android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : ગેરકાયદે દબાણો સામે લાલ આંખ, વટવામાં બીજા દિવસે પણ કાટમાળ હટાવવાની કામગીરી તેજ
calendar_today January 21, 2026

Ahmedabad News : ગેરકાયદે દબાણો સામે લાલ આંખ, વટવામાં બીજા દિવસે પણ કાટમાળ હટાવવાની કામગીરી તેજ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના વટવા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મેગા ડિમોલિશન ડ્રાઈવ દરમિયાન તંત્ર દ્વારા 450થી વધુ કાચા અને પાકા મકાનો તેમજ દુકાનોને તોડી પાડવામાં આવ્યા છે. લાંબા સમયથી ખડકાયેલા આ દબાણોને દૂર કરવા માટે એસ્ટેટ વિભાગની ટીમ પોલીસ કાફલા સાથે મેદાને ઉતરી હતી. પ્રથમ દિવસની કાર્યવાહી બાદ આજે બીજા દિવસે પણ જેસીબી મશીનો દ્વારા મોટા પાયે કાટમાળ હટાવવાની અને જગ્યા ચોખ્ખી કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.AMCની મોટી કાર્યવાહી આ ઓપરેશનને કારણે સેંકડો લોકોએ પોતાના ઘર ગુમાવ્યા છે, જોકે માનવતાવાદી અભિગમ અપનાવતા AMC દ્વારા ઘર વિહોણા બનેલા લોકો માટે વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કરવામાં આવી છે. તંત્રના જણાવ્યા અનુસાર, હજુ પણ વિસ્તારમાં કેટલાક ગેરકાયદે બાંધકામો બાકી છે, જેમને તોડવાની પ્રક્રિયા આગામી દિવસોમાં સતત ચાલુ રાખવામાં આવશે. આ કામગીરીને પગલે સ્થાનિકોમાં ક્યાંક રોષ તો ક્યાંક ફફડાટ જોવા મળ્યો હતો, પરંતુ શહેરના સુયોજિત વિકાસ માટે દબાણ મુક્તિ અનિવાર્ય હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. આ પણ વાંચો : Rajkot માં મોહન ભાગવતનું મોટું નિવેદન, "સંઘ ભાજપને કંટ્રોલ નથી કરતું, અમે વોટ બેંકની રાજનીતિથી દૂર"

Read Full Story arrow_forward
Surat : કેડિયા ટાપુ પર ગેરકાયદેસર ઝીંગા તળાવ મામલે તપાસનો ધમધમાટ, ટાપુ પર 100થી વધુ ગેરકાયદે ઝીંગા તળાવની ફરિયાદ
calendar_today January 21, 2026

Surat : કેડિયા ટાપુ પર ગેરકાયદેસર ઝીંગા તળાવ મામલે તપાસનો ધમધમાટ, ટાપુ પર 100થી વધુ ગેરકાયદે ઝીંગા તળાવની ફરિયાદ

સુરત જિલ્લામાં કેડિયા ટાપુમાં ગેરકાયદેસર ઝીંગા તળાવની ફરિયાદો સામે સુરત જિલ્લા કલેકટર દ્વારા તાકીદના પગલાં લેવામાં આવ્યા છે.ઝીંગા તળાવના ગેરકાયદેસર ધંધામાં કાર્યવાહીના આદેશ કલેક્ટર દ્વારા અગાઉ શહેરમાં ડીઝલ ચોરીના કિસ્સા બાદ હવે ઝીંગા તળાવના ગેરકાયદેસર ધંધામાં કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. કલેકટરે મજુરા મામલતદારને તપાસ સોંપી કલેકટરે મજુરા મામલતદારને તપાસ સોંપી, રિપોર્ટ માંગ્યો છે.  100 થી વધુ ગેરકાયદેસર ઝીંગા તળાવ કાર્યરત હોવાનું સામે આવ્યું ટાપુ પર આશરે 100 થી વધુ ગેરકાયદેસર ઝીંગા તળાવ કાર્યરત હોવાનું સામે આવ્યું છે. તપાસને વધુ સક્ષમ બનાવવા માટે ડ્રોન મારફતે સર્વે પણ હાથ ધરવામાં આવી રહ્યો છે.  ઝીંગા માફિયામાં ફફડાટ મચી ગયો જિલ્લા કલેકટર દ્વારા કાર્યવાહી શરૂ થતા ઝીંગા માફિયામાં ફફડાટ મચી ગયો છે. સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા ટાપુ પરનું સર્વેક્ષણ અને નિયંત્રણ તાકીદથી કરવામાં આવી રહ્યું છે, જેથી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવી શકાય. આ પણ વાંચો-----  Surendranagar: જમીન કૌભાંડમાં તપાસનો ધમધમાટ તેજ, ED દ્વારા તત્કાલીન કલેકટરના PA, કલાર્ક અને વકીલને તેડું

