android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan News : પાટણની હારીજ નગરપાલિકામાં ભાજપમાં ભડકો, પાલિકા ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ હોવાનો કોર્પોરેટરોનો આરોપ
calendar_today January 19, 2026

Patan News : પાટણની હારીજ નગરપાલિકામાં ભાજપમાં ભડકો, પાલિકા ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ હોવાનો કોર્પોરેટરોનો આરોપ

હારીજ નગરપાલિકામા ભાજપના 11 કોર્પોરેટરે બળવો ઠાલવ્યો છે અને વિકાસના નામે નપામાં ભ્રષ્ટાચાર કરવાનો આરોપ કરવામાં આવ્યો છે, પાલિકાના પ્રમુખ માત્ર મીટિંગમાં હાજરી આપી જતા રહે છે અને એક મહિના પહેલા 11 કોર્પોરેટરે લેખિતમાં રજૂઆત કરી હતી અને કોર્પોરેટરોએ પ્રમુખ અને ઉપપ્રમુખ વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા.માગણીઓ ન સંતાષય તો રાજીનામાની કોર્પોરેટરોની ચિમકી ભાજપ શાસિત હારીજ નગરપાલિકામા ભાજપના જ 11 કોર્પોરેટરે જાહેરમાં રોષ ઠાલવ્યો હતો અને પાલિકામાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે, તો પાલિકાના પ્રમુખ અને ઉપ પ્રમુખ હાજર રહેતા નથી અને મિટીંગમાં આવીને જતા રહે છે તેવી વાત સામે આવી છે, આ મામલે 11 કોર્પોરેટર દ્વારા પ્રદેશ ભાજપને લેખિતમાં રજૂઆતમાં કરવામાં આવી હતી પણ તેને લઈ તેમને કોઈ પરિણામ હજી સુધી મળ્યું નથી તેવી વાત સામે આવી છે. વિકાસના નામે હારીજ નગરપાલિકા બની ભ્રષ્ટાચારનો અડ્ડો ! આ સાથે કોર્પોરેટરોએ એવી પણ ચિમકી ઉચ્ચારી છે કે, જો અમારી માગ નહી સંતોષાય તો અમે રાજીનામાં આપી દઈશું, તો આ મામલે પ્રમુખ અને ઉપ પ્રમુખના કોઈ નિવેદન સામે આવ્યા નથી, હવે ભાજપ પ્રદેશ ઓફીસથી કોઈ પગલા લેવામાં આવે તો જ નિરાકરણ આવશે તેવું કોર્પોરેટરોનું કહેવું છે. આ પણ વાંચો : Morbiમાં પીપળી જેતપર રોડ પર સ્થાનિકોએ કર્યો ચક્કાજામ, 400 જેટલા મકાનધારકો સાથે છેતરપિંડીનો આક્ષેપ, જુઓ Video

Read Full Story arrow_forward
Surat : મહિલાનો બિભત્સ વીડિયો વાયરલ કરનાર ઝડપાયો, મહિલાને ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું
calendar_today January 19, 2026

Surat : મહિલાનો બિભત્સ વીડિયો વાયરલ કરનાર ઝડપાયો, મહિલાને ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું

સુરતની એક મહિલાનો અશ્લીલ અને બિભત્સ વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો કરવાના ગંભીર મામલે વરાછા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી પ્રવિણ બાબુભાઈ બોઘરાને સાબરકાંઠા જિલ્લાના હિમતનગર ખાતેથી ઝડપી પાડ્યો છે.ભોગ બનનાર મહિલાને ધમકી આપી તેની સાથે શરીરસંબંધ બાંધી દુષ્કર્મ આચરતો પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી ભોગ બનનાર મહિલાને ધમકી આપી તેની સાથે શરીરસંબંધ બાંધી દુષ્કર્મ આચરતો હતો. આ ઉપરાંત આરોપીએ પરિણીતાના નામે ખોટી ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી તેના ફોટા તથા વીડિયો અપલોડ કર્યા હતા અને અશ્લીલ તથા અપમાનજનક ટિપ્પણીઓ કરીને મહિલાની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડી હતી. આરોપી વિરુદ્ધ ફરિયાદ સમગ્ર મામલે પીડિત મહિલાએ વરાછા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગંભીરતા પૂર્વક તપાસ હાથ ધરી હતી.  વારંવાર મોબાઇલ નંબર બદલીને વોટ્સએપ મારફતે સંપર્કમાં રહેતો તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આરોપી પકડાઈ ન જાય તે માટે વારંવાર મોબાઇલ નંબર બદલીને વોટ્સએપ મારફતે સંપર્કમાં રહેતો હતો. અલગ અલગ નંબરનો ઉપયોગ કરીને પોતાની ઓળખ છુપાવી ગુનાખોરી ચાલુ રાખવાની તેની પૂર્વયોજિત યોજના હતી. પોલીસે આરોપીને ઝડપી પાડીને વધુ પૂછપરછ શરૂ કરી વરાછા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને માહિતીના આધારે આરોપીને ઝડપી પાડીને વધુ પૂછપરછ શરૂ કરી છે. પોલીસ દ્વારા આરોપી સામે આઈટી એક્ટ તેમજ ગંભીર ફોજદારી કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો-----    Ahmedabad: નશામાં ધૂત બનેલા નબીરાનો આતંક, 9 વાહનોને ટક્કર મારી, પોલીસે કહ્યું, દારુ પીધેલી હાલતમાં અકસ્માત કર્યો, વાંચો FIR

