android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
જ્યારે PM મોદીએ ભરી સભામાં ધંધુકાને કર્યુ યાદ, જુઓ Video
calendar_today January 20, 2026

જ્યારે PM મોદીએ ભરી સભામાં ધંધુકાને કર્યુ યાદ, જુઓ Video

બીજેપીના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નબીનની પસંદગી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીમાં નવીન પ્રકરણ શરૂ થઈ ગયું છે. ભાજપના કાર્યકારી પ્રમુખ નીતિન નવીન ઔપચારિક રીતે પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો છે.નીતિન નબીનને ખૂબ શુભકામનાઓ નીતિન નબીન બીજેપીના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે. આ પ્રસંગે પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે નીતિન નબીનને ખૂબ શુભકામનાઓ. પીએમ મોદીએ કહ્યું કે જેપી નડ્ડાના નેતૃત્વમાં ભાજપે ખૂબ જ સારુ પ્રદર્શન કર્યું. એનડીએની સરકાર બની. પૂર્વ તમામ અધ્યક્ષો અને તેમના યોગદાન માટે દેશના કાર્યકર્તાઓ તરફથી ખૂબ અભિનંદન પાઠવું છું.આજના આ સૌથી મોટા કાર્યક્રમોમાં આટલી ભીડ આટલી મોટી સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ધંધુકાને એક કહેવત જણાવીને યાદ કર્યું.બેટી કો બંદુકે દો લેકિન ધંધુકે મત દો...ગુજરાતમાં જ્યારે સામાજિક કાર્યકરત તરીકે કામ કરતો ત્યારે ધંધુકા જતો.ત્યાંના લોકો કહેતા હતા કે તમે અહિંયા રાત્રિમાં ન રોકાવ, સવારે 10 વાગ્યા બાદ આવો. કારણ કે અમે આપને સ્નાન કરવા માટે પાણી નહીં આપી શકીએ. પીએમ મોદીએ ધંધુકા વાળી એક કહેવત કહી કે બેટી કો બંદુકે દો લેકિન ધંધુકે મત દો...... આ પણ વાંચોઃNational School Controversy: વિદ્યાર્થીઓના રક્ષણ માટે ABVP આક્રમક મૂડમાં, બાઉન્સર અને CCTVની કરી માંગ

Read Full Story arrow_forward
Anand LCB ની મોટી સફળતા, 19 વર્ષથી પોલીસને થાપ આપતા ધાડના બે રીઢા ગુનેગારો ઝડપાયા
calendar_today January 20, 2026

Anand LCB ની મોટી સફળતા, 19 વર્ષથી પોલીસને થાપ આપતા ધાડના બે રીઢા ગુનેગારો ઝડપાયા

આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ 19 વર્ષથી નાસતા-ફરતા બે રીઢા ગુનેગારોને ઝડપી પાડીને વર્ષ 2007ના ધાડના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આણંદની ચિખોદરા ચોકડી પાસેથી બાતમીના આધારે LCBની ટીમે જાળ બિછાવીને જાંબુઆના રહેવાસી દિનેશ ઉર્ફે દિનુ શેતાન અને બદીયા કાળા નિનામાને ઝડપી પાડ્યા હતા. આ બંને આરોપીઓ વર્ષ 2007માં વઘાસી ખાતે આવેલા પ્રસિદ્ધ ભૂતનાથ મહાદેવ મંદિરમાં થયેલી હિંસક ધાડની ઘટનામાં સામેલ હતા. ગુનો આચર્યા બાદ આ શખ્સો ધરપકડથી બચવા માટે છેલ્લા 19 વર્ષથી પોલીસને થાપ આપીને નાસતા-ફરતા હતા.ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આ બંને આરોપીઓ મૂળ જાંબુઆના વતની છે અને લાંબા સમયથી પોતાની ઓળખ છુપાવીને અલગ-અલગ વિસ્તારોમાં આશરો લઈ રહ્યા હતા. LCB એ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી તેમને ચિખોદરા ચોકડી પાસેથી દબોચી લીધા હતા. આરોપીઓની પ્રાથમિક પૂછપરછ બાદ તેમને વધુ કાયદેસરની કાર્યવાહી માટે આણંદ રૂરલ પોલીસના હવાલે કરવામાં આવ્યા છે. 19 વર્ષ જૂના ગંભીર ગુનાના આરોપીઓ પકડાતા પોલીસ તંત્રે રાહતનો શ્વાસ લીધો છે અને હવે આ ગુનામાં સામેલ અન્ય કોઈ કડીઓ છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં બેવડી ઋતુનો માર, સવારે ગુલાબી ઠંડી અને બપોરે ગરમીનો થશે અનુભવ

