android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara મનપામાં ફાયર સૈનિકની ભરતી લટકી, 11 મહિનાથી લેખિત પરીક્ષાની રાહ જોતા ઉમેદવારો
calendar_today January 20, 2026

Vadodara મનપામાં ફાયર સૈનિકની ભરતી લટકી, 11 મહિનાથી લેખિત પરીક્ષાની રાહ જોતા ઉમેદવારો

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) માં ફાયર સૈનિકની ભરતી પ્રક્રિયા લાંબા સમયથી ખોરંભે પડતા ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અંદાજે 11 મહિના પહેલા આ ભરતી માટેની પ્રેક્ટિકલ એટલે કે શારીરિક ક્ષમતાની કસોટી સફળતાપૂર્વક લેવામાં આવી હતી, પરંતુ ત્યાર બાદ આજદિન સુધી બીજા તબક્કાની થિયરીકલ (લેખિત) પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું નથી. તંત્રની આ ઢીલી નીતિથી કંટાળીને આજે ગુજરાતભરમાંથી આવેલા 20થી વધુ ઉમેદવારોએ વડોદરા મનપા કમિશનર કચેરી ખાતે ધામા નાખ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી.તંત્રના વાંકે ઉમેદવારો હેરાન ઉમેદવારોનો આક્ષેપ છે કે, પ્રેક્ટિકલ પરીક્ષા પાસ કર્યાને પોણો વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. રાજ્યના ખૂણેખૂણેથી સરકારી નોકરીની આશાએ આવેલા આ યુવાનોનું ભવિષ્ય અત્યારે અદ્ધરતાલ છે. કમિશનર કચેરીએ પહોંચેલા નોકરી વાંચ્છુંઓએ માંગ કરી હતી કે વહેલી તકે લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવે જેથી ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ શકે. જો આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ઉમેદવારોએ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. આ પણ વાંચો : Ahmedabad News : વટવા ડિમોલિશનમાં તંત્રનો માનવીય ચહેરો, સામાજિક પ્રસંગને માન આપી બુલડોઝરની ગતિ થંભી

Read Full Story arrow_forward
Daman માં દીપડાની દહેશત, ડાભેલના રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ફફડાટ
calendar_today January 20, 2026

Daman માં દીપડાની દહેશત, ડાભેલના રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ફફડાટ

દમણના શહેરી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વન્ય પ્રાણીઓના આંટાફેરા વધતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દમણના ડાભેલ વિસ્તારમાં આવેલા સડક ફળિયામાં મોડી રાત્રે એક દીપડો લટાર મારતો હોવાના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયા છે. વલસાડ જિલ્લાના સરહદી ગામડાઓમાં દીપડાના આતંક બાદ હવે દમણ જેવા વિકસિત અને ગીચ વસ્તી ધરાવતા શહેરી વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. CCTV ફૂટેજ વાયરલ થતા જ સ્થાનિકોએ રાત્રિના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળ્યું છે.વન વિભાગ એક્શન મોડમાં દીપડાની હાજરીની જાણ થતા જ દમણ વન વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું છે. વન વિભાગની ટીમ દ્વારા ડાભેલ અને તેની આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી છે અને દીપડાને પાંજરે પૂરવા માટે વ્યૂહાત્મક સ્થળોએ પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે. વન અધિકારીઓએ લોકોને સતર્ક રહેવા અને નાના બાળકો તેમજ પાલતુ પ્રાણીઓની વિશેષ કાળજી રાખવા સૂચના આપી છે. વલસાડ પંથકમાંથી દીપડો દમણની સરહદમાં પ્રવેશ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે, જેને પગલે વન વિભાગની ટિમ સતત પેટ્રોલિંગ કરી રહી છે. આ પણ વાંચો : Vadodara મનપામાં ફાયર સૈનિકની ભરતી લટકી, 11 મહિનાથી લેખિત પરીક્ષાની રાહ જોતા ઉમેદવારો

Read Full Story arrow_forward
Ahmedabad : માત્ર 3 વર્ષમાં શહેરના 300 જેટલા ગાર્ડનમાં કસરત અને બાળકોને રમવાના સાધનો નાંખવાનો ફરી કોન્ટ્રાક્ટ અપાતા વિવાદ
calendar_today January 20, 2026

Ahmedabad : માત્ર 3 વર્ષમાં શહેરના 300 જેટલા ગાર્ડનમાં કસરત અને બાળકોને રમવાના સાધનો નાંખવાનો ફરી કોન્ટ્રાક્ટ અપાતા વિવાદ

