android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
સ્પેસમાં 608 દિવસ ! જાણો Sunita Williamsની અંતરિક્ષ યાત્રાઓ
calendar_today January 21, 2026

સ્પેસમાં 608 દિવસ ! જાણો Sunita Williamsની અંતરિક્ષ યાત્રાઓ

પ્રખ્યાત નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે 27 વર્ષની લાંબી, ગૌરવશાળી અને ઐતિહાસિક સેવા બાદ નાસામાંથી નિવૃત્તિ લીધી છે. તેમની નિવૃત્તિ 27 ડિસેમ્બર 2025થી અમલમાં આવી છે. સુનિતા વિલિયમ્સ માનવ અવકાશ ઉડાનના ક્ષેત્રમાં એવી વ્યક્તિત્વ છે, જેમણે પોતાની મહેનત, હિંમત અને સમર્પણથી ઇતિહાસ રચ્યો છે. પોતાની કારકિર્દી દરમિયાન ત્રણ મહત્વપૂર્ણ અવકાશ મિશન સુનિતા વિલિયમ્સે પોતાની કારકિર્દી દરમિયાન ત્રણ મહત્વપૂર્ણ અવકાશ મિશનમાં ભાગ લીધો હતો. તેમણે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર કુલ 608 દિવસ વિતાવ્યા, જે કોઈપણ નાસા અવકાશયાત્રી દ્વારા વિતાવેલો બીજો સૌથી લાંબો સમય છે. આ સાથે તેમણે 9 સ્પેસવોક કર્યા, જેમાં કુલ 62 કલાક અને 6 મિનિટ અવકાશ બહાર કામ કર્યું. મહિલા અવકાશયાત્રી તરીકે સૌથી વધુ સ્પેસવોક કરવાનો રેકોર્ડ પણ તેમના નામે છે. સુનિતા વિલિયમ્સે પહેલીવાર સ્પેસ ડિસેમ્બર 2006માં સુનિતા વિલિયમ્સે પહેલીવાર સ્પેસ શટલ ડિસ્કવરી દ્વારા અવકાશમાં ઉડાન ભરી હતી. ત્યારબાદ 2012માં તેમણે કઝાકિસ્તાનના બાયકોનુર કોસ્મોડ્રોમથી સોયૂઝ યાન દ્વારા ISS પર જવાની યાત્રા કરી અને અવકાશ મથકના કમાન્ડર તરીકે પણ સેવા આપી. આ સિદ્ધિ તેમને નેતૃત્વક્ષમ અવકાશયાત્રી તરીકે ઓળખ અપાવે છે. તાજેતરમાં જૂન 2024માં સુનિતા વિલિયમ્સ બોઇંગ સ્ટારલાઇનર મિશન પર અવકાશમાં ગઈ હતી અને માર્ચ 2025માં સફળતાપૂર્વક પૃથ્વી પર પરત ફરી હતી. આ મિશન માનવ અવકાશ ઉડાન માટે મહત્વપૂર્ણ પગથિયું માનવામાં આવે છે. ભવિષ્યના ચંદ્ર અને મંગળ મિશનો માટે મજબૂત નાસાના એડમિનિસ્ટ્રેટર જેરેડ આઇઝેકમેનના જણાવ્યા મુજબ, સુનિતા વિલિયમ્સે અવકાશ મથક પર તેમના નેતૃત્વ દ્વારા ભવિષ્યના ચંદ્ર અને મંગળ મિશનો માટે મજબૂત પાયો તૈયાર કર્યો છે. આર્ટેમિસ મિશન સહિત આવનારા અનેક અભિયાન માટે તેમની કામગીરી પ્રેરણારૂપ રહી છે. નિવૃત્તિ બાદ સુનિતા વિલિયમ્સે જણાવ્યું હતું કે અવકાશ તેમનું સૌથી પ્રિય સ્થાન રહ્યું છે અને નાસામાં સેવા આપવી તેમના જીવનનું સૌથી મોટું સન્માન છે. તેમણે આશા વ્યક્ત કરી કે તેમની સફર આવનારી પેઢીઓને અવકાશ વિજ્ઞાન તરફ પ્રેરણા આપશે.આ પણ વાંચો : 27 વર્ષની સેવા બાદ સુનિતા વિલિયમ્સ નિવૃત્ત, સ્પેસમાં 608 દિવસનો ઐતિહાસિક રેકોર્ડ

Read Full Story arrow_forward
OMG : દિકરીના લગ્ન માટે પિતાએ બનાવી એવી કંકોત્રી કે જોઈને તમે પણ કહી ઉઠશો વાહ!
calendar_today January 21, 2026

OMG : દિકરીના લગ્ન માટે પિતાએ બનાવી એવી કંકોત્રી કે જોઈને તમે પણ કહી ઉઠશો વાહ!

