android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Viral Video: અને મહિલાઓના બે જૂથ વચ્ચે થઈ ગઈ જોરદાર મારામારી, જુઓ Video
calendar_today January 22, 2026

Viral Video: અને મહિલાઓના બે જૂથ વચ્ચે થઈ ગઈ જોરદાર મારામારી, જુઓ Video

સોશિયલ મીડિયા પર અવારનવાર વિચિત્ર વીડિયો વાયરલ થતા હોય છે, પરંતુ હાલમાં હરિયાણાના કરનાલનો એક વીડિયો ઇન્ટરનેટ પર ભારે ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં કેટલીક યુવતીઓ જાહેર રસ્તા પર એકબીજા સાથે એવી રીતે ભીડાઈ છે કે જોવા મળતા લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, પપ્પાની પરીઓ કોઈ પણ ડર વગર રસ્તા વચ્ચે એકબીજાના ચોટલા પકડીને જોરદાર મારામારી કરી રહી છે. આ લડાઈ એટલી ઉગ્ર હતી કે ક્યારેક એક યુવતી બીજી પર હાવી થતી તો ક્યારેક બીજી યુવતી વળતો પ્રહાર કરતી જોવા મળી હતી.લોકો 'પરીઓનું યુદ્ધ' નિહાળવા બન્યા મજબૂર આ વીડિયો કરનાલની આઈટીઆઈ (ITI)ની વિદ્યાર્થિનીઓનો હોવાનું કહેવાય છે. વિદ્યાર્થિનીઓ વચ્ચેની આ લડાઈને કારણે રસ્તા પર ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. રસ્તે ચાલતા લોકો પણ પોતાની ગાડીઓ ઉભી રાખીને આ 'પરીઓનું યુદ્ધ' નિહાળવા મજબૂર બન્યા હતા. કેટલાક લોકોએ લડાઈ છોડાવવાને બદલે મોબાઈલ કાઢીને વીડિયો ઉતારવાનું શરૂ કરી દીધું હતું, જેને કારણે આ ઘટના સોશિયલ મીડિયા પર મનોરંજનનું એક સાધન બની ગઈ છે. વીડિયો જોઈને એવું લાગે છે કે કોઈ અંગત અદાવત કે સામાન્ય બોલાચાલીએ આટલું હિંસક સ્વરૂપ ધારણ કર્યું હશે. વાયરલ વીડિયો પર લોકોની મજેદાર પ્રતિક્રિયાઓ સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ વીડિયો પર મજેદાર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કોઈએ લખ્યું કે, "આ તો ઓલિમ્પિકની કુસ્તીની તૈયારી ચાલી રહી છે," તો કોઈએ કટાક્ષ કરતા એવું પણ કહ્યું કે, "હમારી છોરીયાં છોરો સે કમ હૈ ક્યા..." જોકે કેટલાક લોકોએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જાહેર સ્થળોએ આ પ્રકારે યુવા પેઢીનું વર્તન સમાજ માટે યોગ્ય સંકેત નથી. હાલમાં આ વીડિયો એક્સ (X) અને ઇન્સ્ટાગ્રામ પર લાખો વ્યૂઝ મેળવી રહ્યો છે અને લોકોની ચર્ચાનો વિષય બન્યો છે. નોંધ: આ વીડિયો @priyarajputlive નામના એકાઉન્ટ પરથી એક્સ(X) પર અપલોડ કરવામાં આવ્યો છે. તેમજ આ વાયરલ વીડિયોની સંદેશ ન્યૂઝ પુષ્ટિ કરતું નથી.https://x.com/priyarajputlive/status/2013918685724057695વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : હોમગાર્ડ, નાગરિક સંરક્ષણ અને ગ્રામ રક્ષક દળના 43 જવાનોને રાજ્યપાલ તથા મુખ્યમંત્રીના ચંદ્રકો એનાયત થશે
calendar_today January 22, 2026

Gujarat Latest News Live : હોમગાર્ડ, નાગરિક સંરક્ષણ અને ગ્રામ રક્ષક દળના 43 જવાનોને રાજ્યપાલ તથા મુખ્યમંત્રીના ચંદ્રકો એનાયત થશે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 22 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Gujarat : રણોત્સવમાં સખી ક્રાફ્ટ બજારમાં એક મહિનામાં 5 કરોડથી વધુનું થયું વેચાણ, જુઓ Photos
calendar_today January 22, 2026

Gujarat : રણોત્સવમાં સખી ક્રાફ્ટ બજારમાં એક મહિનામાં 5 કરોડથી વધુનું થયું વેચાણ, જુઓ Photos

રાજ્યની મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિવિધ પહેલો હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રયાસોના ભાગરૂપે આ વર્ષે કચ્છના રણોત્સવમાં 4 ડિસેમ્બર 2025થી 15 જાન્યુઆરી 2026 સુધી સખી ક્રાફ્ટ બજારનું આયોજન કરવામાં આવ્યું છે.

Read Full Story arrow_forward