Jasdan : રાણીપરમાં ઘોડા ફેરવવા મામલે થયેલી મારામારીના બનાવમાં 11 આરોપીઓની ધરપકડ, રી-કન્ટ્રક્શન કર્યું
જસદણના રાણીપર ગામમાં ઘોડા ફેરવવા મામલે થયેલી મારામારીના બનાવમાં ભાડલા પોલીસ દ્વારા 11 આરોપીઓને ઝડપી પાડી રી-કન્ટ્રક્શન કરવામાં આવ્યું છે.18 લોકોના જૂથે જીવલેણ હુમલો કર્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ, એક જ પરિવારના ત્રણ સભ્યો ઉપર 18 લોકોના જૂથે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચી હતી, જેમને 108ની મદદથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી ભાડલા પોલીસે 307 અને અન્ય સંબંધિત કલમો હેઠળ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાને અનુરૂપ, આરોપીઓને સ્થળ પર જ લઇ જઈ રીકન્ટ્રકશન કર્યું અને આરોપીઓ પાસેથી વિગતો મેળવી હતી. આ પણ વાંચો---- Ahmedabad: નશામાં ધૂત બનેલા નબીરાનો આતંક, 9 વાહનોને ટક્કર મારી, પોલીસે કહ્યું, દારુ પીધેલી હાલતમાં અકસ્માત કર્યો, વાંચો FIR
Read Full Story arrow_forward