Read Full Story arrow_forward
Surat: સુધરવાના બદલે વારંવાર ગુના કરવાની ટેવ ધરાવતા આરોપી યુસુફ પઠાણની પોલીસે શાન ઠેકાણે લાવી, પોલીસ સમક્ષ કરગરતો રહ્યો
calendar_today January 20, 2026

Surat: સુધરવાના બદલે વારંવાર ગુના કરવાની ટેવ ધરાવતા આરોપી યુસુફ પઠાણની પોલીસે શાન ઠેકાણે લાવી, પોલીસ સમક્ષ કરગરતો રહ્યો

સુરત શહેરના લિંબાયત પોલીસે પકડાયેલા કમલેશ તિવારી મર્ડર કેસના આરોપી યુસુફ પઠાણની પોલીસે રીકન્સ્ટ્રક્શન કરી શાન ઠેકાણે લાવી છે તે ઉપરાંત પોલીસે આરોપી પાસેથી બંને હાથ જોડી માફી પણ મંગાવી છે. વર્ષ 2019માં લખનઉમાં આરોપીએ હિન્દુવાદી નેતા કમલેશ તિવારી હત્યા કરી હતી જે બાદ જમીન ઉપર બહાર આવી સુધારવાને બદલે ગુના કરવાનું શરૂ કર્યું હતું.બળજબરીથી 7 લાખ રૂપિયાની ક્રેટા કાર પડાવી સુરત શહેરના લિંબાયત પોલીસે પકડાયેલા કમલેશ તિવારી મર્ડર કેસના આરોપી યુસુફ પઠાણની પોલીસે રીકન્સ્ટ્રક્શન કરી શાન ઠેકાણે લાવી છે. તેણે લિંબાયત વિસ્તારમાં રહેતા તેના જ મિત્ર મોહંમદ ઇકબાલ પાસેથી બળજબરીથી 7 લાખ રૂપિયાની ક્રેટા કાર પડાવી લીધી હતી. ખંડણી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો ફરિયાદી ઇકબાલ વેલ્ડિંગનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને તેણે ધંધાના કામ માટે લોન પર કાર ખરીદી હતી. જૂન, 2025માં યુસુફે ઇકબાલને ચપ્પુ બતાવી, જાનથી મારી નાખવાની ધમકી આપીને તેની કાર અને ત્યારબાદ તેની આરસી બુક પણ પડાવી લીધી હતી. આશ્ચર્યની વાત એ છે કે કારના હપ્તા હજુ પણ ફરિયાદી ભરી રહ્યો છે, જ્યારે કુખ્યાત યુસુફ તે કારમાં બિન્દાસ ફરી રહ્યો હતો. જે મામલે ફરિયાદીએ આરોપી વિરુદ્ધ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ખંડણી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો નોંધ્યો હતો.  લુણાવાડા પોલીસ સ્ટેશનમાં પણ 550 કરોડનો ફ્રોડનો ગુનો જે ફરિયાદના આધારે પોલીસે યુસુફને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં આરોપી યુસુફ વિરુદ્ધ લુણાવાડા પોલીસ સ્ટેશનમાં પણ 550 કરોડનો ફ્રોડનો ગુનો દાખલ થયો છે. જે કેસમાં આરોપી નાસતોફરતો હતો. તથા વર્ષ 2019માં લખનઉમાં આરોપીએ હિન્દુવાદી નેતા કમલેશ તિવારી હત્યા કરી હતી. જેમાં તેની