android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : રાજકોટમાં મોબાઈલના ધંધાર્થીઓને ત્યાં GSTની બીજા દિવસે રેડ યથાવત
calendar_today January 19, 2026

Gujarat Latest News Live : રાજકોટમાં મોબાઈલના ધંધાર્થીઓને ત્યાં GSTની બીજા દિવસે રેડ યથાવત

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 19 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabad News: સરદારનગરમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, મહિલા સહિત ત્રણની ધરપકડ
calendar_today January 19, 2026

Ahmedabad News: સરદારનગરમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, મહિલા સહિત ત્રણની ધરપકડ

રાજ્યમાં દારૂબંધીના અમલ વચ્ચે અમદાવાદ શહેરમાં આવેલા સરદારનગર વિસ્તારમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર ઝોન-4 LCB દ્વારા રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન એલસીબીને મોટી સફળતા મળી છે. પોલીસની આ કાર્યવાહીમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.LCBની કાર્યવાહીમાં ત્રણની ધરપકડ અમદાવાદ ઝોન-4 LCBની ટીમ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે સરદારનગરમાં રેડ કરવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન એલસીબી પોલીસ દ્વારા સ્થળ પરથી એક મહિલા સહિત કુલ ત્રણ બુટલેગરોની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં માનકુવર મબરંગે, રામકુમાર કઠેરીયા અને અજયકુમાર કઠેરીયાનો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી કુલ 1.73 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 6500 લીટર આથાનો સ્થળ પર નાશ આ રેડ દરમિયાન પોલીસને મોટા પ્રમાણમાં દેશી દારૂ બનાવવાનો કાચો માલ (આથો) મળી આવ્યો હતો. પોલીસે અંદાજે 6500 લીટર દેશી દારૂના આથાનો સ્થળ પર જ નાશ કર્યો હતો. આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.https://x.com/sandeshnews/status/2013128576430940572 સ્થાનિક પોલીસની બેદરકારી છતી થઈ સરદારનગર વિસ્તારમાં લાંબા સમયથી આ ભઠ્ઠી ધમધમતી હોવા છતાં સ્થાનિક પોલીસને તેની જાણ ન હોવી અથવા કાર્યવાહી ન કરવી તે બાબત હવે ચર્ચાનો વિષય બની છે. અમદાવાદ ઝોન-4 LCB દ્વારા કરવામાં આવેલી આ સીધી કાર્યવાહીએ સ્થાનિક પોલીસની બેદરકારી છતી કરી દીધી છે. હાલમાં ઝોન-4 પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે કે આ નેટવર્ક પાછળ અન્ય કયા મોટા માથાઓ સામેલ છે. આ પણ વાંચો -  Ahmedabad: એરપોર્ટના આઇકોનિક રોડ પર ડિવાઇડર સાથે ટક્કર બાદ કાર પલટી જતા અકસ્માત, કાર ચાલકને સામાન્ય ઇજા

Read Full Story arrow_forward
Junagadh : વંથલીમાં પોતાની જ કિંમતી જમીન પરત મેળવવા માટે વર્ષો સુધી સંઘર્ષ કરનાર આધેડનો આપઘાત
calendar_today January 19, 2026

Junagadh : વંથલીમાં પોતાની જ કિંમતી જમીન પરત મેળવવા માટે વર્ષો સુધી સંઘર્ષ કરનાર આધેડનો આપઘાત

જૂનાગઢ જિલ્લાના વંથલીમાં પોતાની જ કિંમતી જમીન પરત મેળવવા માટે વર્ષો સુધી સંઘર્ષ કરનાર કરશનભાઈ ગોવિંદભાઈ કટારિયા નામના આધેડે જમીન માફિયાઓના માનસિક ત્રાસથી કંટાળીને આખરે મોતને વહાલું કર્યું છે.કૌટુંબિક સભ્ય દુલાભાઈ પીઠાભાઈએ છેલ્લા દસ વર્ષથી અડીંગો જમાવ્યો હતો વંથલી તાલુકાના ગાદોઈ ગામની સીમમાં આવેલી અઢી વીઘા જમીન પર તેમના જ કૌટુંબિક સભ્ય દુલાભાઈ પીઠાભાઈએ છેલ્લા દસ વર્ષથી અડીંગો જમાવ્યો હતો. વિશ્વાસે ખેડવા આપેલી જમીન પચાવી પાડવાના બદઈરાદા સાથે આરોપીઓએ કરશનભાઈને સતત માનસિક યાતનાઓ આપી હતી. ગળાફાંસો ખાઇ લીધો વર્ષ 2010થી ન્યાય માટે વલખાં મારતા કરશનભાઈને છેલ્લે 29 ડિસેમ્બરના રોજ મહેશ દુલાભાઈ અને દુલાભાઈ પીઠાભાઈએ રૂબરૂ મળીને ધાક-ધમકીઓ આપી હતી.જેથી કંટાળી ગળાફાંસો ખાઇ લીધો હતો. મૃતકના ખિસ્સામાંથી ત્રણ સુસાઈડ નોટ મળી આવી ​1 જાન્યુઆરીના રોજ કરશનભાઈએ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસ તપાસ અને પેનલ પીએમ દરમિયાન મૃતકના ખિસ્સામાંથી ત્રણ સુસાઈડ નોટ મળી આવી છે, જે આરોપીઓના પાપનો જીવતો જાગતો પુરાવો છે. જેમાં જગુભાઈ કટારિયા, રાજાભાઈ કટારિયા, દુલાભાઈ કટારિયા, મહેશ કટારિયા અને મંજુબેન કટારિયાના નામનો સ્પષ્ટ ઉલ્લેખ છે.આરોપી મહેશ જૂનાગઢ PTC માં SRP જવાન તરીકે ફરજ બજાવે છે આરોપી મહેશ દુલાભાઈ કટારિયા પોતે જૂનાગઢ PTC માં SRP જવાન તરીકે ફરજ બજાવે છે...આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ. નોંધી તપાસ શરૂ કરી છે. નરાધમોને જેલના સળિયા પાછળ ધકેલવા ચક્રો ગતિમાન હાલ વંથલી પોલીસે BNS ૧૦૮ અને ૫૪ હેઠળ આત્મહત્યાના દુષ્પ્રેરણાનો કડક ગુનો નોંધી તમામ નરાધમોને જેલના સળિયા પાછળ ધકેલવા ચક્રો ગતિમાન કર્યા છે.

Read Full Story arrow_forward