android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Jasdan : માતાની જુબાનીના આધારે સગા પુત્રની હત્યા કરનાર પિતાને દોષિત ઠેરવતી કોર્ટ, આજીવન કેદની સજા ફરમાવાઇ
calendar_today January 19, 2026

Jasdan : માતાની જુબાનીના આધારે સગા પુત્રની હત્યા કરનાર પિતાને દોષિત ઠેરવતી કોર્ટ, આજીવન કેદની સજા ફરમાવાઇ

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકના કનેસરા ગામે પિતા બટુક કુકડીયા (ઉંમર વર્ષ 55)એ સગા પુત્ર મહેશ કુકડીયા(ઉંમર વર્ષ 31)ની હત્યા કરી હતી. જેમાં મૃતકના માતા રેખાબેનની જુબાનીના આધારે પિતા બટુકને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.રેખાબેન બટુકભાઈ કુકડીયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી આ કેસની વિગત મુજબ, તા.10/03/2023 ના રોજ ફરીયાદી રેખાબેન બટુકભાઈ કુકડીયાએ ભાડલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ લખાવી જણાવેલ કે, તા.09/03/2023 ના રોજ ફરીયાદીનો પુત્ર મહેશ કુકડીયા કનેસરા ગામે પોતાની વાડીએ પાણી વાળવા ગયેલ હતો. ત્યાં વાવેતરની બાજુમાં સુઈ જતો હતો. સવારના પાછો ન આવતા દિકરાની તપાસ કરવા વાડીએ ગયા. ત્યાં મહેશ બ્લેન્કેટ ઓઢી સૂતો હતો. મહેશ કુકડીયા કોઈ હથિયાર વડે ઈજા થયેલ હોવાથી મરણ ગયેલ હોવાનું સામે આવ્યું બ્લેન્કેટ ઉંચુ કરી જોતા મોઢામાંથી લોહી નિકળતું હતું. કપાળમાં ચીરો હતો. આમ, મહેશ કુકડીયા કોઈ હથિયાર વડે ઈજા થયેલ હોવાથી મરણ ગયેલ હોવાનું સામે આવ્યું હતું. ફરીયાદમાં રેખાબેને આ હત્યા તેના પતિ બટુક ચનાભાઈ કુકડીયાએ કરેલ હોવાનુ જણાવ્યું હતું. પોલીસે મૃતકના પિતાની ધરપકડ કરી  પોલીસે મૃતકના પિતાની ધરપકડ કરી તપાસ કરતા જાણવા મળેલું હતું કે, આરોપીએ લાકડી વડે માથા ઉપર ઘા મારી પોતાના પુત્ર મહેશની હત્યા કરી હતી. તપાસ દરમ્યાન આ લાકડી અને તે ઉપર લોહીના ડાઘ મળી આવેલા હતા. મહેશનું લોહી એ ગ્રુપ હતું અને આરોપી બટુક કુકડીયાનું લોહી પણ એ ગ્રુપનું કેસ ચાલી જતા કોર્ટમાં આરોપીએ બચાવ કર્યો કે, આ ગુન્હાના કોઈ નજરે જોનાર સાક્ષી નથી તેમજ આરોપીના કપડા ઉપર કોઈ લોહીના ડાઘ નથી તેથી ગુજરનારની હત્યા આરોપીએ કરેલ હોવાનું માની શકાય નહી. સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરાએ રજુઆત કરતા જણાવેલ કે, મહેશનું લોહી એ ગ્રુપ હતું. આરોપી બટુક કુકડીયાનું લોહી પણ એ ગ્રુપનું છે. લાકડી ઉપર એ ગૃપનુ લોહી જે લાકડી મળી આવેલ. તેમાં એ ગ્રુપના લોહીના નમૂના મળ્યાં છે. બટુક કુકડીયાએ શોધી આપેલ લાકડી ઉપર એ ગૃપનુ લોહી જણાઈ આવે છે, બટુક કુકડીયાએ જ આ લાકડી શોધી આપી હતી. ગુનામાં આ લાકડીનો ઉપયોગ કરેલ ન હોય તો આરોપીને આ લાકડી અંગે કોઈ જ જાણ ન હોય. હાલના કેસમાં જયારે ફરીયાદી રેખાબેને પોતાના પુત્રની હત્યા પોતાના પતિએ જ કરેલ હોવાનુ જણાવેલ છે. આરોપી પોતાના દિકરાઓ સાથે હંમેશા ઝઘડા કરતો ત્યારે આરોપીએ કાઢી આપેલ લાકડી સચોટ પુરાવા તરીકે માન્ય છે. આરોપી બટુક કુકડીયા પોતે રખડતો ભટકતો રહીં હમેશા પૈસાની માગણી કરી કુટુંબને હેરાન પરેશાન કરતો અને તેથી આરોપી પોતાના દિકરાઓ સાથે હંમેશા ઝઘડાઓ કરતો.  પુત્રની હત્યા કરવા બદલ તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા આવા જ કારણસર આરોપીએ પોતાના સગા પુત્રની હત્યા કરેલ છે. આ પ્રકારનો ખુદ પત્નિનો જ આક્ષેપ હોય ત્યારે આક્ષેપ ખોટો માનવાને કોઈ કારણ નથી. સરકાર તરફેની આ તમામ દલીલોના અંતે અધિક સેશન્સ જજ આઈ. બી. પઠાણએ આરોપી બટુક કુકડીયાને પુત્રની હત્યા કરવા બદલ તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રૂા.25,000 નો દંડ ફરમાવેલ છે. આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા રોકાયેલા હતા.આ પણ વાંચો----    Ahmedabad: નશામાં ધૂત બનેલા નબીરાનો આતંક, 9 વાહનોને ટક્કર મારી, પોલીસે કહ્યું, દારુ પીધેલી હાલતમાં અકસ્માત કર્યો, વાંચો FIR