Read Full Story arrow_forward
Ahmedabad News : અમદાવાદના જુહાપુરાનો "ડોન" અઝહર કિટલી સામે વેજલપુર પોલીસમાં નોંધાયા છે 20 ગંભીર ગુના, જાણો કેવી રીતે પોલીસે પાર પાડયું ઓપરેશન
calendar_today January 21, 2026

Ahmedabad News : અમદાવાદના જુહાપુરાનો "ડોન" અઝહર કિટલી સામે વેજલપુર પોલીસમાં નોંધાયા છે 20 ગંભીર ગુના, જાણો કેવી રીતે પોલીસે પાર પાડયું ઓપરેશન

અમદાવાદના જુહાપુરાની કુખ્યાત “કિટલી ગેંગ” ના મુખ્ય સુત્રધાર અઝહર કિટલી વિરુધ્ધમાં વેજલપુર પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૮૨૧૦૬૪૧/૨૦૨૧ ધી ઇપીકો કલમ ૩૮૭,૩૨૩,૨૯૪(ખ), ૫૦૬(૨),૧૧૪,૧૨૦(બી) તથા જી પી એક્ટ ૧૩૫(૧) તથા ગુજસીટોક ૩(૧)(II),૩(૨),૩(૪),૩(૫),૪ મુજબ ના ગુનાના કામે અટક થયેલ અને નામ. ગુજરાત હાઇકોર્ટ નાઓના હુકમથી શરતી જામીન પર છુટેલ અને જે હુકમનો ભંગ કરતા નામ. ગુજસીટોક સ્પે. અદાલત દ્વારા જામીન રદ કરતા ધરપકડ ટાળવા સારૂ આરોપી ખુબ જ ચાલાક તથા શાતિર હોઈ, ગંભીર પ્રકારના ગુના સબંધે છેલ્લા 15 મહિનાથી નાસતો ફરતો હતો. અઝહર કિટલી ગંભીર ગુનાઓ સાથે સંકળાયેલો છે આરોપીની સત્વરે પકડી પાડવા પોલીસ કમિશનર અમદાવાદ શહેર તથા સંયુકત પોલીસ કમિશનર સેકટર-01ની સુચનાથી તથા નાયબ પોલીસ કમિશનર ઝોન-૭ શિવમ વર્માના સતત અને સીધા માર્ગદર્શન હેઠળ ઝોન-૦૭ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર વાય.પી.જાડેજા તથા સ્ટાફના માણસો તેમજ વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ.ચૌહાણ તથા ઝોન-૭ પોલીસ સ્ટાફના માણસો સાથે એક સંયુક્ત ટીમની રચના કરી ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન સોર્સનો ઉપયોગ કરતા આરોપી બાબતે અ.હેડ.કોન્સ. રવિરાજસિંહ મહિપતસિંહ તથા પો.કોન્સ.