android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sayla: ચિત્રાલંક ગામની સીમમાં કાર્બોસેલના ગેરકાયદે ખનન પર પોલીસનો દરોડો
calendar_today January 17, 2026

Sayla: ચિત્રાલંક ગામની સીમમાં કાર્બોસેલના ગેરકાયદે ખનન પર પોલીસનો દરોડો

સાયલા તાલુકાના ખનીજ પ્રભાવીત વિસ્તારોમાં તંત્રના લાગલગાટ દરોડાઓ બાદ પણ ગેરકાયદે ખોદકામ કરતા ખનીજ માફીયાઓ સુધરવાનું નામ લેતા ના હોય તેમ ધોળા દિવસે પણ ખનીજ ઉલેચવાના ચાલી રહેલા કારસ્તાન પર પોલીસે ઓચિંતો છાપો મારતાં ચિત્રાલંક ગામની સીમ માંથી કોલસાના બે કુવા ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી કુલ રૂ. પાંચ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ મહિનામાં તંત્ર દ્વારા તાલુકા ગ્રામ્યના ઇશ્વરીયા, ચોરવીરા તેમજ ચિત્રાલંક ગામેથી કાર્બોસેલની ખનીજ ચોરી પર સતત કાર્યવાહી ચાલુ રાખી હોવા છતા બજારમાં કોલસાના વધેલા ભાવને કારણે ખનીજ ચોરો ગેરકાયદે ખનન કરી રહ્યા હોવાની સ્થિતી જોવા મળી રહી છે.સાયલા તાલુકા ગ્રામ્યમાં પેટ્રોલિંગ કરી રહેલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી.ચુડાસમા તથા તેમની સાથે રહેલ ટીમે પૂર્વ બાતમીના આધારે ચિત્રાલંક ગામની સીમમાં ધોળા દિવસે ધમધમતા કોલસો ઉલેચવાના કારસ્તાન પર દરોડો પાડતા સ્થળ પર હાજર શખ્સો માં નાસભાગ મચી જવા પામી હતી.સ્થાનિક પોલીસ ની ટીમે કરેલ આકસ્મિક કાર્યવાહીમાં ગેરકાયદે કાર્બોસેલ ખનીજના ખનન સ્થળ પરથી બે કુવાઓ ઝડપી લેવાયા હતા.તંત્ર દ્વારા આ સાથે કૂવા પર લગાવેલી ચરખીઓ, બે બાઇક,એક ટ્રેક્ટર સહિત નો મુદ્દામાલ જપ્ત કરતા સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: આધુનિક યુગમાં આયુર્વેદિક વિરાસતને અપનાવવાની જરૂર
calendar_today January 17, 2026

Surendranagar: આધુનિક યુગમાં આયુર્વેદિક વિરાસતને અપનાવવાની જરૂર

વઢવાણની ઔદિચ્ય બ્રહ્મ સમાજની વાડી ખાતે બે દિવસીય આયુષ મેળાનું આયોજન કરાયુ છે. જેમાં યોગ, પ્રકૃતી પરીક્ષણ, મિલેટસ વાનગી સ્પર્ધા, સુવર્ણપ્રાશન વીતરણ સાથે સાથે પંચકર્મ, અગ્નીકર્મ, રકતમોક્ષણ પધ્ધતીથી નિદાન અને સારવાર કરવામાં આવશે.રાજય સરકારના પરિવાર કલ્યાણ વિભાગ, નીયામક આયુષની કચેરી, જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા અને સરકારી આયુર્વેદ હોસ્પીટલના સંયુકત ઉપક્રમે વઢવાણ ખાતે બે દિવસીય આયુષ મેળાનો આરંભ કરાયો છે. જેમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, મુખ્ય જિલ્લા આયુર્વેદ અધીકારી ડો. પ્રીતેશ દવે, ડો. મનોજ તારવાણી, ડો. પી.પી.પરમાર, ડો. ધરા જાધવ, સ્મીતાબેન રાવલ સહિતનાઓ ઉપસ્થીત રહ્યા હતા. આ તકે રાજકોટના વૈદ્ય ડો. જયસુખ મકવાણાએ પ્રાચીન જાલંધર પધ્ધતીથી કોઈપણ પ્રકારના ઈન્જેકશન, એનેસ્થેસીયા વગર પીડારહીત દાંત કાઢવાની કામગીરી દર્શાવી હતી. જયારે ડાયાબીટીશ, હૃદયરોગ, પથરી, સ્ત્રી રોગ જેવી વ્યાધીઓ માટે તબીબો દ્વારા નિઃશુલ્ક નિદાન અને દવાનું વીતરણ કરાયુ હતુ. શ્રીમદ્દ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પીટલના સહયોગથી એનેમીયા તપાસ, આંખોની તપાસ કરી મફત ચશ્માનું વિતરણ કર્યુ હતુ. આ ઉપરાંત જુના હઠીલા રોગો માટે પંચકર્મ, અગ્નીકર્મ, રકતમોક્ષણ જેવી પધ્ધતીઓનું લાઈવ પ્રદર્શન કરાયુ હતુ. આ તકે આંગણવાડીની બહેનોએ જુદા જુદા મીલેટસમાંથી બનાવેલ સ્વાસ્થ્યવર્ધક અને પૌષ્ટીક વાનગીઓનું નીદર્શન કર્યુ હતુ. જેમાં વિજેતાઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહીત કરાયા હતા. જયારે મહાનુભવોના હસ્તે ગર્ભ સંસ્કાર બુકનું વિમોચન કરાયુ હતુ. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mandal: પ્રાથમિક શાળામાં 35 કિલો જેટલી પતંગની નકામી દોરીઓનો નાશ કરાયો
calendar_today January 17, 2026

Mandal: પ્રાથમિક શાળામાં 35 કિલો જેટલી પતંગની નકામી દોરીઓનો નાશ કરાયો

ઉત્તરાયણનો તહેવાર પુર્ણ થયાં બાદ શિક્ષણ કાર્યના ભાગરુપે ઈકો ક્લબ અંતર્ગત પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ પહેલ કરતી માંડલની પીએમશ્રી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળાની આસપાસમાંથી તેમજ વિદ્યાર્થીઓ પોતાના રહેણાંક વિસ્તારોમાંથી પતંગના નકામા દોરાઓ, ગુંચળા એકઠાં કરીને શાળામાં લાવ્યાં હતાં. શાળાના આચાર્ય ભરતભાઈ દરજીના નેજા હેઠળ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. પતંગના 35 કિલો જેટલાં નકામા દોરાઓ શાળાના ગ્રાઉન્ડમાં સંગ્રહ કરીને તેને સળગાવી દેવામાં આવ્યાં હતાં. અબોલ જીવોને આવા દોરાઓથી ખતરો રહેલો છે જેથી આ પ્રવૃત્તિ બાળકોમાં સામાજિક જવાબદારી, પર્યાવરણ પ્રત્યે જાગૃત્તિ અને માનવતાના મૂલ્યો વિકસે એવા સુંદર આશય સાથે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. શાળાના પ્રધાન અચાર્ય દ્વારા પ્રોત્સાહક ઈનામો આપીને બાળકોને બિરાદવવામાં આવ્યાં હતાં.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward