android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot:  સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશખબર, 26 જાન્યુઆરીથી વેરાવળ-બાંદ્રા વચ્ચે નવી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન શરૂ
calendar_today January 22, 2026

Rajkot: સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશખબર, 26 જાન્યુઆરીથી વેરાવળ-બાંદ્રા વચ્ચે નવી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન શરૂ

સૌરાષ્ટ્રથી મુંબઈ તરફ મુસાફરી કરતા હજારો મુસાફરો માટે રેલવે તંત્ર દ્વારા એક રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. મુસાફરોની સતત વધતી ભીડ અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવેએ આગામી 26મી જાન્યુઆરીથી એક નવી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. વેરાવળ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે ટ્રેન દોડાવાશે આ નવી ટ્રેન સેવા ખાસ કરીને વેરાવળ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે દોડાવવામાં આવશે. રેલવે વિભાગના જણાવ્યા અનુસાર, આ સ્પેશિયલ ટ્રેન 26 જાન્યુઆરીથી શરૂ થઈને 23 ફેબ્રુઆરી સુધી કાર્યરત રહેશે. આ સમયગાળા દરમિયાન, ટ્રેન દર સોમવારે સવારે 11:05 કલાકે વેરાવળ સ્ટેશનથી ઉપડશે અને મુંબઈ (બાંદ્રા) તરફ રવાના થશે. 4 જિલ્લાના મુસાફરોને સીધો ફાયદો આ નિર્ણયથી સૌરાષ્ટ્રના અંદાજે 4 જિલ્લાના મુસાફરોને સીધો ફાયદો થશે. ગીર સોમનાથ, જૂનાગઢ અને આસપાસના વિસ્તારના લોકો જેઓ વેપાર-ધંધા કે નોકરી અર્થે વારંવાર મુંબઈ અપ-ડાઉન કરે છે, તેમના માટે આ સુવિધા આશીર્વાદરૂપ સાબિત થશે. હાલમાં જે ટ્રેનો ચાલી રહી છે તેમાં ભારે વેઈટિંગ લિસ્ટ જોવા મળે છે, જેથી આ વધારાની ટ્રેન દોડાવવાથી મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળવાની શક્યતા વધશે અને ભીડનું ભારણ ઘટશે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ નવી સેવાનો લાભ લેવા માટે અગાઉથી બુકિંગ સુનિશ્ચિત કરે.આ પણ વાંચોઃ Surat: સંદેશ ન્યૂઝના અહેવાલની અસર, 62.84 કરોડના ખર્ચે તૈયાર રત્નમાલા બ્રિજનું લોકાર્પણ કરાયું

Read Full Story arrow_forward
GPSC: મદદનીશ કાયદા અધિકારીની ભરતી રદ, ભરતીમાં એક પણ લાયક ઉમેદવાર GPSCને ન મળ્યો, અનુભવની લાયકાતમાં ફેરફારની યોજના
calendar_today January 22, 2026

GPSC: મદદનીશ કાયદા અધિકારીની ભરતી રદ, ભરતીમાં એક પણ લાયક ઉમેદવાર GPSCને ન મળ્યો, અનુભવની લાયકાતમાં ફેરફારની યોજના

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)એ મદદનીશ કાયદા અધિકારીની ભરતી રદ કરવાનો નિર્ણય લીધો છે. આ ભરતી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં 3 જગ્યાઓ માટે યોજાઇ હતી, પરંતુ કોઈપણ ઉમેદવાર લાયકાતના માપદંડો પર ખરા ઉતરી શક્યા નથી. GPSCને નિર્ણય લેવો પડ્યો કે ભરતી આગળ નહી વધે. પ્રાપ્ત માહિતી અનુસાર, 23 ઉમેદવારોમાં 22 પાસે જરૂરી અનુભવ નહોતો, જ્યારે એક ઉમેદવારે સમય મર્યાદામાં જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ નહીં કર્યા. આ કારણે GPSCને નિર્ણય લેવો પડ્યો કે ભરતી આગળ નહી વધે. અનુભવની લાયકાતના નિયમોમાં ફેરફાર કરવામાં આવશે ભાવિ ભરતી માટે અનુભવની લાયકાતના નિયમોમાં ફેરફાર કરવામાં આવશે અને તેની જાહેરાત કરવામાં આવશે. આ પગલાંથી પરીક્ષામાં યોગ્ય અને લાયક ઉમેદવારોને પસંદ કરવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવશે..આ પણ વાંચો-----     Surendranagar : થાનગઢમાં મધરાત્રિએ તંત્રનો સપાટો, સરકારી જમીન પર કરાયેલા 260 ગેરકાયદે દબાણો તોડી પડાયા, 210 કરોડની સરકારી જમીન દબાણમુક્ત

Read Full Story arrow_forward
Surat News: રાંદેરમાં રિક્ષા પાર્કિંગ મામલે યુવકની હત્યા
calendar_today January 22, 2026

Surat News: રાંદેરમાં રિક્ષા પાર્કિંગ મામલે યુવકની હત્યા

સુરત શહેરમાં ગુનેગારોને જાણે પોલીસનો કોઈ ખોફ ન હોય તેમ હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રિક્ષા પાર્કિંગ જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્રણ શખ્સોએ ભેગા મળીને એક યુવકને લાકડાના ફટકા વડે બેરહેમીપૂર્વક માર મારી મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર વિસ્તારમાં સનાટો વ્યાપી ગયો છે.ઘટનાની વિગત ઘટનાની મળતી માહિતી અનુસાર, રાંદેર વિસ્તારમાં રિક્ષા પાર્કિંગ કરવા બાબતે મૃતક યુવક અને આરોપીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય બોલાચાલીએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ઉશ્કેરાયેલા ત્રણ હુમલાખોરોએ લાકડાના ફટકા વડે યુવક પર તૂટી પડ્યા હતા. માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા યુવક લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. પોલીસ કાર્યવાહી ઘટનાની જાણ થતા જ રાંદેર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે યુવકના મૃતદેહને કબ્જે કરી પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો છે. નજીવી બાબતમાં માનવીની જિંદગી છીનવી લેવાની આ ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ રોષ અને ભય જોવા મળી રહ્યો છે. પોલીસે આ મામલે ત્રણ શખ્સો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી તેમની શોધખોળ તેજ કરી છે. સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી એકવાર સવાલો ઉભા થયા છે કે, શું લોકોમાં સહિષ્ણુતા આટલી ઓછી થઈ ગઈ છે કે, રિક્ષા પાર્કિંગ જેવી ક્ષુલ્ક બાબતે કોઈની હત્યા કરી દેવામાં આવે? આ પણ વાંચો - Surat News: દીકરીની છેડતી રોકવા ગયેલા વૃદ્ધ પિતા પર હુમલો

Read Full Story arrow_forward