા છતાં, એરલાઇનની આવકમાં વધારો થયો છે. ગયા વર્ષની સરખામણીમાં કંપનીની આવકમાં 6%નો વધારો થયો છે. જો કંપની પર શ્રમ કાયદા અને ઓપરેશનલ મુશ્કેલીઓનો બોજ ન પડ્યો હોત, તો તેનો નફો 3,000 કરોડને વટાવી ગયો હોત. અસંખ્ય ફરિયાદો અને રદ થવા છતાં, ઇન્ડિગોના મુસાફરો ક્વાર્ટર દરમિયાન આશરે 2.8 ટકાનો વધારો થયો હતો. આ સમયગાળા દરમિયાન કુલ 31.9 મિલિયન લોકોએ ઇન્ડિગોમાં મુસાફરી કરી હતી. જોકે, પ્રતિ સીટ આવકમાં થોડો ઘટાડો થયો હતો. આ પણ વાંચોઃ Bangladesh Election 2026 News: ચૂંટણી પહેલા જ Sheikh Hasinaએ Muhammad Yunusને ફેંક્યો પડકાર, જાણો શું કહ્યુ?

Read Full Story arrow_forward
ભારતે Croatiaને આપી ચેતવણી, કહ્યું ગુનેગારો સાથે કડક કાર્યવાહી કરાશે
calendar_today January 22, 2026

ભારતે Croatiaને આપી ચેતવણી, કહ્યું ગુનેગારો સાથે કડક કાર્યવાહી કરાશે

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, વિયેના સંમેલન રાજદ્વારી પરિસરની સુરક્ષાને ફરજિયાત બનાવે છે. ઘૃણાસ્પદ અને ગેરકાયદે કૃત્ય કેટલાક ભારત વિરોધી તત્વોએ દૂતાવાસની બહાર ભારતીય ત્રિરંગો ધ્વજ હટાવી દીધો અને ત્યાં પોતાનો ધ્વજ લહેરાવ્યો. વિદેશ મંત્રાલયે આ કૃત્યને ઘૃણાસ્પદ અને ગેરકાયદેસર ગણાવ્યું છે. ભારતે આવી ઘટનાઓ ફરીથી ન બને તે માટે ક્રોએશિયન અધિકારીઓને આ બાબતની ગંભીરતાથી તપાસ કરવા જણાવ્યું છે. ભારત સરકારે ક્રોએશિયાને આંતરરાષ્ટ્રીય ધોરણોની યાદ અપાવી છે, જેમાં જણાવ્યું છે કે કોઈપણ દેશમાં બીજા દેશનું દૂતાવાસ સંપૂર્ણપણે સુરક્ષિત હોવું જોઈએ. ઉગ્રવાદી જૂથોના જોખમો ભારતે સ્પષ્ટ કર્યું કે વિયેના કન્વેન્શન હેઠળ, દૂતાવાસનું રક્ષણ કરવાની અને કોઈપણ બાહ્ય દખલ અટકાવવાની જવાબદારી યજમાન દેશની છે. ભારતે આ મુદ્દે ક્રોએશિયન સરકાર સમક્ષ સખત વિરોધ વ્યક્ત કર્યો છે. નવી દિલ્હીએ માંગ કરી છે કે આ ઘટના માટે જવાબદાર લોકોની ઓળખ કરવામાં આવે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. વિદેશ મંત્રાલયે ચેતવણી આપી છે કે આવી ઘટનાઓ ઉગ્રવાદી જૂથોના જોખમો દર્શાવે છે. દૂતાવાસની સુરક્ષા વધારશે આ ક્રિયાઓ ગુનેગારોના સાચા સ્વભાવ અને તેમના દુષ્ટ ઇરાદાઓને છતી કરે છે, અને તેથી, વિશ્વભરના પોલીસ દળોએ સતર્ક રહેવાની જરૂર છે. ભારતે આશા વ્યક્ત કરી કે ક્રોએશિયન સરકાર આવી ઘટનાઓ ફરીથી ન બને તે માટે દૂતાવાસની સુરક્ષા વધારશે. આ પણ વાંચોઃ Indigo Crisis Update News: ઇન્ડિગો ફ્લાઇટથી સર્જાયેલા અફરા-તફરીના માહોલ સામે કંપનીએ ભોગવ્યુ મોટા પ્રમાણમાં નુકસાન, જાણો શુ કહે છે આંકડા?

Read Full Story arrow_forward
Gujarat Latest News Live :  સુરતના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સહિત બે IAS અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં નિમણૂક અપાઈ
calendar_today January 22, 2026

Gujarat Latest News Live : સુરતના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સહિત બે IAS અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં નિમણૂક અપાઈ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 22 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward