android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News: ડભોઇ પાલિકાના ગટરના પાણીથી ખેડૂતોની જમીનને થતું નુકસાન અટકાવવા તાત્કાલિક સાઇફન બનાવવા આદેશ
calendar_today January 22, 2026

Gandhinagar News: ડભોઇ પાલિકાના ગટરના પાણીથી ખેડૂતોની જમીનને થતું નુકસાન અટકાવવા તાત્કાલિક સાઇફન બનાવવા આદેશ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાન્યુઆરી 2026ના રાજ્ય સ્વાગતમાં આવેલી રજૂઆતો રૂબરૂ સાંભળીને જાહેર રસ્તા પરના ગેર કાયદેસર બાંધકામ અને દબાણ,ડ્રેનેજ અને કાંસમાં થયેલ ગેર કાયદેસર દબાણ તેમજ એક ગામથી બીજા ગામને જોડતા રસ્તા પર કરવામાં આવેલા દબાણ જેવી રજૂઆતો અંગે નાગરિકલક્ષી નિર્ણય લઈને સમસ્યાના ત્વરિત ઉકેલ માટે જિલ્લા તંત્ર વાહકોને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. જાન્યુઆરી-2026ના રાજ્ય સ્વાગતમાં રાજ્યભરમાંથી 110થી વધુ રજૂઆતકર્તાઓ પોતાની રજૂઆતો સાથે ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લા સ્વાગતની 1492 અને તાલુકા સ્વાગતની 2565 રજૂઆતોના ઉકેલની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ વહીવટી તંત્રને સૂચનાઓ આપી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ રાજ્ય સ્વાગતમાં ડભોઇ અને બોટાદ જિલ્લાના ધરતી પુત્રોએ કરેલી રજૂઆતનો તેમજ સુરત જિલ્લામાં ગુજરાત હાઉસીંગ બોર્ડના જર્જરિત મકાનોના સ્થાને નવા મકાનોના બાંધકામ અંગેના લાંબાગાળાથી પડતર પ્રશ્નની રજૂઆતનો તેમણે ત્વરિત અને સંવેદના સ્પર્શી પ્રતિસાદ આપ્યો હતો.ડભોઇ નગરપાલિકાના ગટરના પાણીને કારણે 33 ખેડૂતોની 150 વીઘા જેટલી ખેતીલાયક જમીનના ખેતી પાકોને નુકસાન ન થાય તેમજ જમીન બગડે નહીં તે માટે તાત્કાલિક ધોરણે સાઇફન બનાવવા અને નગરપાલિકાનો એસ.ટી.પી. વ્યવસ્થિત કામ કરે તથા ખેડૂતોના લાંબાગાળાની આ સમસ્યાનો ઉકેલ આવે તે માટે મુખ્યમંત્રીએ સ્થાનિક વહીવટી તંત્રને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. હાઉસીંગ બોર્ડના જે જર્જરિત મકાનો ઉતારી લેવાયા મુખ્યમંત્રી સમક્ષ બોટાદ જિલ્લાના ખેડૂતોએ ગામના તળાવના પાળાની ઊંચાઈ વધારવાના પરિણામે 42 ખેડૂતોની આશરે 500 વીઘા જેટલી જમીન ડુબમાં જાય છે અને ખેતરમાં અવર-જવર માટેનો રસ્તો બંધ છે તેવી રજૂઆતો કરી હતી.ભૂપેન્દ્ર પટેલે તત્કાલ ખેડૂત હિતલક્ષી નિર્ણય લઈને બોટાદ જિલ્લાના ધરતીપુત્રોના આ પ્રશ્નનું તાકીદે નિવારણ લાવવા માટે સંબંધિત વિભાગ અને સ્થાનિક વહિવટી તંત્રને સુચના કરી હતી. રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રી સમક્ષ ખેડૂતોના આ પ્રશ્નો ઉપરાંત સુરત જિલ્લામાં ગુજરાત હાઉસીંગ બોર્ડના જે જર્જરિત મકાનો ઉતારી લેવાયા છે તેના સ્થાને નવા મકાનોના બાંધકામની લાંબાગાળાની પડતર રજુઆત લાભાર્થીઓએ કરી હતી. આ રજૂઆતોના સંદર્ભમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના અધિકારીઓને ઝડપથી નવા આવાસોના બાંધકામની કાર્યવાહી કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા હતા. આ પણ વાંચોઃ Ahmedabad News: પોલીસની તપાસમાં NRI ટાવરના CCTV બંધ હોવાનો ખુલાસો, બીજી જાન્યુઆરીથી DVRમાં રેકોર્ડિંગ બંધ હતું

