android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: સાયબર ક્રાઇમની મોટી કાર્યવાહી, 212.87 કરોડના સાયબર ફ્રોડ કેસમાં 4ની ધરપકડ
calendar_today January 20, 2026

Surat: સાયબર ક્રાઇમની મોટી કાર્યવાહી, 212.87 કરોડના સાયબર ફ્રોડ કેસમાં 4ની ધરપકડ

સુરતના અમરોલી વિસ્તારમાં નોંધાયેલા કરોડો રૂપિયાના સાયબર કૌભાંડમાં તપાસનો ધમધમાટ તેજ થયો છે. સુરત પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સઘન તપાસના આધારે આ કૌભાંડમાં સામેલ વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ ટોળકી સાયબર માફિયાઓને આર્થિક ગુના કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડતી હોવાનું સામે આવ્યું છે. કેવી રીતે ચાલતું હતું નેટવર્ક? પકડાયેલા આરોપીઓ સામાન્ય લોકો કે શ્રમિકોના દસ્તાવેજોનો ઉપયોગ કરી વિવિધ બેંકોમાં ખાતા ખોલાવતા હતા. આ બેંક ખાતાઓ અને પર્સનલ ડોક્યુમેન્ટ્સ સાયબર માફિયાઓને ભાડે આપવામાં આવતા હતા. તપાસમાં ચોંકાવનારી વિગત બહાર આવી છે કે, આરોપીઓ એક બેંક ખાતાના ઉપયોગ બદલ ₹30,000 થી ₹50,000 સુધીની રકમ વસૂલતા હતા. આ ખાતાઓનો ઉપયોગ વિદેશથી ઓપરેટ થતા સાયબર ક્રિમિનલ્સ નાણાંની હેરાફેરી માટે કરતા હતા. મુખ્ય સૂત્રધારની ભૂમિકા આ સમગ્ર કૌભાંડનો આંકડો ₹212.87 કરોડ જેવો વિશાળ છે. પોલીસના જણાવ્યા મુજબ, આ આખા રેકેટનો મુખ્ય સૂત્રધાર પ્રવીણ રાદડિયા છે, જેની સૂચના મુજબ આ નેટવર્ક કાર્યરત હતું. અગાઉ પણ આ કેસમાં અનેક ધરપકડ થઈ ચૂકી છે, અને હવે આ નવા 4 આરોપીઓની પૂછપરછમાં વધુ નામો અને આંતરરાષ્ટ્રીય કનેક્શન ખૂલવાની શક્યતા છે. પોલીસ દ્વારા લોકોને અપીલ કરાઇ સુરત પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે લાલચમાં આવીને પોતાના બેંક ખાતા કે આધાર-પાન કાર્ડ જેવા દસ્તાવેજો અજાણ્યા વ્યક્તિને આપવા નહીં. તમારા નામે ખુલતું ખાતું દેશ વિરોધી પ્રવૃત્તિ કે કરોડોના ફ્રોડમાં વપરાઈ શકે છે, જેના માટે ખાતાધારક પણ કાયદેસરની મુશ્કેલીમાં મુકાઈ શકે છે.આ પણ વાંચોઃ Vadodara: સરસિયા તળાવ પર તંત્રનું મેગા ડિમોલિશન,30 વર્ષ જૂના દબાણો પર ફરી વળ્યું પાલિકાનું બુલડોઝર

Read Full Story arrow_forward
Gir Somnath News : તાલાલા પંથકમાં ધરા ધ્રુજી, બપોરના સમયે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ
calendar_today January 20, 2026

Gir Somnath News : તાલાલા પંથકમાં ધરા ધ્રુજી, બપોરના સમયે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં આજે ફરી એકવાર ભૂકંપનો હળવો આંચકો અનુભવાતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. બપોરે બરાબર 1:25 વાગ્યે તાલાલા શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોની ધરા ધ્રુજી ઉઠી હતી. જોકે, આ આંચકો ખૂબ જ હળવો હતો, પરંતુ બપોરના શાંત સમયે અનુભવાયેલી ધ્રુજારીને કારણે અનેક લોકો સાવચેતીના ભાગરૂપે પોતાના ઘરો અને ઓફિસોની બહાર દોડી આવ્યા હતા. આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી, જે રાહતની વાત છે.ગીર સોમનાથમાં ભૂકંપ ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (ISR) ના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 1.8 નોંધાઈ છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ (એપી સેન્ટર) તાલાલાથી માત્ર 4 કિલોમીટર દૂર જમીનમાં નોંધાયું હતું. તાલાલા પંથક ભૂસ્તરશાસ્ત્રની દ્રષ્ટિએ સંવેદનશીલ હોવાથી અહીં અવારનવાર હળવા આંચકા આવતા રહે છે. તીવ્રતા ઓછી હોવાથી મોટા નુકસાનની સંભાવના નથી, તેમ છતાં વારંવાર આવતા નાના આંચકાઓને કારણે ગીર સોમનાથના આ વિસ્તારમાં રહેતા લોકોમાં એક પ્રકારનો ભય જોવા મળી રહ્યો છે. આ પણ વાંચો : Anand LCB ની મોટી સફળતા, 19 વર્ષથી પોલીસને થાપ આપતા ધાડના બે રીઢા ગુનેગારો ઝડપાયા

Read Full Story arrow_forward
Surendranagar જમીન કૌભાંડમાં ED નું મોટું એક્શન, કલેક્ટર કચેરીના વધુ બે કર્મચારીઓ જેલના સળિયા પાછળ
calendar_today January 20, 2026

Surendranagar જમીન કૌભાંડમાં ED નું મોટું એક્શન, કલેક્ટર કચેરીના વધુ બે કર્મચારીઓ જેલના સળિયા પાછળ

સુરેન્દ્રનગરના ચકચારી જમીન લાંચ અને ભ્રષ્ટાચારના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આજે વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. EDની ટીમે કલેક્ટર કચેરીના વધુ બે કર્મચારીઓ, ક્લાર્ક સંજય અને પટ્ટાવાળા નીતિનની ધરપકડ કરી છે. આ બંને કર્મચારીઓ મૂળ સુરેન્દ્રનગરના જ રહેવાસી છે. વહેલી સવારે ED દ્વારા તેમની અટકાયત કરી ઉંડી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, જેમાં સંતોષકારક જવાબ ન મળતા અને પુરાવાઓના આધારે તેમની સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહીથી કલેક્ટર કચેરીના અન્ય કર્મચારીઓ અને અધિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.કલેક્ટર કચેરીમાં ED ના ધામા મળતી વિગતો મુજબ, જમીનના ટાઈટલ ક્લિયરન્સ અને અન્ય વહીવટી પ્રક્રિયાઓમાં મોટી રકમની લાંચ લેવામાં આ કર્મચારીઓની ભૂમિકા હોવાની શંકા સેવાઈ રહી છે. ED હવે આ બંને આરોપીઓને રિમાંડ માટે સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરશે, જેથી આ મોટા કૌભાંડના મૂળ સુધી પહોંચી શકાય. તપાસ સંસ્થા એ જાણવા માટે પ્રયત્ન કરી રહી છે કે આ લાંચના નાણાં ક્યાં અને કોના કહેવાથી ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ કેસમાં આગામી દિવસોમાં હજુ પણ કેટલાક મોટા માથાઓની ધરપકડ થવાની શક્યતા નકારી શકાતી નથી. આ પણ વાંચો : Banaskantha News : એકલવ્ય મોડલ સ્કૂલમાં 'સંદેશ ન્યૂઝ'નું રિયાલિટી ચેક, બાળકોને અપાતા ભોજનની પોલ ખુલી

Read Full Story arrow_forward