android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskantha : ડીસામાં 25મીએ રબારી સમાજનું ઐતિહાસિક મહાસંમેલન, નવા સામાજિક બંધારણનું અમલીકરણ કરાશે
calendar_today January 22, 2026

Banaskantha : ડીસામાં 25મીએ રબારી સમાજનું ઐતિહાસિક મહાસંમેલન, નવા સામાજિક બંધારણનું અમલીકરણ કરાશે

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં રબારી સમાજ દ્વારા સામાજિક સુધારણા માટે એક ક્રાંતિકારી પહેલ કરવામાં આવી છે. આગામી 25 જાન્યુઆરીના રોજ ડીસા ખાતે રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. આ સંમેલન અંગે પૂર્વ ધારાસભ્ય અને અગ્રણી નેતા ગોવાભાઈ રબારીએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, આ દિવસે સમાજના નવા સામાજિક બંધારણનું અમલીકરણ કરવામાં આવશે. 50 હજારથી વધુ સમાજના લોકો ઉમટશે ગોવાભાઈ રબારીના જણાવ્યા મુજબ, આ સંમેલનમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ સહિત પડોશી રાજ્ય રાજસ્થાનમાંથી 50 હજારથી વધુ સમાજના લોકો ઉમટી પડશે. આ નવા બંધારણનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવાનો છે. અંદાજ લગાવવામાં આવ્યો છે કે આ નિયમોના પાલનથી સમાજના વાર્ષિક ₹100 કરોડની બચત થશે. આ બચતની રકમનો ઉપયોગ સમાજની નવી પેઢીના શિક્ષણ પાછળ કરવામાં આવશે, જેથી રબારી સમાજ શૈક્ષણિક રીતે વધુ સક્ષમ બને. ધનિક અને ગરીબ વચ્ચેનો ભેદભાવ ઘટશે બંધારણની જરૂરિયાત સમજાવતા તેમણે ઉમેર્યું કે, વર્તમાન સમયમાં દેખાદેખીને કારણે આર્થિક રીતે સધ્ધર લોકો વધુ ખર્ચ કરતા હતા, જેની હરોળમાં સામાન્ય પરિવારો આવી શકતા નહોતા. આ નવી વ્યવસ્થાથી 'એક સમાજ, એક રિવાજ' અમલી બનશે, જેનાથી ધનિક અને ગરીબ વચ્ચેનો ભેદભાવ ઘટશે. સૌનો સાથ, સૌનો વિકાસના સૂત્રને સાર્થક કરવા માટેનો એક પ્રયાસ ગોવાભાઈએ સ્પષ્ટ કર્યું કે આ કોઈ શક્તિ પ્રદર્શન કે જાતિવાદ નથી, પરંતુ વડાપ્રધાન મોદીના સૌનો સાથ, સૌનો વિકાસના સૂત્રને સાર્થક કરવા માટેનો એક પ્રયાસ છે. આ બંધારણમાં કોઈ કઠોર નિયમો નથી, પરંતુ સમાજની પ્રગતિ થાય અને આર્થિક પરિવર્તન આવે તેવા વ્યવહારુ નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. આ પણ વાંચોઃ Ahmedabad: બહેરામપુરામાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર, 3 માળનું મકાન તોડી પડાયું

Read Full Story arrow_forward
Ahmedabad News : મોટેરામાં આસારામ આશ્રમના દબાણો હટાવાશે, ગેરકાયદે એકમો પર ફરશે મનપાનું બુલડોઝર
calendar_today January 22, 2026

Ahmedabad News : મોટેરામાં આસારામ આશ્રમના દબાણો હટાવાશે, ગેરકાયદે એકમો પર ફરશે મનપાનું બુલડોઝર

અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા આસારામ આશ્રમ દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણોને હટાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન મોડમાં આવ્યું છે. તપાસમાં બહાર આવ્યું છે કે આશ્રમ દ્વારા સરકારી જમીન પર કોઈ પણ પ્રકારના પ્લાન પાસ કરાવ્યા વિના 32 જેટલા વિવિધ એકમો ખડકી દેવામાં આવ્યા છે. આ તમામ બાંધકામો સંપૂર્ણપણે ગેરકાયદે હોવાનું સાબિત થતા તંત્રએ તેને ડિમોલિશ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મહત્વની વાત એ છે કે, આ જમીનને સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવના પ્રોજેક્ટમાં સમાવવામાં આવનાર છે, જ્યાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું અત્યાધુનિક સ્પોર્ટ્સ સંકુલ ઊભું કરવાનું આયોજન છે.સ્પોર્ટ્સ સંકુલ માટે ખાલી થશે જમીન આ મામલે તંત્ર દ્વારા છ મહિના અગાઉ જ આશ્રમને નોટિસ ફટકારવામાં આવી હતી. આ નોટિસના જવાબમાં આશ્રમ દ્વારા ચાર મહિના પહેલા ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરાવવા માટે ઇમ્પેક્ટ ફીની અરજી કરવામાં આવી હતી, જેને સત્તાધિશોએ રિજેક્ટ કરી દીધી છે. હાલમાં આશ્રમ દ્વારા આ મામલે ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (GUDA) માં અરજી કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ, એકવાર ગુડા (GUDA) તરફથી અંતિમ નિર્ણય આવી જાય, ત્યારબાદ તમામ 32 ગેરકાયદે એકમોને તોડી પાડવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ પણ વાંચો : Ahmedabad: રાજ્ય GST વિભાગે 114.89 કરોડની કરચોરી ઝડપી, અમદાવાદની ફાર્મા કંપનીની કરચોરી ઝડપાઇ

Read Full Story arrow_forward
Gandhinagar News : ભૂતકાળના પાપ આડે આવ્યા, ગેરરીતિમાં સંડોવાયેલા 7 ઉમેદવારોની પોલીસ ભરતીની અરજી રદ
calendar_today January 22, 2026

Gandhinagar News : ભૂતકાળના પાપ આડે આવ્યા, ગેરરીતિમાં સંડોવાયેલા 7 ઉમેદવારોની પોલીસ ભરતીની અરજી રદ

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આગામી સમયમાં યોજાનારી પોલીસ ભરતીની પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભરતી બોર્ડે પરીક્ષા શરૂ થાય તે પહેલા જ કુલ 7 ઉમેદવારોને ગેરલાયક ઠેરવી તેમની અરજીઓ રદ કરી દીધી છે. આ ઉમેદવારો સામે કરવામાં આવેલી કાર્યવાહી પાછળનું કારણ તેમનો ભૂતકાળનો ગુનાહિત ઈતિહાસ છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ સાતેય ઉમેદવારો અગાઉની સરકારી ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિ અથવા ચોરી કરતા રંગેહાથ ઝડપાયા હતા.પોલીસ ભરતી બોર્ડની લાલ આંખ ખાસ કરીને વર્ષ 2021-22 ની પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન જે ઉમેદવારો ગેરરીતિના મામલામાં પકડાયા હતા, તેઓએ ફરીથી નસીબ અજમાવવા માટે આ વખતે અરજી કરી હતી. જોકે, ભરતી બોર્ડના ડેટાબેઝમાં આ ઉમેદવારોના નામ બ્લેકલિસ્ટમાં હોવાથી તેમની ઓળખ થઈ ગઈ હતી. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે સરકારી ભરતીમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કરનારને હવે ભવિષ્યમાં કોઈ પણ પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. આ કડક નિર્ણયને કારણે પ્રામાણિકપણે તૈયારી કરતા લાખો ઉમેદવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચો : Ahmedabad News : મોટેરામાં આસારામ આશ્રમના દબાણો હટાવાશે, ગેરકાયદે એકમો પર ફરશે મનપાનું બુલડોઝર

Read Full Story arrow_forward