નાગરાજભાઇ અમકુભાઇ નાઓએ ચોક્કસ બાતમી હકિકત મેળવી જે હકીકત આધારે તમામ બાબતોનો ઝીણવટભરી રીતે અભ્યાસ કરી ચોક્કસ રણનીતી ઘડી આયોજનપૂર્વક ટીમવર્ક થી જુહાપુરાની કુખ્યાત "કિટલી ગેંગ” ના મુખ્ય સુત્રધાર અઝહર કિટલીને પકડી પાડવામાં સફળતા મેળવેલ છે. આરોપી કઈ રીતે ગુનાને અંજામ આપતો આરોપી છેલ્લા ઘણા સમયથી ગુનાહિત કૃત્યો કરવાના ઇરાદા સાથે ખંડણી, લુંટ, ખુનની કોશીશ. ગુનાહિત ઇરાદે ગ્રુહ અપપ્રવેશ કરવો. ધમકી આપવી, મૃત્યુના ભયમાં મુકી ળજબરીથી જમીન મકાન પચાવી પાડવા, તેમજ ગેરકાયદેસર હથીયાર રાખી, પોતાનો બદ ઇરાદો પાર પાડવા સંગઠીત ટોળકી બનાવી ગુનાહિત ધમકીથી આમ નાગરીકને ડરાવી ધમકાવી જુદા જુદા અનેક પ્રકારના શરીર સબંધી તથા ગુજસીટોક જેવા ગંભીર પ્રકારના ગુના આચરવાની ટેવ વાળો છે. પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ:- (૧) વેજલપુર ૬ ગુ ૨ નં ૫૭/૧૩ ઇપીકો કલમ ૩૨૪,૪૨૭ તથા જી પી એક્ટ ૧૩૫(૧) મુજબ (૨) વેજલપુર ૬ ગુ ર નં ૨૪૮/૧૩ ઇપીકો કલમ ૨૭૯,૩૩૭,૩૨૩,૨૯૪(ખ), ૫૦૬(૧), ૧૧૪ તથા એમ વી એક્ટ ૧૭૭,૧૮૪ મુજબ (૩) વેજલપુર ૬ ગુ ર નં ૧૭/૧૪ ઇપીકો કલમ ૩૨૪,૩૨૩,૨૯૪(ખ),૫૦૬(૧),૧૧૪ તથા જી પી એક્ટ ૧૩૫ મુજબ (૪) વેજલપુર ફ ગુ ૨ નં ૧૦/૧૫ ઇપીકો કલમ ૩૯૪,૨૯૪(ખ),૫૦૬(૧), ૧૧૪ તથા જી પી એક્ટ ૧૩૫(૧)મુજબ (૫) વેજલપુર ફ ગુ ર નં ૬૦/૧૬ ઇપીકો કલમ ૩૦૭,૩૨૪,૩૨૩,૨૯૪(ખ) તથા જી પી એક્ટ ૧૩૫(૧) મુજબ (૬) વેજલપુર સે.ગુ ર નં ૩૧૪૧/૦૯ ઇપીકો કલમ ૩૨૪,૨૯૪(ખ), ૧૧૪ (૭) વેજલપુર સે.ગુ ર નં ૩૦૨૧/૧૪ ઇપીકો કલમ,૨૯૪(ખ),૫૦૬(૧), ૧૧૪ તથા જી પી એક્ટ ૧૩૫(૧)મુજબ (૮) વેજલપુર સે.ગુ ૨ નં ૩૦૫૭/૧૬ ઇપીકો કલમ ૨૯૪(ખ),૫૦૬(૧),૧૧૪ (૯) સેટેલાઇટ સે.ગુ ર નં ૩૦૫૭/૧૬ ઇપીકો કલમ આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧) તથા ધી જી પી એક્ટ ૧૩૫ મુજબ (૧૦) અસલાલી ફ ગુ ર નં ૪૪૬/૧૪ ઇપીકો કલમ ૩૨૩,૫૦૬(૧), ૧૧૪ (૧૧) વેજલપુર ફ ગુ ર નં ૧૫/૧૭ ઇપીકો કલમ ૩૦૭,૫૦૬(૧),૨૯૪(ખ), ૧૧૪ આર્મ્સ એક્ટ ૨૫(૧)(એ)(એ), ૨૭બી તથા જી પી એક્ટ ૧૩૫(૧) (૧૨) વેજલપુર ફ.ગુ.ર.નં.