Ahmedabad માં બજરંગદળના કાર્યકરોની દાદાગીરી!, મહિલાની છેડતી મામલે યુવકને માર મારતા ફરિયાદ
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા વિરાટ નગર ચાર રસ્તા પાસે બજરંગદળના કાર્યકરો દ્વારા કાયદો હાથમાં લેવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, મહિલાની છેડતી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે બજરંગદળના નામે આવેલા 7 થી 8 લોકોના ટોળાએ બે યુવકો પર હિંસક હુમલો કર્યો હતો. આ હુમલાનો ભોગ બનનારાઓમાં એક MBBSનો અભ્યાસ કરતો વિદ્યાર્થી પણ સામેલ છે. જાહેરમાં બનેલી આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. હુમલાખોરોએ કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ કે કાયદાકીય પ્રક્રિયાને અનુસરવાને બદલે યુવકોને બેરહેમીથી ફટકાર્યા હતા.હિંસક હુમલો આ મામલે ઈજાગ્રસ્ત યુવકો દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા અમદાવાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ હિંસક હુમલામાં સામેલ બજરંગદળના 3 કાર્યકરોની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય 4 થી 5 શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ સંગઠન કે વ્યક્તિને કાયદો હાથમાં લેવાની સત્તા નથી. હાલમાં વિરાટ નગર વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનના આધારે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે કે ખરેખર છેડતીની ઘટના બની હતી કે માત્ર શંકાના આધારે આ હુમલો કરવામાં આવ્યો હતો. આ પણ વાંચો : Daman માં દીપડાની દહેશત, ડાભેલના રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ફફડાટ
Read Full Story arrow_forward