android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : કરોડોના બિટકોઇન હેરાફેરી કેસમાં EDની મોટી કાર્યવાહી, શૈલેષ ભટ્ટનો ભત્રીજો નિકુંજ ભટ્ટ અને નલિન કોટડીયાના સબંધી સંજય કોટડીયા ઝડપાયા
calendar_today January 20, 2026

Ahmedabad : કરોડોના બિટકોઇન હેરાફેરી કેસમાં EDની મોટી કાર્યવાહી, શૈલેષ ભટ્ટનો ભત્રીજો નિકુંજ ભટ્ટ અને નલિન કોટડીયાના સબંધી સંજય કોટડીયા ઝડપાયા

ચર્ચિત બિટકોઇન અને ક્રિપ્ટો કરન્સી હેરાફેરી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. EDએ આ કેસમાં મુખ્ય આરોપી શૈલેષ ભટ્ટ અને નલિન કોટડીયાના પરિજનોની ધરપકડ કરી છે.નિકુંજ ભટ્ટ તેમજ સંજય કોટડીયાની ધરપકડ મળતી માહિતી મુજબ, રૂ. 240 કરોડથી વધુના બિટકોઇન અને ક્રિપ્ટો કરન્સીની ગેરકાયદે હેરફેર મામલે EDએ શૈલેષ ભટ્ટના ભત્રીજા નિકુંજ ભટ્ટ તેમજ નલિન કોટડીયાના સબંધી સંજય કોટડીયાની ધરપકડ કરી છે. EDએ વિશેષ કોર્ટમાં 10 દિવસના રિમાન્ડની માંગ કરી ED દ્વારા બંને આરોપીઓ સામે બિટકોઇન અને ક્રિપ્ટો કરન્સી સંબંધિત ગેરકાયદે લેવડદેવડ અને નાણાકીય હેરાફેરી અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસને વધુ વિસ્તૃત કરવા માટે EDએ વિશેષ કોર્ટમાં 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. વિશેષ કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા આ મામલે EDની વિશેષ કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન ડિજિટલ વૉલેટ, ટ્રાન્ઝેક્શન રેકોર્ડ, ક્રિપ્ટો એક્સચેન્જ સાથેના સંબંધો તેમજ અન્ય સંડોવાયેલા લોકો અંગે પૂછપરછ કરવામાં આવશે. કૌભાંડ રાજ્યભરમાં લાંબા સમયથી ચર્ચામાં ઉલ્લેખનીય છે કે આ બિટકોઇન કૌભાંડ રાજ્યભરમાં લાંબા સમયથી ચર્ચામાં છે અને તેમાં મોટા પ્રમાણમાં નાણાંની હેરફેર થવાનો આક્ષેપ છે. EDની આ કાર્યવાહી બાદ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પણ વાંચો-----   Ahmedabadમાં વધુ એક મેગા ડિમોલિશન, વટવાનું વાનર વટ તળાવ ખાલી કરાશે, 500થી વધુ કાચા પાકા બાંધકામને તોડી પડાશે

Read Full Story arrow_forward
Surat : ખંડણી કેસમાં આપનેતા શ્રવણ જોશી અને સંપત ચૌધરીને જેલમાંથી છૂટતાની સાથે જ પાસા લગાવી જેલભેગા કર્યા
calendar_today January 20, 2026

Surat : ખંડણી કેસમાં આપનેતા શ્રવણ જોશી અને સંપત ચૌધરીને જેલમાંથી છૂટતાની સાથે જ પાસા લગાવી જેલભેગા કર્યા