૯૯/૧૭ ઇપીકો કલમ ૪૫૨,૩૨૩,૫૦૬(૧),૪૨૭,૧૧૪ બી.પી.એકટ ૧૩૫(૧) મુજબ (૧૩) વેજલપુર ફ.ગુ.ર.નં ૨૧૮/૧૭ ઇપીકો ક્લમ ૩૦૭,૩૨૩,૩૨૪,૩૨૫,૪૦૩,૩૪ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ (૧૪) વેજલપુર ફ.ગુ.ર.નં ૧૬૦/૧૮ ઇપીકો કલમ ૩૦૭,૨૯૪(ખ),૫૦૬(૨) તથા આર્મ્સ એક્ટ ૨૫(૧)બી, ૨૭(૨) મુજબ (૧૫) વેજલપુર સે.ગુ.૨.નં ૩૧૩૭/૧૯ ઇપીકો કલમ ૨૯૪(ખ),૫૦૬(૨), ૧૧૪ મુજબ (૧૬) વેજલપુર ફ.ગુ.૨ નં ૨૧૦/૧૮ ઇપીકો કલમ ૩૨૪,૪૨૭,૪૦૩,૨૯૪(ખ), ૧૧૪ તથા જી.પી એક્ટ ૧૩૫(૧) મુજબ (૧૭) વેજલપુર ફ.ગુ.રજી. નં ૯૯/૧૮ ઇપીકો કલમ ૪૫૨,૩૨૩,૨૯૪(ખ),૫૦૬(૨),૪૨૭,૧૧૪, તથા જીપી એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ (૧૮) વેજલપુર પાર્ટ એ/૧૫૩૨/૨૦૨૦ ઇપીકો ૩૨૫,૩૨૩,૨૯૪(ખ),૫૦૬(૧),૧૧૪ તથા જીપી એક્ટ- ૧૩૫(૧) મુજબ (૧૯) વેજલપુર પાર્ટ એ/૧૦૬૪૧/૨૦૨૧ ઇપીકો કલમ ૩૮૭,૩૨૩,૨૯૪(ખ),૫૦૬(૧), ૧૨૦(બી) તથા જીપી એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ (૨૦) વેજલપુર પાર્ટ બી- ૧૭૬૬/૨૦૨૦ ગુજરાત કંટ્રોલ ટેરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ કલમ (G.C.T.O.A) એક્ટ -૨૦૧૫ ની કલમ-૩(૧) ની પેટા (૧) તથા કલમ-૩(૧) ની પેટા (૨) તથા કલમ-૩ તથા કલમ-૩(૩) તથા કલમ-૩(૪) તથા કલમ-૩(૫) મુજબ (૨૧) વેજલપુર પાર્ટ બી- ૨૪૦૩૯૭/૨૪ જી.પી.એક્ટ ૧૩૫(૧) મુજબ પકડાયેલ આરોપીની વિગત 01-અઝરૂદ્દીન ઉર્ફે કીટલી ઇસ્માઇલભાઇ શેખ રહે હાલ – મહેલજ ચોકડી પાસે આવેલ ફાર્મ હાઉસમાં, ગરમાળા ત્રાજ રોડ, ગામ ગરમાળા તા.માતર જી. ખેડા 02-મકાન નં.-૩૪, અલમુકામ સોસાયટી દેગામ સર્કલ પાસે ભરૂચ મુળ રહે. - મ.નં.- ૧, અલ નીયાજ સોસાયટી લવલી પાર્ક બરફની ફેક્ટરી પાસે વિશાલા સર્કલ પાસે, જુહાપુરા વેજલપુર અમદાવાદ શહેર આ પણ વાંચો : Anand News : આણંદમાં પ્રેમજાળમાં ફસાવી કિશોરી સાથે દુષ્કર્મ આચરનાર ઝડપાયો, વીડિયો બનાવી આપતો હતો ધમકી

Read Full Story arrow_forward