Read Full Story arrow_forward
Vadodara News: ન્યૂ એરા સહિત 3 નામાંકિત શાળાઓને 201 કરોડની નોટિસ
calendar_today January 22, 2026

Vadodara News: ન્યૂ એરા સહિત 3 નામાંકિત શાળાઓને 201 કરોડની નોટિસ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરની ત્રણ જાણીતી શાળાઓ - ન્યૂ એરા, મહારાણી અને તેજસ વિદ્યાલયને અંદાજે 201 કરોડ રૂપિયાના બાકી ભાડા અંગે નોટિસ ફટકારવામાં આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. આ ગંભીર મુદ્દે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેરે સ્પષ્ટતા કરી છે કે, આ જમીનો પ્રથમવાર 30 વર્ષ માટે ભાડે આપવામાં આવી હતી અને વર્ષ 2008માં આ કોન્ટ્રાક્ટને રીન્યુ કરવામાં આવ્યો હતો. લાંબા સમયથી ભાડાની રકમ બાકી હોવાથી તંત્ર દ્વારા આ આકરું પગલું ભરવામાં આવ્યું છે.ન્યુ એરા, મહારાણી અને તેજસ વિદ્યાલયને નોટિસ સુરેશ તુવેરે મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે, પાલિકાની તપાસમાં શાળાઓને ફટકારવામાં આવેલી નોટિસ અને ભાડાની ગણતરી સંપૂર્ણપણે યોગ્ય સાબિત થઈ છે. જોકે, શાળાઓનું એવું કહેવું છે કે તેઓ વિદ્યાર્થીઓ પાસેથી ઓછી ફી વસૂલતા હોવાથી આટલી મોટી રકમ ભરવી મુશ્કેલ છે, પરંતુ તંત્ર આ દલીલ માનવા તૈયાર નથી. અધિકારીએ કડક શબ્દોમાં ચીમકી આપી છે કે જો શાળાઓ જલદી નાણાં નહીં ભરે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેરનું નિવેદન મહત્વની વાત એ છે કે, વિદ્યાર્થીઓના અભ્યાસને કોઈ અસર ન થાય તે માટે પાલિકા શાળાના વર્ગખંડોને સીલ નહીં કરે. સુરેશ તુવેરે સ્પષ્ટ કર્યું છે કે વસૂલાત માટે શાળાઓની અન્ય મિલકતો અથવા વહીવટી ઓફિસો સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પાલિકાના આ કડક વલણને જોતા એવું લાગે છે કે શાળાઓએ હવે કરોડોની આ રકમ ભરવી પડશે અથવા કાયદાકીય લડાઈનો સામનો કરવો પડશે. આ નોટિસ બાદ શહેરની અન્ય ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
EDએ બેન્ક કૌભાંડ મામલે રિચા ઈન્ડસ્ટ્રીઝ પર કસ્યો સકંજો, પૂર્વ MDની કરી ધરપકડ
calendar_today January 22, 2026

