android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : ગુજસીટોકના કેસનો મુખ્ય વોન્ટેડ અઝહર કિટલી ઝડપાયો, આરોપી સ્થાનિકોને ડરાવીને ખંડણી માંગતો હતો
calendar_today January 20, 2026

Ahmedabad : ગુજસીટોકના કેસનો મુખ્ય વોન્ટેડ અઝહર કિટલી ઝડપાયો, આરોપી સ્થાનિકોને ડરાવીને ખંડણી માંગતો હતો

અમદાવાદ શહેરમાં ગુજસીટોક હેઠળ વોન્ટેડ રહેલા કુખ્યાત આરોપી અઝહર કિટલીને ઝોન–7 એલસીબી અને વેજલપુર પોલીસ ટીમે ઝડપી પાડ્યો છે. આરોપી છેલ્લા દોઢ વર્ષથી ફરાર હતો.જુહાપુરા–વેજલપુર વિસ્તારમાંથી આરોપીની ધરપકડ પોલીસને મળેલી બાતમીના આધારે જુહાપુરા–વેજલપુર વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ દરમિયાન આરોપી પાસેથી રૂ. 15 લાખથી વધુની રોકડ, બે મોબાઇલ ફોન, એક કાર તેમજ વિદેશી ચલણી નોટો કબ્જે કરવામાં આવી છે. અઝહર કિટલી સામે કુલ 21 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અઝહર કિટલી સામે કુલ 21 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે જેમાં ખંડણી, ગુજસીટોક તેમજ હત્યા પ્રયાસ જેવા ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે. અગાઉ નામદાર કોર્ટે આરોપીને શરતી જામીન આપ્યા હતા, પરંતુ ત્યારબાદ નવા ગુનાઓ નોંધાતા તેના જામીન રદ કરવામાં આવ્યા હતા. ડરાવી-ધમકાવીને ખંડણી વસૂલતો અઝહર કિટલી સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓને ડરાવી-ધમકાવીને ખંડણી વસૂલતો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. ગુજસીટોકના ગુનામાં મુખ્ય વોન્ટેડ હોવાને કારણે પોલીસ લાંબા સમયથી તેની શોધમાં હતી. આરોપીને કોર્ટમાં રજુ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હાલ આરોપીને કોર્ટમાં રજુ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને તેની ગુનાખોરીના નેટવર્ક અંગે વધુ ખુલાસાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પણ વાંચો-----   Ahmedabadમાં વધુ એક મેગા ડિમોલિશન, વટવાનું વાનર વટ તળાવ ખાલી કરાશે, 500થી વધુ કાચા પાકા બાંધકામને તોડી પડાશે

Read Full Story arrow_forward
Sabarimala: સોનાની ચોરી મામલે એક્શનમાં ED, 3 રાજ્યોના 21 સ્થળો પર દરોડા
calendar_today January 20, 2026

