android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : અમદાવાદના જુહાપુરાનો "ડોન" અઝહર કિટલી સામે અમદાવાદ પોલીસમાં નોંધાયા છે 21 ગંભીર ગુના, જાણો કેવી રીતે પોલીસે પાર પાડયું ઓપરેશન
calendar_today January 21, 2026

Ahmedabad News : અમદાવાદના જુહાપુરાનો "ડોન" અઝહર કિટલી સામે અમદાવાદ પોલીસમાં નોંધાયા છે 21 ગંભીર ગુના, જાણો કેવી રીતે પોલીસે પાર પાડયું ઓપરેશન

અમદાવાદના જુહાપુરાની કુખ્યાત “કિટલી ગેંગ” ના મુખ્ય સુત્રધાર અઝહર કિટલી વિરુધ્ધમાં વેજલપુર પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૮૨૧૦૬૪૧/૨૦૨૧ ધી ઇપીકો કલમ ૩૮૭,૩૨૩,૨૯૪(ખ), ૫૦૬(૨),૧૧૪,૧૨૦(બી) તથા જી પી એક્ટ ૧૩૫(૧) તથા ગુજસીટોક ૩(૧)(II),૩(૨),૩(૪),૩(૫),૪ મુજબ ના ગુનાના કામે અટક થયેલ અને નામ. ગુજરાત હાઇકોર્ટ નાઓના હુકમથી શરતી જામીન પર છુટેલ અને જે હુકમનો ભંગ કરતા નામ. ગુજસીટોક સ્પે. અદાલત દ્વારા જામીન રદ કરતા ધરપકડ ટાળવા સારૂ આરોપી ખુબ જ ચાલાક તથા શાતિર હોઈ, ગંભીર પ્રકારના ગુના સબંધે છેલ્લા 15 મહિનાથી નાસતો ફરતો હતો. અઝહર કિટલી ગંભીર ગુનાઓ સાથે સંકળાયેલો છે આરોપીની સત્વરે પકડી પાડવા પોલીસ કમિશનર અમદાવાદ શહેર તથા સંયુકત પોલીસ કમિશનર સેકટર-01ની સુચનાથી તથા નાયબ પોલીસ કમિશનર ઝોન-૭ શિવમ વર્માના સતત અને સીધા માર્ગદર્શન હેઠળ ઝોન-૦૭ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર વાય.પી.જાડેજા તથા સ્ટાફના માણસો તેમજ વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ.ચૌહાણ તથા ઝોન-૭ પોલીસ સ્ટાફના માણસો સાથે એક સંયુક્ત ટીમની રચના કરી ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન સોર્સનો ઉપયોગ કરતા આરોપી બાબતે અ.હેડ.કોન્સ. રવિરાજસિંહ મહિપતસિંહ તથા પો.કોન્સ.