android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kutch News : ગાંધીધામમાં પાલિકાનું મેગા ડિમોલિશન, રેલવે લાઇન પાસેના 182 દબાણો પર ફરી વળ્યું બુલડોઝર
calendar_today January 22, 2026

Kutch News : ગાંધીધામમાં પાલિકાનું મેગા ડિમોલિશન, રેલવે લાઇન પાસેના 182 દબાણો પર ફરી વળ્યું બુલડોઝર

કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામમાં નગરપાલિકા દ્વારા ગેરકાયદે દબાણો વિરુદ્ધ ફરી એકવાર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. થોડા સમયના વિરામ બાદ આજે પાલિકાનું બુલડોઝર ભારત નગર વિસ્તારમાં ત્રાટક્યું હતું. ખાસ કરીને રેલવે લાઇન પાસે આવેલી સરકારી જમીન પર ખડકાયેલા દબાણોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ મેગા ડિમોલિશન દરમિયાન રેલવે ટ્રેકની આસપાસ આવેલા અંદાજે 182 જેટલા કાચા ઝૂંપડાઓ અને ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે. તંત્રની આ અચાનક કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો.દબાણ હટાવો ઝુંબેશ તેજ પાલિકા દ્વારા કરવામાં આવેલી આ કામગીરી દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. રેલવે સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે આ દબાણો લાંબા સમયથી તંત્રની નજરમાં હતા, જેને પગલે આજે મોટી કવાયત હાથ ધરી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. પાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ, શહેરના અન્ય વિસ્તારોમાં પણ જે જગ્યાએ જાહેર માર્ગો કે સરકારી જમીન પર દબાણ હશે તેને આગામી દિવસોમાં આ જ પ્રકારે દૂર કરવામાં આવશે. આ કામગીરીથી ભારત નગર રેલવે લાઇન વિસ્તારની કાયાપલટ થશે અને ટ્રેનોની અવરજવર પણ સુરક્ષિત બનશે. આ પણ વાંચો : Ahmedabad News : બોડકદેવ દંપતી મોત કેસમાં ACP નો ખુલાસો, જાણો કેવી રીતે બની સમગ્ર ઘટના...

Read Full Story arrow_forward
Vav tharad જિલ્લામાં દેશભક્તિનો ઉમંગ, 77મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની કરાશે ભવ્ય ઉજવણી
calendar_today January 22, 2026

Vav tharad જિલ્લામાં દેશભક્તિનો ઉમંગ, 77મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની કરાશે ભવ્ય ઉજવણી

ગુજરાત રાજ્યના 77મા પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી આ વર્ષે વિશેષ બની રહેશે, કારણ કે તેનું આયોજન નવરચિત વાવ-થરાદ જિલ્લામાં કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય પર્વની પૂર્વ સંધ્યાએ, એટલે કે 25 જાન્યુઆરીના રોજ સાંજે 06:00 કલાકે, થરાદના મલુપુર સ્થિત હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે એક ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. વાવ-થરાદ જિલ્લો પરિચય પુસ્તિકા'નું વિમોચન કરાશે આ ગરિમામય અવસરે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી જનમેદનીને સંબોધિત કરશે. કાર્યક્રમની શરૂઆત જિલ્લા કલેક્ટરના સ્વાગત પ્રવચનથી થશે. આ પ્રસંગે જિલ્લાની વિશિષ્ટ પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે. સાથે જ, જિલ્લાની ઓળખ આપતી 'વિકાસ, વિરાસત અને વિશ્વાસ' પ્રતિક સમી 'વાવ-થરાદ જિલ્લો પરિચય પુસ્તિકા'નું વિમોચન મહાનુભાવોના હસ્તે કરવામાં આવશે. ઉજવણી માત્ર સાંસ્કૃતિક જ નહીં પરંતુ વિકાસલક્ષી પણ બની રહેશે 77માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ઉજવણી માત્ર સાંસ્કૃતિક જ નહીં પરંતુ વિકાસલક્ષી પણ બની રહેશે, જેમાં જિલ્લાના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ હાથ ધરાશે. રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા તૈયાર કરાયેલ 60 મિનિટનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર બનશે, જેમાં દેશભક્તિ અને સ્થાનિક સંસ્કૃતિનો અદભૂત સંગમ જોવા મળશે. નાગરિકોને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું જિલ્લા તંત્ર દ્વારા આ ઐતિહાસિક પળના સાક્ષી બનવા માટે તમામ નાગરિકોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સરહદી પંથકમાં આ પ્રકારની પ્રથમ રાજ્યકક્ષાની ઉજવણીને લઈને સ્થાનિકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચોઃ 

Read Full Story arrow_forward
Magh Mela સત્તાવાળાની કડક કાર્યવાહી, અવિમુક્તેશ્વરાનંદને બીજી નોટિસ
calendar_today January 22, 2026

