android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, પવનની દિશા બદલાતા ઠંડીનું વધ્યું પ્રમાણ
calendar_today January 18, 2026

Gujarat Latest News Live : ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, પવનની દિશા બદલાતા ઠંડીનું વધ્યું પ્રમાણ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 18 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Weather News : ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો, પવનની ગતિમાં વધારો થતા ઠંડીનું પ્રમાણ વધ્યું
calendar_today January 18, 2026

Weather News : ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો, પવનની ગતિમાં વધારો થતા ઠંડીનું પ્રમાણ વધ્યું

પવનની ગતિમાં વધારો થતા ઠંડીનો અહેસાસ છે, નલિયામાં 10.3 ડિગ્રી, અમરેલીમાં 10.8 ડિગ્રી, કંડલામાં 12 ડિગ્રી, પોરબંદરમાં 12.8.ડિગ્રી, ડીસામાં 12.4 ડિગ્રી, ગાંધીનગરમાં 12.6 ડિગ્રી, અમદાવાદમાં 14.5 ડિગ્રી, દીવમાં 11.8 ડિગ્રી, રાજકોટમાં 13.3 ડિગ્રી, કેશોદમાં 13.9 ડિગ્રી, મુન્દ્રામાં 13.9 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 14 ડિગ્રી ઠંડી નોંધાઈ છે.ઉત્તર ભારતમાં ઠંડી સતત નિતનવા રેકોર્ડ બનાવી રહી છે ઘણા પહાડી વિસ્તારોમાં બરફની ચાદર છવાઇ ગઇ છે તો મેદાન વિસ્તારોમાં ગાત્રો થીજવતી ઠંડીએ લોકોને કંપારી છોડાવી દીધી છે. દેશના ઘણા વિસ્તારોમાં ભીષણ ઠંડીને કારણે પારો શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી ગયો છે અને ઘણા સ્થળોએ ઠંડીએ રેકોર્ડ તોડયો છે. ઉત્તર ભારતમાં આકરી ઠંડી પડી રહી છે. અહીં બે દિવસ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં શીતલહેરની ચેતવણી અપાઈ છે. ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં 14 જાન્યુઆરીએ પણ ભારે ઠંડી પડશે. જોકે, તે બાદ તેમાં રાહત મળશે અને ઠંડીમાં કમી આવશે. મેદાન વિસ્તારમાં ઘણા શહેરોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યો છે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની આશંકા છે. રાજસ્થાનનું પિલાની દેશનું સૌથી ઠંડુ શહેર રહ્યુંહતું તે દિલ્હીના આયાનગરમાં પારો ૨.૯ ડિગ્રી રેકોર્ડ થયો હતો. હવામાન વિભાગના અનુસાર દિલ્હીના લોકોને ઓછામાં ઓછા બે દિવસ ઠંડીથી રાહત નહીં મળે. દેશના ઘણા મેદાન વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન રેકોર્ડ બનાવી રહ્યું છે. મેદાન વિસ્તારમાં ઘણા શહેરોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યો છે. કેમ આ વર્ષે શિયાળો ‘નરમ’ રહ્યો? હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે 'અલ નિનો'ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે. ગુજરાત સહિત દેશભરમાં ગ્લોબલ વોર્મિંગની અસર ખુબ ઝડપથી વધી રહી છે છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું ગત તા.૨૮ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી સુધી ગગડયું હતું. આ વખતે સૌથી ઓછુ ૮.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે ડિસેમ્બરમાં નલિયા સિવાય ગુજરાતના એકપણ પ્રદેશમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે ગયું નથી. અમદાવાદ શહેરના વાત કરવામાં આવે નો ડિસેમ્બર-૨૦૨૪માં ૩૧માંથી ૧૪ દિવસ એવા હતા કે જેમાં લયુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ચાલુ વર્ષે માત્ર ૪ જ વખત અમદાવાદનું તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે ઉતર્યુ છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું. આ પણ વાંચો : Gujarat Latest News Live : ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, પવનની દિશા બદલાતા ઠંડીનું વધ્યું પ્રમાણ

Read Full Story arrow_forward
Viramgam: રસ્તા વચ્ચે રેકડીઓ અને વાહન પાર્ક થતા સર્જાતી ટ્રાફ્કિ સમસ્યાથી શહેરીજનો પરેશાન
calendar_today January 17, 2026

Viramgam: રસ્તા વચ્ચે રેકડીઓ અને વાહન પાર્ક થતા સર્જાતી ટ્રાફ્કિ સમસ્યાથી શહેરીજનો પરેશાન

અમદાવાદ જિલ્લામાં વિરમગામ શહેરમાં મુખ્ય માર્ગો છેલ્લાં ઘણાં સમયથી ગોલવાડ દરવાજા અંદર બહારથી બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન માર્ગ,ભરવાડી દરવાજાથી ગોલવાડ દરવાજા, અક્ષરનગર નગર પાલિકા કચેરી માર્ગ, મુનસર તાલુકા સેવા સદન કચેરી માર્ગ, લોખંડ બજાર ગોળપીઠા માર્ગ પર રેકડીઓ તેમજ આડેધડ રીતે વાહનો પાર્ક થતા રોજબરોજ ટ્રાફ્કિ જામની સમસ્યા સર્જાતી હોવાથી લોકો પરેશાન છે. વાહનો રસ્તા પર જ દુકાનદારોની સામે, બેન્કો, હોસ્પિટલો આસપાસ, હોટલો, ખાણીપીણી વાળા પાસે તેમજ ટ્રાફ્કિની અડચણરૂપ ગેરકાયદેસર દબાણથી ચાની ટપરીઓએ ચુસ્કી માણવા રેકડીઓ સામે જ માર્ગ વચ્ચે વાહનો મુકી દેવાતા હોવાથી ટ્રાફ્કિની સમસ્યા વકરી રહી છે. શહેરમાં મુખ્ય ચાર રસ્તા, બજારોના માર્ગ પર સીસીટીવી કેમેરા ગોઠવાયા છે. જવાબદાર તંત્રોના આંખ મીંચામણાં કામગીરીથી વાહન ચાલકો બેખોફ્ વાહનો રસ્તા વચ્ચે પાર્ક કરતા ટ્રાફ્કિમાં નડતરરૂપ બની રહ્યાની લોકરાવ ઉઠી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward