android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anand News : આણંદમાં પ્રેમજાળમાં ફસાવી કિશોરી સાથે દુષ્કર્મ આચરનાર ઝડપાયો, વીડિયો બનાવી આપતો હતો ધમકી
calendar_today January 21, 2026

Anand News : આણંદમાં પ્રેમજાળમાં ફસાવી કિશોરી સાથે દુષ્કર્મ આચરનાર ઝડપાયો, વીડિયો બનાવી આપતો હતો ધમકી

આણંદમાં પ્રેમજાળમાં ફસાવી કિશોરી સાથે દુષ્કર્મ આચરનાર ઝડપાયો છે, વીડિયો બનાવી બદનામ કરવાની ધમકી આપી હતી આરોપીએ અને પોલીસે સાંગોળપુરામાં રહેતા તુષાર બારૈયાને ઝડપ્યો છે. આણંદમાં રહેતી 17 વર્ષીય કિશોરી સાથે આરોપીએ દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી છે, અને કુલ 2 આરોપીની ધરપકડ કરાઈ છે.આણંદની 17 વર્ષની કિશોરીને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર ઝડપાયો આરોપીએ કિશોરીને પ્રેમજાળમાં ફસાવી મિત્રના ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું અને ઉતરસંડા ખાતે લઈ આરોપીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું, આરોપીએ દુષ્કર્મ ગુજારી તેનો વીડિયો બનાવી વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી હતી અને આણંદ પોલીસે સાંગોળપુરામાં રહેતા તુષાર બારૈયાની ધરપકડ કરી છે. તો આ સમગ્ર ઘટનામાં યુવતી ગભરાઈ ગઈ હતી અને તેણે ઘરે આવીને પરિજનોને જાણ કરી હતી. મુખ્ય આરોપી તુષાર અને તેના મિત્ર કિશનની ધરપકડ કરાઈ આરોપી તુષાર બારૈયાએ સગીરા સાથે મિત્રતા કેળવી હતી અને લગ્નની લાલચ આપી હતી અને આરોપીએ તેની માતા સાથે મુલાકાત કરાઉ તેમ કહીને તેને ઉત્તરસંડા લઈ ગયો હતો અને મિત્રના ઘરે દુષ્કર્મ આચર્યુ હતુ, ત્યારબાદ તુષારે સગીરાને બદનામ કરવાની અને મેસેજો ઘરે બતાવી દેવાની ધમકી આપી બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું, પોલીસે બન્ને આરોપીને ઝડપી જેલ હવાલે કર્યા છે. આ પણ વાંચો : Kutch News : કચ્છની આ મહિલાએ વણાટકામની કલાને વ્યવસાયરૂપે વિકસાવીને વેસ્ટ પ્લાસ્ટિકમાંથી ઉપયોગી વસ્તુઓ બનાવી અન્ય મહિલાઓને પૂરી પાડી રોજગારી

Read Full Story arrow_forward
Surendranagar : ચોટીલા નાયબ કલેક્ટરે અડધી રાત્રે ગેરકાયદે ખનન પર ચેકિંગ કર્યું, મૂળી-થાનગઢમાં ગેરકાયદે ખનને લઇ તપાસ
calendar_today January 21, 2026

Surendranagar : ચોટીલા નાયબ કલેક્ટરે અડધી રાત્રે ગેરકાયદે ખનન પર ચેકિંગ કર્યું, મૂળી-થાનગઢમાં ગેરકાયદે ખનને લઇ તપાસ

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા નાયબ કલેક્ટર દ્વારા મૂળી અને થાનગઢમાં ગેરકાયદે ખનનને લઈ અડધી રાત્રે ચેકિંગ કરવામાં આવ્યું હતું જેના પગલે ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો ખાનગી માલિકીની જમીનમાં અગાઉ ગેરકાયદે ખનન થતું માહિતી મુજબ, મૂળી તાલુકાના આસુદ્રાળી અને થાનગઢ તાલુકાના નળથંભા ગામની ખાનગી માલિકીની જમીનમાં અગાઉ ગેરકાયદે ખનન થતું હતું.  કોલસાના કુવા ચાલુ હાલતમાં ના મળ્યા ચેકિંગ દરમિયાન નાયબ કલેક્ટરે ખાતરી કરી કે અગાઉ બંધ કરાવવામાં આવેલ ગેરકાયદે ખનન પર હવે કોઈ કાર્યવાહી થાય છે કે કેમ. જો કે તપાસમાં કોઈપણ ગેરકાયદે કોલસાના કુવા ચાલુ હાલતમાં નથી મળી આવ્યા.  તંત્રએ જણાવ્યું કે આકસ્મિત ચેકિંગ યથાવત રહેશે  આ પ્રકારની રાત્રિ ચેકિંગ હવે ભવિષ્યમાં પણ ચાલુ રહેશે જેથી ગેરકાયદે ખનન અટકાવી શકાય.  આ પણ વાંચો----   Surendranagar: જમીન કૌભાંડમાં તપાસનો ધમધમાટ તેજ, ED દ્વારા તત્કાલીન કલેકટરના PA, કલાર્ક અને વકીલને તેડું

Read Full Story arrow_forward
Rajkot માં મોહન ભાગવતનું મોટું નિવેદન, "સંઘ ભાજપને કંટ્રોલ નથી કરતું, અમે વોટ બેંકની રાજનીતિથી દૂર"
calendar_today January 21, 2026

Rajkot માં મોહન ભાગવતનું મોટું નિવેદન, "સંઘ ભાજપને કંટ્રોલ નથી કરતું, અમે વોટ બેંકની રાજનીતિથી દૂર"

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક મોહન ભાગવત હાલ રાજકોટની મુલાકાતે છે, જ્યાં તેમણે 'પ્રમુખજન-વિચાર ગોષ્ઠિ' કાર્યક્રમમાં હાજરી આપી અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, સંઘ ક્યારેય ભાજપને કંટ્રોલ કરતું નથી અને RSS વોટ બેંકની રાજનીતિમાં માનતું નથી. અનામત જેવા સંવેદનશીલ વિષય પર બોલતા તેમણે કહ્યું કે, સ્વાર્થી રાજનીતિને કારણે આજે અનામત એક રાજકીય મુદ્દો બની ગયો છે. દેશની અખંડિતતા વિશે વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું કે, અત્યારે 1947 જેવી સ્થિતિ નથી કે કોઈ પણ દેશને તોડી શકે.RSS વડાની સ્પષ્ટતા સામાજિક સમરસતા પર ભાર મૂકતા મોહન ભાગવતજીએ જણાવ્યું કે, હિન્દુ અને મુસ્લિમ સમાજ સાથે રહી શકે છે, પરંતુ તે માટે અમુક સામાજિક નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. આશ્ચર્યજનક રીતે તેમણે ઉલ્લેખ કર્યો કે સંઘ ગાંધીવાદી વિચારધારા સાથે સહમત છે અને તેને અનુસરે છે. નવી પેઢી વિશે વાત કરતા તેમણે ચિંતા વ્યક્ત કરી કે યુવાનો અત્યારે એક 'કોરી સ્લેટ' સમાન છે, જેમને સંવાદની કલા અને સંસ્કારો શીખવવા પડશે. આ કાર્યક્રમમાં શહેરના અગ્રણીઓ અને વિચારકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પણ વાંચો : Gir Gadhada માં હૃદયદ્રાવક ઘટના, પત્ની અને સાસરિયાના ત્રાસથી કંટાળી યુવકે ગળી ઝેરી દવા

Read Full Story arrow_forward