સુરતમાં ખંડણી ઉઘરાવવાના કેસમાં આમ આદમી પાર્ટીના મહામંત્રી શ્રવણ જોશી અને તેમના સાથીદાર સંપત ચૌધરી પર પોલીસે પાસા લગાવીને જેલભેગા કર્યા છે. આ કાર્યવાહીને પગલે સુરતના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ જાગી છે.દુકાનદારને ધમકાવીને ખંડણીની કરી હતી માંગણી શ્રવણ જોશી પર આરોપ છે કે તેમણે સુરતના એક રેશનિંગ (સસ્તા અનાજ) ના દુકાનદારને ધમકાવીને ખંડણીની માંગણી કરી હતી. આ કેસમાં શ્રવણ જોશી વતી સંપત ચૌધરી ખંડણીના નાણાં લેવા ગયો હતો અને ત્યાં પકડાઈ ગયો હતો. બંને સામે ગુનો નોંધાયા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ સુરતની લાજપોર જેલમાં બંધ હતા. જેલમાંથી છૂટતા જ ફરી અટકાયત જ્યારે શ્રવણ જોશીના જામીન મંજૂર થયા અને તેઓ લાજપોર જેલમાંથી મુક્ત થવાના હતા, ત્યારે જ સુરત પોલીસ કમિશનરના આદેશથી તેમના પર પાસાનું વોરંટ બજાવવામાં આવ્યું હતું. જેલના દરવાજેથી જ પોલીસ બંને આરોપીઓને ફરી અટકાયતમાં લઈને અન્ય જેલમાં મોકલી આપ્યા છે. કાયદાકીય કડક વલણ સુરત પોલીસે સંદેશ આપ્યો છે કે રેશનિંગ દુકાનદારો કે સામાન્ય વેપારીઓને ડરાવી-ધમકાવી ખંડણી માંગનારા તત્વો સામે કોઈ પણ પ્રકારની નરમાશ રાખવામાં આવશે નહીં, પછી ભલે તે કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોય. અગાઉ પણ શ્રવણ જોશી વિવાદોમાં રહ્યા છે, પરંતુ આ વખતે પાસાની કાર્યવાહીથી તેમની મુશ્કેલીઓ અનેકગણી વધી ગઈ છે.આ પણ વાંચોઃ National School Controversy: વિદ્યાર્થીઓના રક્ષણ માટે ABVP આક્રમક મૂડમાં, બાઉન્સર અને CCTVની કરી માંગ

Read Full Story arrow_forward
Vadodara: સરસિયા તળાવ પર તંત્રનું મેગા ડિમોલિશન,30 વર્ષ જૂના દબાણો પર ફરી વળ્યું પાલિકાનું બુલડોઝર
calendar_today January 20, 2026

Vadodara: સરસિયા તળાવ પર તંત્રનું મેગા ડિમોલિશન,30 વર્ષ જૂના દબાણો પર ફરી વળ્યું પાલિકાનું બુલડોઝર

વડોદરાના સરસિયા તળાવ અને મગર સ્વામી આશ્રમ પાસેના સરકારી બિન-નંબરી સર્વે વિસ્તારમાં જિલ્લા કલેક્ટરની સૂચનાથી આજે વહેલી સવારથી જંગી ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. સીટી પ્રાંત અધિકારી બી. એસ. સાંબળ અને સંયુક્ત પોલીસ કમિશનર ડો.લીના પાટીલની સીધી દેખરેખ હેઠળ આ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. 1995થી ચાલતો વિવાદ ઉકેલાયો પ્રાંત અધિકારી બી. એસ. સાંબળના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં દબાણ હટાવવાની પ્રક્રિયા વર્ષ 1995થી પેન્ડિંગ હતી. આશરે 38 થી 40 જેટલા કોમર્શિયલ યુનિટોએ સરકારી જમીન પર કબ્જો જમાવ્યો હતો. આજે પાલિકાની દબાણ શાખાની ટીમે બફર ઝોનમાં આવેલા કાચા-પાકા શેડ અને ઝૂંપડાં સહિત 50% થી વધુ કોમર્શિયલ દબાણો દૂર કરી દીધા છે. ચુસ્ત પોલીસ છાવણીમાં ડિમોલિશન દબાણ હટાવવા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા અભેદ્ય કિલ્લેબંધી કરવામાં આવી હતી. જોઈન્ટ સીપી ડો. લીના પાટીલના નેતૃત્વમાં 2 ડીસીપી અને 5 એસીપી તૈનાત રહ્યા. વિવિધ પોલીસ સ્ટેશનના પી.આઈ અને પોલીસ જવાનોનો કાફલો હાજર રહ્યો. વધારાની સુરક્ષા માટે એસઆરપીની ટુકડીઓ પણ ઉતારવામાં આવી હતી. રેવન્યુ વિભાગ અને કોર્પોરેશનની સંયુક્ત કામગીરી રેવન્યુ વિભાગ અને કોર્પોરેશનની સંયુક્ત કામગીરીથી વર્ષો જૂના આ દબાણો દૂર થતા હવે સરકારી જમીનનો માર્ગ મોકળો થયો છે. તંત્ર દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે સરકારી મિલકત પરના કોઈ પણ ગેરકાયદેસર બાંધકામને ચલાવી લેવામાં આવશે નહીં. આ પણ વાંચોઃ Surat : ખંડણી કેસમાં આપનેતા શ્રવણ જોશી અને સંપત ચૌધરી પર જેલમાંથી છૂટતાની સાથે જ પાસા લગાવી જેલભેગા કર્યા

Read Full Story arrow_forward