Read Full Story arrow_forward
Ahmedabad: સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જીવલેણ હુમલો, જૂની અદાવત રાખીને જ વિદ્યાર્થીના ભાઇઓએ કર્યો હુમલો
calendar_today January 19, 2026

Ahmedabad: સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જીવલેણ હુમલો, જૂની અદાવત રાખીને જ વિદ્યાર્થીના ભાઇઓએ કર્યો હુમલો

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી નેશનલ હાઇસ્કૂલના દરવાજે ધોળા દિવસે વિદ્યાર્થી પર હુમલાની ઘટના ઘટવા પામી છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ જ્યારે બોર્ડની તૈયારીઓ વચ્ચે શાળાએ પરીક્ષા આપીને સવારે 11 વાગ્યાની આસપાસ ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે શાળાથી માત્ર 100 મીટરના અંતરે આ લોહિયાળ ખેલ ખેલાયો હતો. વિદ્યાર્થીના ભાઈઓ અને અન્ય બહારના યુવકોએ કર્યો હુમલો ACP જયેશ બ્રહ્મભટ્ટના જણાવ્યા અનુસાર, આ હુમલા પાછળ ત્રણ મહિના જૂની તકરાર જવાબદાર છે. શાળાના જ એક વિદ્યાર્થી સાથે અગાઉ બોલાચાલી થઈ હતી, જેનું વેર રાખતા તેજ વિદ્યાર્થીના ભાઈઓ અને અન્ય બહારના યુવકો કુલ અંદાજે 8 શખ્સો હથિયારો સાથે શાળા બહાર ધસી આવ્યા હતા. હુમલાખોરોએ વિદ્યાર્થી પર છરી અને માથામાં 'કડૂ' (લોખંડનું કડું) વડે હુમલો કર્યો હતો. આ બબાલમાં કુલ ત્રણ વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી છે, જેમાં એકને માથાના ભાગે ગંભીર ઈજા અને બીજાને આંગળી પર ઈજા થઈ છે. DEO એ શાળા સંચાલક સાથે કરી વાતચીત નેશનલ હાઇસ્કૂલના સંચાલકોએ સ્પષ્ટતા કરી છે કે હુમલો કરનારા યુવાનો શાળાના વિદ્યાર્થીઓ નથી, પરંતુ બહારથી આવેલા તત્વો છે. શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ આ ઘટનાની ગંભીર નોંધ લઈ DEO પાસે સત્વરે અહેવાલ માંગ્યો છે. DEOએ શાળા સંચાલકો સાથે વાત કરી સમગ્ર વિગતો મેળવી છે અને સ્પષ્ટતા કરી છે કે હુમલો કરનારા યુવાનો શાળાના નથી. સેવન્થ ડે સ્કૂલ બાદ બનેલી આ બીજી ઘટનાને પગલે પોલીસે કડક તપાસ હાથ ધરી છે અને હુમલાખોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસની કાર્યવાહી ઘાટલોડિયા પોલીસે આ મામલે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. હુમલાખોરો વિરુદ્ધ હત્યાનો પ્રયાસ Attempt to Murder રાયોટિંગ અને મારી નાખવાની ધમકી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં 8 જેટલા હુમલાખોરોની ધરપકડ કરવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે શાળાઓની બહાર પોલીસ પેટ્રોલિંગ વધારવાની હવે તાતી જરૂરિયાત છે.આ પણ વાંચોઃ Porbandarની ભાવસિંહજી હોસ્પિટલ રામ ભરોસે, દર્દીઓ વચ્ચે શ્વાનનું સામ્રાજ્ય

Read Full Story arrow_forward