નાગરાજભાઇ અમકુભાઇ નાઓએ ચોક્કસ બાતમી હકિકત મેળવી જે હકીકત આધારે તમામ બાબતોનો ઝીણવટભરી રીતે અભ્યાસ કરી ચોક્કસ રણનીતી ઘડી આયોજનપૂર્વક ટીમવર્ક થી જુહાપુરાની કુખ્યાત "કિટલી ગેંગ” ના મુખ્ય સુત્રધાર અઝહર કિટલીને પકડી પાડવામાં સફળતા મેળવેલ છે. આરોપી કઈ રીતે ગુનાને અંજામ આપતો આરોપી છેલ્લા ઘણા સમયથી ગુનાહિત કૃત્યો કરવાના ઇરાદા સાથે ખંડણી, લુંટ, ખુનની કોશીશ. ગુનાહિત ઇરાદે ગ્રુહ અપપ્રવેશ કરવો. ધમકી આપવી, મૃત્યુના ભયમાં મુકી ળજબરીથી જમીન મકાન પચાવી પાડવા, તેમજ ગેરકાયદેસર હથીયાર રાખી, પોતાનો બદ ઇરાદો પાર પાડવા સંગઠીત ટોળકી બનાવી ગુનાહિત ધમકીથી આમ નાગરીકને ડરાવી ધમકાવી જુદા જુદા અનેક પ્રકારના શરીર સબંધી તથા ગુજસીટોક જેવા ગંભીર પ્રકારના ગુના આચરવાની ટેવ વાળો છે. પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ:- (૧) વેજલપુર ૬ ગુ ૨ નં ૫૭/૧૩ ઇપીકો કલમ ૩૨૪,૪૨૭ તથા જી પી એક્ટ ૧૩૫(૧) મુજબ (૨) વેજલપુર ૬ ગુ ર નં ૨૪૮/૧૩ ઇપીકો કલમ ૨૭૯,૩૩૭,૩૨૩,૨૯૪(ખ), ૫૦૬(૧), ૧૧૪ તથા એમ વી એક્ટ ૧૭૭,૧૮૪ મુજબ (૩) વેજલપુર ૬ ગુ ર નં ૧૭/૧૪ ઇપીકો કલમ ૩૨૪,૩૨૩,૨૯૪(ખ),૫૦૬(૧),૧૧૪ તથા જી પી એક્ટ ૧૩૫ મુજબ (૪) વેજલપુર ફ ગુ ૨ નં ૧૦/૧૫ ઇપીકો કલમ ૩૯૪,૨૯૪(ખ),૫૦૬(૧), ૧૧૪ તથા જી પી એક્ટ ૧૩૫(૧)મુજબ (૫) વેજલપુર ફ ગુ ર નં ૬૦/૧૬ ઇપીકો કલમ ૩૦૭,૩૨૪,૩૨૩,૨૯૪(ખ) તથા જી પી એક્ટ ૧૩૫(૧) મુજબ (૬) વેજલપુર સે.ગુ ર નં ૩૧૪૧/૦૯ ઇપીકો કલમ ૩૨૪,૨૯૪(ખ), ૧૧૪ (૭) વેજલપુર સે.ગુ ર નં ૩૦૨૧/૧૪ ઇપીકો કલમ,૨૯૪(ખ),૫૦૬(૧), ૧૧૪ તથા જી પી એક્ટ ૧૩૫(૧)મુજબ (૮) વેજલપુર સે.ગુ ૨ નં ૩૦૫૭/૧૬ ઇપીકો કલમ ૨૯૪(ખ),૫૦૬(૧),૧૧૪ (૯) સેટેલાઇટ સે.ગુ ર નં ૩૦૫૭/૧૬ ઇપીકો કલમ આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧) તથા ધી જી પી એક્ટ ૧૩૫ મુજબ (૧૦) અસલાલી ફ ગુ ર નં ૪૪૬/૧૪ ઇપીકો કલમ ૩૨૩,૫૦૬(૧), ૧૧૪ (૧૧) વેજલપુર ફ ગુ ર નં ૧૫/૧૭ ઇપીકો કલમ ૩૦૭,૫૦૬(૧),૨૯૪(ખ), ૧૧૪ આર્મ્સ એક્ટ ૨૫(૧)(એ)(એ), ૨૭બી તથા જી પી એક્ટ ૧૩૫(૧) (૧૨) વેજલપુર ફ.ગુ.ર.નં.૯૯/૧૭ ઇપીકો કલમ ૪૫૨,૩૨૩,૫૦૬(૧),૪૨૭,૧૧૪ બી.પી.એકટ ૧૩૫(૧) મુજબ (૧૩) વેજલપુર ફ.ગુ.ર.નં ૨૧૮/૧૭ ઇપીકો ક્લમ ૩૦૭,૩૨૩,૩૨૪,૩૨૫,૪૦૩,૩૪ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ (૧૪) વેજલપુર ફ.ગુ.ર.નં ૧૬૦/૧૮ ઇપીકો કલમ ૩૦૭,૨૯૪(ખ),૫૦૬(૨) તથા આર્મ્સ એક્ટ ૨૫(૧)બી, ૨૭(૨) મુજબ (૧૫) વેજલપુર સે.ગુ.૨.નં ૩૧૩૭/૧૯ ઇપીકો કલમ ૨૯૪(ખ),૫૦૬(૨), ૧૧૪ મુજબ (૧૬) વેજલપુર ફ.ગુ.૨ નં ૨૧૦/૧૮ ઇપીકો કલમ ૩૨૪,૪૨૭,૪૦૩,૨૯૪(ખ), ૧૧૪ તથા જી.પી એક્ટ ૧૩૫(૧) મુજબ (૧૭) વેજલપુર ફ.ગુ.રજી. નં ૯૯/૧૮ ઇપીકો કલમ ૪૫૨,૩૨૩,૨૯૪(ખ),૫૦૬(૨),૪૨૭,૧૧૪, તથા જીપી એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ (૧૮) વેજલપુર પાર્ટ એ/૧૫૩૨/૨૦૨૦ ઇપીકો ૩૨૫,૩૨૩,૨૯૪(ખ),૫૦૬(૧),૧૧૪ તથા જીપી એક્ટ- ૧૩૫(૧) મુજબ (૧૯) વેજલપુર પાર્ટ એ/૧૦૬૪૧/૨૦૨૧ ઇપીકો કલમ ૩૮૭,૩૨૩,૨૯૪(ખ),૫૦૬(૧), ૧૨૦(બી) તથા જીપી એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ (૨૦) વેજલપુર પાર્ટ બી- ૧૭૬૬/૨૦૨૦ ગુજરાત કંટ્રોલ ટેરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ કલમ (G.C.T.O.A) એક્ટ -૨૦૧૫ ની કલમ-૩(૧) ની પેટા (૧) તથા કલમ-૩(૧) ની પેટા (૨) તથા કલમ-૩ તથા કલમ-૩(૩) તથા કલમ-૩(૪) તથા કલમ-૩(૫) મુજબ (૨૧) વેજલપુર પાર્ટ બી- ૨૪૦૩૯૭/૨૪ જી.પી.એક્ટ ૧૩૫(૧) મુજબ પકડાયેલ આરોપીની વિગત 01-અઝરૂદ્દીન ઉર્ફે કીટલી ઇસ્માઇલભાઇ શેખ રહે હાલ – મહેલજ ચોકડી પાસે આવેલ ફાર્મ હાઉસમાં, ગરમાળા ત્રાજ રોડ, ગામ ગરમાળા તા.માતર જી. ખેડા 02-મકાન નં.-૩૪, અલમુકામ સોસાયટી દેગામ સર્કલ પાસે ભરૂચ મુળ રહે. - મ.નં.- ૧, અલ નીયાજ સોસાયટી લવલી પાર્ક બરફની ફેક્ટરી પાસે વિશાલા સર્કલ પાસે, જુહાપુરા વેજલપુર અમદાવાદ શહેર આ પણ વાંચો : Anand News : આણંદમાં પ્રેમજાળમાં ફસાવી કિશોરી સાથે દુષ્કર્મ આચરનાર ઝડપાયો, વીડિયો બનાવી આપતો હતો ધમકી