અમદાવાદ શહેરમાં મહાનગર પાલિકામાં મોર ખાય ઢોર ખાય ચોર ખાય જેવો ઘાટ સર્જાયો છે. મહાનગર પાલિકા દ્વારા 3 વર્ષ પહેલા 5.75 કરોડના ખર્ચે શહેરના 300 જેટલા ગાર્ડનમાં કસરત અને બાળકોને રમવાના સાધનો નાખવામાં આવ્યા હતા જે હાલ બિસ્માર થઇ ગયા અને હવે નવા સાધનો નાંખવા માટે વધુ 10 કરોડનો ધુમાડો કરશે. 2 કંપનીને શહેરના 300 જેટલા ગાર્ડનમાં 10 કરોડના ખર્ચે રમવાના સાધનો નાખવાનો કોન્ટ્રાક્ટ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા 2 કંપનીને શહેરના 7 ઝોનમાં આવેલા 300 જેટલા ગાર્ડનમાં 10 કરોડના ખર્ચે બાળકોને રમતગમતના સાધનો નાખવા માટે ટેન્ડર અપાયુ છે. આ બે કંપનીઓ શહેરના અલગ અલગ ગાર્ડન કે જ્યાં સાધનો તૂટી ગયા હશે તો ત્યાં સાધનો બદલશે અને જ્યાં હશે જ નહિ ત્યાં નવા ઇન્સ્ટોલ કરશે અને આગામી 3 વર્ષ સુધી સાધનોનું મેઇન્ટેનેન્સ પણ કરશે .. કામગીરી માત્ર 2 જ કંપનીને સોંપી દેવામાં આવી આ નિર્ણયના કારણે મનપામાં વિવાદ થયો છે કારણ કે આખી કામગીરી માત્ર 2 જ કંપનીને સોંપી દેવામાં આવી છે વિવિધ ઝોન મુજબ કામગીરી 2 કંપની વચ્ચે વહેંચી દેવાઈ છે. વર્ષ 2022 - 23 માં આ જ પ્રકારે ટેન્ડર કરવામાં આવ્યું હતું આ ટેન્ડરને લઈને સવાલ અનેક ઉઠી રહ્યા છે કારણ કે 1 કંપની હની ફન જેણે 31 ટકા નીચા ભાવે ટેન્ડર સ્વીકાર્યું છે ત્યારે લોવર પ્રાઈઝમાં આવેલી કંપનીને નુકશાન થયું છે. વર્ષ 2022 - 23 માં આ જ પ્રકારે ટેન્ડર કરવામાં આવ્યું હતું જેમાંથી 300 જેટલા ગાર્ડનમાં જરૂરિયાત મુજબ કસરતના સાધનો અને બાળકોને રમવાના સાધનો નાખવામાં આવ્યા હતા. માત્ર 3 વર્ષમાં કેવી રીતે તેને નુકશાન પહોંચે ? આ જે સાધનો નાખવામાં આવે છે તેનો બેઝ લોખંડનો હોય છે જયારે સરફેસ પ્લાસ્ટિક કે ફાયબર મટીરીયલ માંથી બનાવવામાં આવેલી હોય છે ત્યારે માત્ર 3 વર્ષમાં કેવી રીતે તેને નુકશાન પહોંચે ? તેને રીપેર કરવા માટે અલગથી ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી તો પછી એ કંપનીએ શું કામગીરી કરી ? જો એ સાધનો તૂટી ગયા તો તેનો ભંગાર ક્યાં છે ? અને જો ચોરાઈ ગયા તો પછી તેને લઈને અત્યાર સુધી કેમ કોઈ પોલીસ ફરિયાદ કરવામાં ના આવી ? રી ક્રિએશન કમિટી ચેરમેન સ્વીકારી રહ્યા છે કે અગાઉ 5 કરોડથી વધુનું ટેન્ડર કરવામાં આવ્યું હતું પાલિકામાં અંધેર નગરીની જેમ વહીવટ ચાલી રહ્યો હોય તેવી સ્થિતિ અમદાવાદ મહાનગર પાલિકામાં અંધેર નગરીની જેમ વહીવટ ચાલી રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે એક તરફ સુશાશનની વાત તો કરવામાં આવી રહી છે પરંતુ હકીકત સ્થિતિ સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે.આ પણ વાંચો-----   Ahmedabadમાં વધુ એક મેગા ડિમોલિશન, વટવાનું વાનર વટ તળાવ ખાલી કરાશે, 500થી વધુ કાચા પાકા બાંધકામને તોડી પડાશે

Read Full Story arrow_forward