Read Full Story arrow_forward
Rajkot News: લાંચિયો સેનેટરી સબ ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર ગડિયલ ઝડપાયો
calendar_today January 19, 2026

Rajkot News: લાંચિયો સેનેટરી સબ ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર ગડિયલ ઝડપાયો

ભ્રષ્ટાચાર સામે લાલ આંખ કરતી એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા રાજકોટમાં વધુ એક સફળ ટ્રેપ કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 17 માં ફરજ બજાવતા સેનેટરી સબ ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર ગડિયલ લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ જતાં રાજકોટ મનપા તંત્રમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.રજાના બદલામાં લાંચની માંગણી ઘટનાની મળતી માહિતી અનુસાર, એક કર્મચારીની રજા સરભર કરવાના બદલામાં આરોપી સેનેટરી સબ ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર ગડિયલે રૂપિયા 2,000 ની લાંચની માંગણી કરી હતી. કર્મચારી પોતાની હકની રજાઓ મંજૂર કરાવવા માંગતા હતા, પરંતુ આરોપીએ વહીવટ કર્યા વગર કામ કરી આપવાનો ઇન્કાર કર્યો હતો. આખરે રકઝક બાદ રૂપિયા 1,000 આપવાનું નક્કી થયું હતું. ACBએ ગોઠવ્યું છટકું લાંચ આપવા માંગતા ન હોવાથી જાગૃત નાગરિકે રાજકોટ ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની વિગતોના આધારે ACBની ટીમે પ્લાનિંગ મુજબ છટકું ગોઠવ્યું હતું. જ્યારે ફરિયાદી SSI જીતેન્દ્ર ગડિયલને રૂપિયા 1,000 ની રોકડ રકમ આપવા પહોંચ્યા, ત્યારે પૂર્વ આયોજિત ટ્રેપમાં આરોપી લાંચ લેતા જ ઝડપાઈ ગયો હતો. ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ ACBએ લાંચની રકમ રિકવર કરી આરોપી જીતેન્દ્ર ગડિયલની ધરપકડ કરી છે. સેનેટરી વિભાગના નાના કામોમાં પણ આ પ્રકારે લાંચ લેવાની ઘટના સામે આવતા અન્ય કર્મચારીઓ અને અધિકારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. ACB હવે આરોપીના ઘરની તલાશી અને અન્ય મિલકતો અંગે પણ તપાસ કરી શકે છે. રાજ્ય સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ હેઠળ ભ્રષ્ટાચારીઓ વિરૂદ્ધ કાર્યવાહી તેજ કરવામાં આવી છે. આ પણ વાંચો - Rajkot News : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પોલીસનું આકસ્મિક ચેકિંગ, સિવિલમાં નશાખોર તત્વો રહેતા હોવાની મળી હતી ફરિયાદ

Read Full Story arrow_forward
Jasdan : ચિતલીયા રોડ પર બે આખલાઓ વચ્ચે ખેલાયો જંગ, રહીશોમાં મચી ભારે અફરા તફરી
calendar_today January 19, 2026

Jasdan : ચિતલીયા રોડ પર બે આખલાઓ વચ્ચે ખેલાયો જંગ, રહીશોમાં મચી ભારે અફરા તફરી

જસદણ શહેરના વ્યસ્ત ગણાતા ચિતલીયા રોડ પર ગત રાત્રિના સમયે બે બેકાબૂ આખલાઓ વચ્ચે જોરદાર યુદ્ધ સર્જાયું હતું. લાંબા સમય સુધી ચાલેલી આ લડાઈને કારણે સ્થાનિક રહીશો અને માર્ગ પરથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અને ભારે દોડધામ મચી ગઈ હતી.લાંબા સમય સુધી આખલા યુદ્ધ ચાલ્યું મળતી માહિતી મુજબ, ચિતલીયા રોડ પર અચાનક બે આખલાઓ સામસામે આવી ગયા હતા અને એકબીજા પર હુમલો કરવાનું શરૂ કર્યું હતું. આ લડાઈ એટલી ભયાનક હતી કે રસ્તા પર પાર્ક કરેલા વાહનો પર પણ ખતરો મંડરાઈ રહ્યો હતો. આખલાઓ લડતા-લડતા રસ્તાની વચ્ચે આવી જતા લોકોમાં ભય ફેલાયો હતો. સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો આ દ્રશ્યો જોઈ આસપાસના રહીશો પોતાના ઘરના દરવાજા બંધ કરી દીધા હતા, જ્યારે કેટલાક લોકોએ ઉપરના માળેથી આ દ્રશ્યો નિહાળ્યા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ ગભરાટને કારણે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. તંત્ર સામે રોષ જસદણના મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોરોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે નિર્દોષ નાગરિકોને ઈજા થવાનો ભય રહે છે. સ્થાનિક રહીશોએ માગ કરી છે કે તંત્ર જાગે અને આવા ભયજનક આખલાઓને તાત્કાલિક પાંજરે પૂરે.આ પણ વાંચો----  Ahmedabad: નશામાં ધૂત બનેલા નબીરાનો આતંક, 9 વાહનોને ટક્કર મારી, પોલીસે કહ્યું, દારુ પીધેલી હાલતમાં અકસ્માત કર્યો, વાંચો FIR

Read Full Story arrow_forward