EDએ બેન્ક કૌભાંડ મામલે રિચા ઈન્ડસ્ટ્રીઝ પર કસ્યો સકંજો, પૂર્વ MDની કરી ધરપકડ

રિચા ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) સાથે સંકળાયેલા રૂપિયા 236 કરોડના બેન્ક છેતરપિંડીના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરી છે. EDની ગુરુગ્રામ ઝોનલ ઓફિસે 20 જાન્યુઆરીએ કંપનીના ભૂતપૂર્વ પ્રમોટર અને સસ્પેન્ડ કરાયેલા મેનેજિંગ ડિરેક્ટર સંદીપ ગુપ્તાની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ધરપકડ કરી છે. ત્યારબાદ તેમને ગુરુગ્રામની એક ખાસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાં કોર્ટે તેમને 8 દિવસ માટે ED કસ્ટડીમાં મોકલ્યા છે.કરોડોની છેતરપિંડી બેન્ક સાથે કરાઈ EDએ CBIની FIRના આધારે આ તપાસ શરૂ કરી હતી. CBIએ સંદીપ ગુપ્તા અને અન્ય લોકો પર ગુનાહિત કાવતરું, છેતરપિંડી અને ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. એવો આરોપ છે કે 2015થી 2018ની વચ્ચે જાહેર ક્ષેત્રની બેન્કો સાથે આશરે રૂપિયા 236 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે રિચા ઈન્ડસ્ટ્રીઝે ખરેખર કોઈ માલ સપ્લાય કર્યા વિના છેતરપિંડીભર્યું વેચાણ દર્શાવ્યું હતું. આમાં રૂપિયા 7.42 કરોડના કોટન ફેબ્રિકનું બનાવટી વેચાણ અને રૂપિયા 8.50 કરોડના સોલાર પ્રોજેક્ટ વેચાણનો સમાવેશ થાય છે. આ બધા વ્યવહારો શેલ કંપનીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. ખાતાઓમાં હેરાફેરીથી ટર્નઓવર વધ્યું EDના જણાવ્યા મુજબ બેન્કોને ગેરમાર્ગે દોરવા માટે બિલ, ખાતાવહી અને ખાતાઓમાં હેરાફેરી કરીને કંપનીનું ટર્નઓવર વધારી દેવામાં આવ્યું હતું. વધુમાં, કંપનીએ રૂપિયા 9.23 કરોડની ZLD મશીનો પણ છેતરપિંડીથી ખરીદી હતી, જોકે જે કંપની પાસેથી ખરીદી કરવામાં આવી હતી તે કંપની આવા વ્યવસાયોમાં કોઈ સંડોવણી ધરાવતી ન હતી. ED તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે 2015-16 અને 2017-18 વચ્ચે, લોન ચુકવણીના નામે આશરે રૂપિયા 16.40 કરોડ ગ્રુપ કંપનીઓને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. 2018-19માં કંપનીના ભંડોળનો ઉપયોગ કરીને બીજી કંપનીનું નિયંત્રણ હસ્તગત કરવામાં આવ્યું હતું. ખૂબ જ ઓછી કિંમતે કેટલાક શેર ટ્રાન્સફર કરીને કંપનીને પણ નુકસાન થયું હતું. નાદારી પ્રક્રિયામાં પણ અનિયમિતતાઓ સામે આવી રિચા ઈન્ડસ્ટ્રીઝની નાદારીની કાર્યવાહી ડિસેમ્બર 2018માં શરૂ થઈ હતી, પરંતુ કોઈ ઉકેલ આવ્યો ન હતો. અંતે, 11 જૂન, 2025ના રોજ NCLTએ કંપનીને ફડચામાં મૂકી દીધી. ઓક્ટોબર 2025માં કંપનીની હરાજી રૂપિયા 96 કરોડમાં કરવામાં આવી હતી, જ્યારે બેન્કો પાસે રૂપિયા 696 કરોડના દાવા હતા. આનો અર્થ એ થયો કે બેન્કોને લગભગ 94 ટકાનો નુકસાન સહન કરવું પડ્યું. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) મુજબ સંદીપ ગુપ્તાએ CIRP શરૂ થાય તે પહેલાં જ કંપનીની મૂલ્યવાન સંપત્તિઓને ફડચામાં લઈ લીધી હતી. 6 કંપનીઓને રૂપિયા 232 કરોડની કોર્પોરેટ ગેરંટી આપવામાં આવી હતી. આ કંપનીઓએ CoC (કમિટી ઓફ ક્રેડિટર્સ)માં નોંધપાત્ર મતદાન અધિકારો મેળવ્યા હતા, જેના કારણે મોટી બેન્કો નિર્ણયો લઈ શકતી ન હતી. બેનામી કંપની અને પરિવારનું કાવતરું તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે સંદીપ ગુપ્તાએ એક શેલ કંપની બનાવી હતી અને તેના ભૂતપૂર્વ કર્મચારીને બેનામીદાર બનાવ્યો હતો. આનો ઉપયોગ નાદારી પ્રક્રિયાને પ્રભાવિત કરવા માટે કરવામાં આવ્યો હતો. વધુમાં, એવો આરોપ છે કે CIRP દરમિયાન પણ સંદીપ ગુપ્તા અને તેમના પરિવારે કંપની પર પરોક્ષ નિયંત્રણ જાળવી રાખ્યું હતું અને નિયમોનું ઉલ્લંઘન કરીને ભંડોળ ઉપાડવાનું ચાલુ રાખ્યું હતું.આ પણ વાંચો: Union Budget 2026 : બજેટ સત્ર પહેલા કેન્દ્ર સરકારે 27 જાન્યુઆરીએ બોલાવી સર્વપક્ષીય બેઠક

Read Full Story arrow_forward