Magh Mela સત્તાવાળાની કડક કાર્યવાહી, અવિમુક્તેશ્વરાનંદને બીજી નોટિસ

માઘ મેળા ઓથોરિટી અને અવિમુક્તેશ્વરાનંદ વચ્ચેનો વિવાદપ્રયાગરાજના માઘ મેળામાં નિયમોના ઉલ્લંઘનને લઈને ફરી એકવાર વિવાદ ઉભો થયો છે. મેળા ઓથોરિટીએ સ્વામી અવિમુક્તેશ્વરાનંદને બીજી કારણદર્શક નોટિસ જારી કરીને 24 કલાકમાં જવાબ માંગ્યો છે.પ્રયાગરાજમાં યોજાતા માઘ મેળામાં સુરક્ષા અને વ્યવસ્થાની દૃષ્ટિએ કડક નિયમો લાગુ કરવામાં આવે છે. ખાસ કરીને મૌની અમાવાસ્યા જેવા મહત્વપૂર્ણ સ્નાન પર્વ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ સંગમમાં સ્નાન કરવા માટે ઉમટી પડે છે. વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ આવી સ્થિતિમાં કોઈ પણ પ્રકારની બેદરકારી મોટી દુર્ઘટનામાં ફેરવાઈ શકે છે. આ જ કારણસર, મેળા પ્રશાસન દ્વારા કેટલાક માર્ગો પર વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. મેળા ઓથોરિટીનો આરોપ છે કે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને તેમના શિષ્યો દ્વારા આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. 18 જાન્યુઆરીના રોજ, પાલકી રથયાત્રા સાથે તેઓ સંગમ તરફ જઈ રહ્યા હતા ત્યારે પ્રતિબંધિત પીપા નંબર-ટુ વિસ્તારમાં અવરોધ તોડી વાહનો સાથે પ્રવેશ કર્યો હતો.  માર્ગ પર ફક્ત પદયાત્રીઓને જ મંજૂરી આ માર્ગ પર ફક્ત પદયાત્રીઓને જ મંજૂરી હતી, છતાં પરવાનગી વિના વાહનો લઈ જવામાં આવ્યા હોવાનો આરોપ છે. પ્રશાસનનું કહેવું છે કે મૌની અમાવાસ્યાના દિવસે ભીડ ખૂબ જ સંવેદનશીલ હોય છે. આવી સ્થિતિમાં વાહનોના પ્રવેશથી ભીડ વ્યવસ્થાપનમાં અડચણ આવે છે અને નાસભાગ જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટનાના કારણે માઘ મેળાની વ્યવસ્થા ખોરવાઈ અને સુરક્ષા દળોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.આ ઉપરાંત, નોટિસમાં એક વધુ ગંભીર મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશો મેળા ઓથોરિટીના કહેવા મુજબ, માનનીય સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશો હોવા છતાં, સ્વામી અવિમુક્તેશ્વરાનંદ દ્વારા પોતાને શંકરાચાર્ય તરીકે દર્શાવતા બોર્ડ અને હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. આ બાબતને સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું સીધું ઉલ્લંઘન ગણાવવામાં આવ્યું છે. મેળા પ્રશાસને પોતાની નોટિસમાં સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો 24 કલાકની અંદર સંતોષકારક જવાબ નહીં મળે, તો શ્રી શંકરાચાર્ય આશ્રમ અને બદ્રીનાથ હિમાલય સેવા શિબિરની તમામ સુવિધાઓ અને જમીન ફાળવણી રદ કરી શકાય છે.  કાયમી પ્રતિબંધ મૂકવાની કાર્યવાહી એટલું જ નહીં, ભવિષ્યમાં માઘ મેળામાં પ્રવેશ પર કાયમી પ્રતિબંધ મૂકવાની કાર્યવાહી પણ થઈ શકે છે.બીજી તરફ, સ્વામી અવિમુક્તેશ્વરાનંદના મીડિયા ઇન્ચાર્જએ આ સમગ્ર ઘટનાને બદલો લેવાની કાર્યવાહી ગણાવી છે. તેમનું કહેવું છે કે ઓથોરિટીએ તેમને અગાઉથી જાણ કર્યા વિના કેમ્પની પાછળની દિવાલ પર જૂની તારીખની નોટિસ લગાવી દીધી હતી. નોટિસનો જવાબ તૈયાર કરવામાં આવ્યું અધિકારીઓ દ્વારા જાણ કરવામાં આવ્યા બાદ હવે નોટિસનો જવાબ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને ટૂંક સમયમાં મોકલવામાં આવશે.આ સમગ્ર મામલો હવે ચર્ચાનો વિષય બની ગયો છે. એક તરફ પ્રશાસન ભીડ અને સુરક્ષાની ચિંતા વ્યક્ત કરી રહ્યું છે, જ્યારે બીજી તરફ અવિમુક્તેશ્વરાનંદના સમર્થકો તેને ધાર્મિક નેતૃત્વને નિશાન બનાવવાની કાર્યવાહી ગણાવી રહ્યા છે. આવનારા સમયમાં આ મુદ્દે પ્રશાસન શું પગલું ભરે છે અને જવાબ બાદ શું નિર્ણય લેવાય છે, તે જોવાનું રહેશે.આ પણ વાંચો : BMC મેયર: મુંબઈને મહિલા મેયર મળશે, કલ્યાણ-ડોંબિવલીમાં ભાજપનો દાવો નબળો પડ્યો

Read Full Story arrow_forward