ગુજરાત ATS પોલીસે ધરપકડ કરી હતી. જે બાદ જમીન ઉપર બહાર આવી સુધારવાને બદલે ગુના કરવાનું શરૂ કર્યું હતું. તેના તાર સાયબર ક્રાઈમ સાથે પણ જોડાયેલા યુસુફ પઠાણ માત્ર રસ્તા પરની ગુંડાગર્દી પૂરતો મર્યાદિત નથી, પરંતુ હવે તેના તાર સાયબર ક્રાઈમ સાથે પણ જોડાયેલા નેટવર્ક પણ સામે આવ્યા છે. પોલીસ તપાસમાં આ કેસમાં આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડના તાર મળ્યા છે. આરોપી યુસુફ ખાન અને તેના સાથી ઇરફાન ઉર્ફે મોનુ સિદ્દીકીની પણ લિંબાયત પોલીસે ધરપકડ કરી હતી. જેમાં બંને આરોપીઓ તેઓ મહીસાગર જિલ્લાના લુણાવાડામાં નોંધાયેલા આશરે સાડા પાંચ કરોડ રૂપિયાના મસમોટા સાયબર ફ્રોડમાં સંડોવાયેલા છે. આ કૌભાંડમાં સંતરામપુરના 'સર્વોદય એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ'નો મુખ્ય રોલ સામે આવ્યો છે આ ટોળકીની મોડસ ઓપરેન્ડી અત્યંત વ્યવસ્થિત હતી ટ્રસ્ટના પ્રમુખ અને કોલેજ પ્રોફેસર ઇશાકભાઈએ સાયબર ફ્રોડના કાળા નાણાંને વ્હાઇટ કરવા માટે યુસુફ પઠાણ અને અમર જરીવાલા નામના શખ્સોનો સંપર્ક કર્યો હતો. આ ટોળકીની મોડસ ઓપરેન્ડી અત્યંત વ્યવસ્થિત હતી. ભારતભરના વિવિધ રાજ્યોમાંથી સાયબર ફ્રોડ દ્વારા લૂંટવામાં આવેલા પૈસા સર્વોદય ટ્રસ્ટના બેંક ખાતાઓમાં જમા કરાવવામાં આવતા હતા. ટ્રસ્ટના પ્રમુખ ઇશાકભાઈ આ નાણાં મેળવવા માટે 25% જેટલું માતબર કમિશન લેતા હતા. આ કૌભાંડમાં અમર જરીવાલાની ભૂમિકા ટ્રસ્ટના ખાતામાં આવેલા નાણાંને અન્યત્ર ટ્રાન્સફર કરી કાયદેસર બતાવવાની હતી. યુસુફ પઠાણની પોલીસે રીકન્સ્ટ્રક્શન કરી શાન ઠેકાણે લાવી પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ નેટવર્ક માત્ર ગુજરાત પૂરતું સીમિત નથી, પરંતુ તેના છેડા છેક દુબઈ સુધી જોડાયેલા છેકે કેમ તે મામલે હાલ લુણાવાડા પોલીસે આરોપી ઇરફાન ઉર્ફે મોનુ સિદ્દીકીનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથધરી છે. ત્યારે બીજીબાજુ આજરોજ લિંબાયત પોલીસે પકડાયેલા આરોપી યુસુફ પઠાણની પોલીસે રીકન્સ્ટ્રક્શન કરી શાન ઠેકાણે લાવી છે. આ પણ વાંચો----   Ahmedabadમાં વધુ એક મેગા ડિમોલિશન, વટવાનું વાનર વટ તળાવ ખાલી કરાશે, 500થી વધુ કાચા પાકા બાંધકામને તોડી પડાશે

Read Full Story arrow_forward