Sabarimala: સોનાની ચોરી મામલે એક્શનમાં ED, 3 રાજ્યોના 21 સ્થળો પર દરોડા

સબરીમાલામાં સોનાની ચોરીનો મામલો કેરળમાં એક મોટા રાજકીય અને ધાર્મિક વિવાદમાં ફેરવાઈ ગયો છે. જેમાં પવિત્ર સબરીમાલા અયપ્પા મંદિરમાં દ્વારપાલ મૂર્તિઓ પર સોનાના ઢોળવામાં કથિત ગેરરીતિઓનો ખુલાસો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની આ કેસમાં એન્ટ્રી થઇ છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં આશરે 21 સ્થળોએ દરોડા પાડ્યા છે. SIT એ સોનાની ચોરીનો કર્યો ખુલાસો આ મામલે કારણે કેરળ વિધાનસભામાં વ્યાપક વિરોધ થયો અને ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ (TDB), રાજ્ય સરકાર અને વિપક્ષ વચ્ચે ગરમાગરમ ચર્ચા થઈ. જ્યારે મામલો કેરળ હાઈકોર્ટમાં પહોંચ્યો ત્યારે કોર્ટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) તપાસનો આદેશ આપ્યો. SIT એ કોર્ટમાં એક રિપોર્ટ રજૂ કર્યો જેમાં મંદિરમાંથી સોનાની ચોરીનો ખુલાસો થયો. કુલ 11 લોકોની થઇ છે ધરપકડ સબરીમાલા સોનાની ચોરી કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે તાજેતરમાં મંદિરના મુખ્ય પૂજારી (તંત્રી) કંદારારુ રાજીવારુની ધરપકડ કરી છે. આ કેસમાં અત્યાર સુધીની 11મી ધરપકડ છે. ઇડીના 21 સ્થળોએ દરોડા મુખ્ય પૂજારી (તંત્રી) કંદારારુ રાજીવારુની ધરપકડ બાદ ઇડીએ હવે ઠેકઠેકાણે દરોડા પાડ્યા છે. ED સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની જોગવાઈઓ હેઠળ કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં આશરે 21 સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. ફેડરલ તપાસ એજન્સી બેંગલુરુમાં મુખ્ય આરોપી ઉન્નીકૃષ્ણન પોટી અને ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ (TDB) ના ભૂતપૂર્વ પ્રમુખ એ. પદ્મકુમાર સાથે જોડાયેલા સ્થળો પર પણ કાર્યવાહી કરી રહી હોવાનું માનવામાં આવે છે. EDએ તાજેતરમાં કેરળ પોલીસની FIR નોંધ્યા બાદ PMLA કેસ નોંધ્યો છે. આ રાજકીય રીતે સંવેદનશીલ કેસની તપાસ કેરળ હાઈકોર્ટની દેખરેખ હેઠળ રાજ્યની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા પહેલાથી જ કરવામાં આવી રહી છે. ED ટીમ સોનાના ચાદરના જથ્થાનું માપન કરશે અને નમૂનાઓ એકત્રિત કરશે. સબરીમાલા સોનાની દાણચોરીના કેસના સંદર્ભમાં એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) મંદિરના સન્નિધાનમ પહોંચી ગઈ છે. હાઈકોર્ટની પરવાનગીથી ટીમ સોનાના ચાદરના જથ્થાનું માપન કરશે અને નમૂનાઓ એકત્રિત કરશે. આ તપાસ અનેક અનિયમિતતાઓ સાથે સંબંધિત છે, જેમાં સત્તાવાર ગેરરીતિઓ, વહીવટી ભૂલો અને ભગવાન અયપ્પા મંદિરમાં વિવિધ કલાકૃતિઓમાંથી સોનાનો દુરુપયોગ કરવાના ગુનાહિત કાવતરાનો સમાવેશ થાય છે. SIT ની તપાસ મંદિરની 'દ્વારપાલક' (રક્ષક દેવતા) મૂર્તિઓના સોનાના ઢોળવાળા તાંબાના પ્લેટો અને 'શ્રીકોવિલ' (ગર્ભગૃહ) ના દરવાજાના ફ્રેમમાંથી સોનાના નુકસાન સાથે સંબંધિત છે. શું છે મંદિરમાંથી સોનાની ચોરીનો વિવાદ આ વિવાદ 1998માં ઉદ્યોગપતિ વિજય માલ્યા દ્વારા મંદિરના ગર્ભગૃહ અને લાકડાની કોતરણી માટે દાનમાં આપેલા 30.3 કિલોગ્રામ સોનું અને 1900 કિલોગ્રામ તાંબા સાથે સંબંધિત છે. કેરળ હાઈકોર્ટની સમીક્ષા દરમિયાન, એવું જાણવા મળ્યું કે સોનાની પ્લેટેડ પ્લેટનું વજન નોંધપાત્ર રીતે ઘટી ગયું હતું, જેનાથી ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ (TDB) માં ચોરી અને ભ્રષ્ટાચારની શંકા ઉભી થઈ હતી. ત્યારબાદ આ મામલાની કોર્ટ-નિરીક્ષણ હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી. https://x.com/ANI/status/2013480639333548443ચાર અલગ-અલગ તબક્કામાં તપાસ આ વિવાદની તપાસને ચાર અલગ-અલગ તબક્કામાં વહેંચવામાં આવી છે. પ્રથમ તબક્કો સબરીમાલામાં શ્રીકોવિલ અને તેની આસપાસના સોનાની પ્લેટેડ પ્લેટો, સાઇડ પ્લેટો અને દરવાજાની ફ્રેમ પ્લેટોથી સંબંધિત છે.  બીજા તબક્કામાં 2019 માં શ્રીકોવિલના જૂના સોનાના દરવાજાઓને નવા સોનાના દરવાજાથી બદલવાની વાત છે. ત્રીજા તબક્કામાં 2019 માં દ્વારપાલક મૂર્તિના સોનાના ઢોળવાળા પ્લેટો, બાજુના પ્લેટો અને દરવાજાના ફ્રેમ પ્લેટોને દૂર કરવાની વાત છે. ચોથા તબક્કામાં 2025 માં દ્વારપાલક મૂર્તિના પ્લેટોના સોનાના ઢોળવા સંબંધિત તમામ વ્યવહારો આવરી લેવામાં આવ્યા છે. તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે દેવતાની કિંમતી વસ્તુઓની કસ્ટડી અને સુરક્ષા માટે જવાબદાર લોકો દ્વારા પૂર્વયોજિત અને સુનિયોજિત યોજનાના ભાગ રૂપે સોનાને ગુપ્ત રીતે દૂર કરવામાં આવ્યું હતું, બદલવામાં આવ્યું હતું અથવા તેનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. BJP National President: હું કાર્યકર્તા છું અને નીતિન નબીનજી મારા બોસ છે.. બોલ્યા પીએમ મોદી

Read Full Story arrow_forward
Surat:  SOGનો માસ્ટરસ્ટ્રોક, 5.85 કરોડના કોબ્રા ઝેર સાથે વકીલ સહિત 7 શખ્સો ઝડપાયા
calendar_today January 20, 2026

Surat: SOGનો માસ્ટરસ્ટ્રોક, 5.85 કરોડના કોબ્રા ઝેર સાથે વકીલ સહિત 7 શખ્સો ઝડપાયા

ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત સુરત SOG પોલીસે એક હાઈ-પ્રોફાઈલ ઓપરેશન પાર પાડીને પ્રતિબંધિત કોબ્રા સાપના ઝેરનું સ્મગલિંગ કરતા સાત શખ્સોને ઝડપી પાડ્યા છે. આ ટોળકીમાં વડોદરાના એક વકીલ કેતન શાહ સહિત સુરત અને વડોદરાના અન્ય છ શખ્સોનો સમાવેશ થાય છે. પોલીસે જાલ બિછાવીને આરોપીઓને દબોચ્યા સુરત SOGને બાતમી મળી હતી કે એક ટોળકી કરોડોનું સાપનું ઝેર વેચવાની પેરવીમાં છે. પોલીસે તુરંત એક્શનમાં આવી નકલી ગ્રાહક બનીને કરોડોની ઓફર આપી આ ટોળકીને લલચાવી હતી. સરથાણા જકાતનાકા પાસે આવેલા એક મેરેજ બ્યુરોમાં જ્યારે આ સોદો નક્કી થઈ રહ્યો હતો, ત્યારે જ પોલીસે દરોડા પાડીને આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. તેમની પાસેથી આશરે 6.5 મી.લી. સાપનું ઝેર જપ્ત કરવામાં આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂપિયા 5.85 કરોડ અંકાઈ રહી છે. અમદાવાદના ઘનશ્યામ સોનીને વેચવા આપ્યું હતુ આ ઝેર અમદાવાદના ઘનશ્યામ સોની નામના શખ્સે વેચવા આપ્યું હતું, જેને હાલ વોન્ટેડ જાહેર કરાયો છે.પકડાયેલા તમામ આરોપીઓ અલગ-અલગ કમિશન મેળવવા માટે આ સ્મગલિંગમાં જોડાયા હતા. સાપના ઝેરનો ઉપયોગ કેન્સર, બ્લડ પ્રેશર અને હાર્ટ એટેકની દવાઓ તેમજ 'એન્ટી વેનોમ' બનાવવા માટે થાય છે. જોકે, તેનો સૌથી વધુ ગેરકાયદે ઉપયોગ રેવ પાર્ટીઓમાં નશા માટે કરવામાં આવતો હોય છે. હાલ પોલીસે વન વિભાગની મદદ લઈને આ ઝેર ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને આ અગાઉ તેમણે કેટલા સોદા કર્યા છે તે દિશામાં તપાસ તેજ કરી છે. આ પણ વાંચોઃ Junagadh: મેંદરડાના ધરતીપુત્રો પર કુદરતનો બેવડો માર, રવિપાકમાં રોગચાળાએ ખેડૂતોની ઊંઘ ઉડાડી

Read Full Story arrow_forward