જયપુરના નિવાસી શિવ જોહરીએ પોતાની દીકરી શ્રુતિ જોહરીના લગ્નને યાદગાર બનાવવા માટે લગ્નકાર્ડની પરંપરાને નવી ઊંચાઈ પર પહોંચાડી છે. તેમણે 3 કિલોગ્રામ શુદ્ધ ચાંદીનો ઉપયોગ કરીને આશરે રૂ. 25 લાખ કિંમતનું અદ્વિતીય લગ્ન આમંત્રણ તૈયાર કર્યું છે. આ કાર્ડ 128 અલગ-અલગ ચાંદીના ટુકડાઓથી બનાવવામાં આવ્યું છે, જેમાં એકપણ નખ કે સ્ક્રૂનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. 8 × 6.5 ઇંચના માપ અને 3 ઇંચ ઊંડાઈ ધરાવતું આ કાર્ડ 65થી વધુ બારીક કોતરાયેલા દેવી-દેવતાઓથી શોભિત છે.દેવી-દેવતાઓથી શોભિત ચાંદીનું અદ્ભુત કાર્ડ કાર્ડના શિર્ષ ભાગે શ્રી ગણેશાય નમઃ લખાણ સાથે ભગવાન ગણેશ સ્થાપિત છે. તેમના જમણે માતા પાર્વતી અને ડાબે ભગવાન શિવ છે. નીચે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ દર્શાવવામાં આવ્યા છે. સાથે જ ભગવાન કૃષ્ણના જીવન પ્રસંગો, ભગવાન વિષ્ણુના દસ અવતાર, તેમજ દક્ષિણ ભારતીય શૈલીમાં પાંચ શરીર ધરાવતા કૃષ્ણ અને તેમની આસપાસ આઠ ગાયોની અદભુત રચના જોવા મળે છે. કાર્ડના બહારના સ્તર પર માતા લક્ષ્મીના આઠ સ્વરૂપો તેમના સેવકો અને સૂર્યદેવ સાથે દર્શાવવામાં આવ્યા છે. ભગવાન વેંકટેશ્વર બે સ્વરૂપોમાં ઉપસ્થિત છે. ઉપરાંત રથચાલકો, ચામર ધારણ કરેલા સેવકો, દીવો ધરાવતી દેવીઓ, શંખ અને નગારા વગાડતા દેવતાઓ પણ કોતરાયેલા છે. પરંપરા અને કલાનું સુંદર મિલન આ અનોખા કાર્ડ પર દુલ્હન શ્રુતિ જોહરી અને વરરાજા હર્ષ સોનીના નામો પણ ઉંકેલવામાં આવ્યા છે, જ્યાં તેમના નામોની આસપાસ હાથીઓ ફૂલોની વર્ષા કરતા દર્શાવવામાં આવ્યા છે. કાર્ડની અંદર પરંપરાગત આમંત્રણની જેમ બંને પરિવારના માતા-પિતા અને પરિવારજનોના નામો કોતરવામાં આવ્યા છે. દીકરી માટે પિતાની અવિસ્મરણીય ભેટ...શિવ જોહરી કહે છે, હું ઈચ્છતો હતો કે મારી દીકરીના લગ્નમાં ફક્ત સગાંસંબંધીઓ નહીં, પરંતુ તમામ દેવી-દેવતાઓને પણ આમંત્રણ મળે. હું મારી દીકરીને એવું કંઈક આપવું માગતો હતો જે પેઢીઓ સુધી યાદ રાખવામાં આવે. 6 મહિના વિચાર કર્યા બાદ તેમણે આ અનોખી કલ્પનાને સાકાર કરવાનો નિર્ણય લીધો અને એક વર્ષ સુધી સતત મહેનત કરીને આ ચાંદીનું અદભુત લગ્નકાર્ડ તૈયાર કર્યું. આ પણ વાંચો- રાતોરાત નસીબ ચમક્યું! બોલીવુડના આ સુપરસ્ટાર્સ પહેલી જ ફિલ્મથી થયા ફેમસ, પણ હવે ક્યાં છે?

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : રાજકોટ ખોડલધામમાં આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલને સંગઠનના અધ્યક્ષ તરીકે અપાઇ જવાબદારી
calendar_today January 21, 2026

Gujarat Latest News Live : રાજકોટ ખોડલધામમાં આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલને સંગઠનના અધ્યક્ષ તરીકે અપાઇ જવાબદારી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 21 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward