કચ્છના રાજીબેન બન્યા મહિલા આત્મનિર્ભરતાનું પ્રેરક ઉદાહરણ
રાજ્યમાં દીનદયાલ અંત્યોદય યોજના–રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM)નો અમલ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની-GLPC સંસ્થા દ્વારા કરવામાં આવે છે. જે અંતર્ગત યોજનાની શરૂઆતથી ડિસેમ્બર-૨૦૨૫ સુધીમાં અંદાજે ૨૮.૭૦ લાખ ગ્રામીણ પરિવારોમાંથી કુલ ૨.૮૯ લાખ સ્વ-સહાય જૂથો (SHGs)ની સ્થાપના કરવામાં આવી છે. આ સ્વ-સહાય જૂથોને GLPC દ્વારા રૂ. ૨૫૭.૯૨ કરોડ રિવોલ્વિંગ ફંડ અને રૂ. ૧,૧૭૫.૦૯ કરોડ કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ એમ કુલ રૂ. ૧,૪૩૩ કરોડ કરતાં વધુનું ફંડ આપવામાં આવ્યું છે. વધુમાં, આ સ્વ-સહાય જૂથોને રૂ. ૪,૦૫૦ કરોડ કરતાં વધુ કેશ ક્રેડિટ-લોન પણ વિતરણ કરવામાં આવી છે. રાજ્યની મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલા સશક્તીકરણના અભિગમ થકી અનેક પ્રયાસો કર્યા છે. જેના પરિણામે રાજ્યની મહિલાઓ આજે પુરૂષ સમોવડી બનીને સ્વરોજગારી મેળવી સામાજિક જીવનને વધુ ઉન્નત બનાવી રહી છે. રાજીબેન વણકરની આ યાત્રા એ જ સાબિત કરે છે કે, સંકલ્પ, શ્રમ અને યોગ્ય માર્ગદર્શનથી ગ્રામીણ મહિલાઓ આત્મનિર્ભર બનીને સમાજમાં નવી ઓળખ ઊભી કરી શકે છે. તેની સાથે પ્લાસ્ટિકમુક્ત, સ્વચ્છ અને ટકાઉ પર્યાવરણ તરફ આગળ વધવા માટે પ્રેરણા પણ આપી શકે છે.
Read Full Story arrow_forward