Read Full Story arrow_forward
Rajkot : સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી, બે વર્ષના બાળકનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ વગર સોંપતા વિવાદ
calendar_today January 21, 2026

Rajkot : સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી, બે વર્ષના બાળકનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ વગર સોંપતા વિવાદ

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર બનેલી દુઃખદ ઘટનામાં બે વર્ષના બાળકનું સાતમા માળેથી પટકાતા મોત થયું હતું. આ બનાવ બાદ હવે વિવાદ સર્જાયો છે. આરોપ મુજબ બનાવમાં સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી બહાર આવી છે અને બે વર્ષના બાળકનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ વગર જ પરિવારને સોંપાયો હતોનવી બનેલી સાઈટ પર ઘટના બની હતી  આ ઘટના કાલાવડ રોડ પર અર્જુન પાર્ટી પ્લોટની સામે નવી બનેલી સાઈટ પર ગત શુક્રવારના રોજ બની હતી.  બાળક અચાનક સાતમા માળેથી પટકાયુ હતું પ્રાપ્ત માહિતી અનુસાર,હેતવીબેન માવી સાઈટ પર કામ કરતા હતા, અને રમતા રમતા 2 વર્ષનું બાળક અચાનક સાતમા માળેથી પટકાયુ હતું જેથી તેનું મોત થયું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ કર્યા વિના જ પરિજનોને સોંપી દેવામાં આવ્યો જો કે, અજીબ પરિસ્થિતિમાં બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ કર્યા વિના જ પરિજનોને સોંપી દેવામાં આવ્યો, જેથી રાજકોટ સિવિલ હોસ્પિટલના તંત્રને લઈને સવાલો ઉઠી રહ્યા છે. અપમૃત્યુના કેસમાં પોસ્ટમોર્ટમ કરવું ફરજિયાત ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લેતાં, સામાન્ય રીતે અપમૃત્યુના કેસમાં પોસ્ટમોર્ટમ કરવું ફરજિયાત હોય છે.પણ આ કિસ્સામાં સિવિલ હોસ્પિટલના તંત્રએ પીએમ કર્યા વગર જ બાળકનો મૃતદેહ પરિજનોને સોંપ્યો હોવાનો આરોપ લગાવાયો છે. પોલીસની તપાસ શરુ હાલ પોલીસે ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરી છે .આ પણ વાંચો-----    Surendranagar: જમીન કૌભાંડમાં તપાસનો ધમધમાટ તેજ, ED દ્વારા તત્કાલીન કલેકટરના PA, કલાર્ક અને વકીલને તેડું

Read Full Story arrow_forward
Vadodara News: બોગસ બાનાખત કેસમાં બિલ્ડર ભૂપેન્દ્ર શાહની ધરપકડ
calendar_today January 21, 2026

Vadodara News: બોગસ બાનાખત કેસમાં બિલ્ડર ભૂપેન્દ્ર શાહની ધરપકડ

સંસ્કારી નગરી વડોદરામાં જમીન પચાવી પાડવાના અને છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા શહેર પોલીસે જાણીતા બિલ્ડર ભૂપેન્દ્ર શાહ ઉર્ફે ટીનાની ધરપકડ કરી છે. ગોત્રી વિસ્તારમાં કરોડોની કિંમતની જમીનનો બોગસ બાનાખત બનાવી છેતરપિંડી આચરવાના ગુનામાં પોલીસે આ પગલું ભર્યું છે.શું છે સમગ્ર મામલો? ઘટનાની મળતી વિગતો અનુસાર, ફરિયાદી દિલીપ સોનીની ગોત્રી વિસ્તારમાં આવેલી કિંમતી જમીન પર બિલ્ડર ભૂપેન્દ્ર શાહની નજર બગડી હતી. બિલ્ડરે આ જમીન હડપવા માટે કાયદાકીય ગૂંચ ઉભી કરવાના ઈરાદે જમીનનો ખોટો અને બોગસ બાનાખત બનાવી દીધો હતો. આ બાબતની જાણ જમીન માલિક દિલીપ સોનીને થતા તેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી બિલ્ડર વિરૂદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી હતી. સાથીદારની પણ ધરપકડ વડોદરા શહેર પોલીસ દ્વારા આ કેસમાં માત્ર ભૂપેન્દ્ર શાહ જ નહીં, પરંતુ આ કાવતરામાં તેની સાથે સંડોવાયેલા વિજય પંચાલ નામના શખ્સની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. વડોદરા શહેર પોલીસે બંને આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરી છે કે, આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથાઓ સામેલ છે કે કેમ. ગુનાહિત ઈતિહાસ અત્રે ઉલ્લેખનીય છે કે, ધરપકડ કરવામાં આવેલા બિલ્ડર ભૂપેન્દ્ર શાહ ઉર્ફે ટીના કોઈ સામાન્ય ગુનેગાર નથી. તેની સામે અગાઉ પણ વડોદરાના મકરપુરા, માંજલપુર અને વાડી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને જમીન હડપવાના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. વારંવાર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આ બિલ્ડરની ધરપકડથી ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં વાડી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો - Vadodara News : ગંભીરા બ્રિજની કામગીરીમાં લેબર ઈજા પામેલ મજૂર અમદાવાદ ખાતે સારવાર હેઠળ

Read Full Story arrow_forward