android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: જુનિયર ટાઈટન્સની ત્રીજી એડિશનની શરૂઆત
calendar_today January 17, 2026

Surendranagar: જુનિયર ટાઈટન્સની ત્રીજી એડિશનની શરૂઆત

ગુજરાત ટાઈટન્સ દ્વારા જુનીયર ટાઈટન્સની ત્રીજી એડીશનની શરૂઆત સુરેન્દ્રનગરથી કરાઈ છે. શનીવારે કેમ્બ્રીજ સ્કુલમાં યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લાની 20થી વધુ શાળાના 900થી વધુ 14 વર્ષથી નીચેની વયના બાળકો વીવીધ આઉટડોર રમતો રમ્યા હતા.ગુજરાત ટાઈટન્સ દ્વારા અગાઉની 2 એડીશનોમાં રાજયના વીવીધ શહેરોમાં 10 હજારથી વધુ બાળકોને જોડયા છે. ત્યારે જુનીયર ટાઈટન્સની ત્રીજી એડીશનની શરૂઆત સુરેન્દ્રનગરથી તા. 17ને શનીવારથી થઈ છે. કોઠારીયા હાઈવે પર આવેલ કેમ્બ્રીજ સ્કુલ ખાતે યોજાયેલ એક દિવસીય કોમ્યુનીટી સ્પોર્ટસ ઈવેન્ટમાં જિલ્લાની 20થી વધુ શાળાના 14 વર્ષથી નીચેના બાળકો આઉટડોર રમતો રમ્યા હતા. જુનીયર ટાઈટન્સનો પાયાનો ઉદ્દેશ બાળકોને આઉટડોર રમતો અને શારીરીક પ્રવૃતીઓમાં જોડવા પ્રોત્સાહીત કરવાનો છે. જેનાથી બાળકોમાં ટીમવર્ક, આત્મવિશ્વાસ આવે છે. આ અંગે ગુજરાત ટાઈટન્સના સીઈઓ અરવિંદરસિંહે જણાવ્યુ કે, બાળકો આઉટડોર સ્પોર્ટસ અને શારીરીક પ્રવૃતીઓનો આનંદ માણી શકે તેવા પ્લેટફોર્મ બનાવવાનો અમારો વીશ્વાસ છે. આ ઈવેન્ટ દર શનીવારે રાજયના વીવીધ શહેરોમાં યોજાશે. જેમાં તા. 24 જાન્યુઆરીએ મોરબી, તા.31ના રોજ અમરેલી, તા. 7 ફેબ્રુઆરીએ આણંદમાં યોજાશે. ત્યારબાદ તા. 14 ફેબ્રુઆરીએ અમદાવાદમાં ઈવેન્ટનું સમાપન થશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: મેરેથોનમાં જોડાઈ શહેરીજનોએ મેદસ્વિતા મુક્ત ગુજરાતનો સંદેશ આપ્યો
calendar_today January 17, 2026

Surendranagar: મેરેથોનમાં જોડાઈ શહેરીજનોએ મેદસ્વિતા મુક્ત ગુજરાતનો સંદેશ આપ્યો

ટીબી મુકત ભારત, મેદસ્વીતા મુકત ગુજરાત, સુંદર અને સ્વચ્છ સુરેન્દ્રનગરના સપનાને સાકાર કરવા માટે સુરેન્દ્રનગર મહાનગરપાલીકા, લાયન્સ અને લીઓ કલબ ઓફ સુરેન્દ્રનગર રોયલના સંયુકત ઉપક્રમે મેરેથોનનું આયોજન કરાયુ હતુ. જેમાં 3, 5 અને 10 કીમીની કેટેગરીમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. આ તકે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સુરેન્દ્રનગર શહેર ભાજપ પ્રમુખ દેવાંગ રાવલ, બન્ને કલબના હોદ્દેદારો ઉપસ્થીત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dholka: ગ્રામ્યમાં પીવાના તેમજ સિંચાઈના પાણી, તળાવની સફાઈ સહિતના પ્રશ્નોની રજૂઆત
calendar_today January 17, 2026

Dholka: ગ્રામ્યમાં પીવાના તેમજ સિંચાઈના પાણી, તળાવની સફાઈ સહિતના પ્રશ્નોની રજૂઆત

અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં સંકલન બેઠકમાં પુછાયેલા પ્રશ્નોને પ્રાધાન્ય આપી, તેનું સત્વરે હકારાત્મક નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને અનુરોધ કરાયો હતો.બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું કે સંકલનમાં પુછાયેલા પ્રશ્નોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી, ત્વરિત ધોરણે તેનું નિરાકરણ થાય તે જરૂરી છે. આ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારમાં પીવાના તેમજ સિંચાઈના પાણીના પ્રશ્નો, અસલાલી તળાવ કામગીરી, વિરમગામના મુનસર તળાવની સફાઈ, આરોગ્ય કેન્દ્રનાં કામો, વિરમગામ તાલુકાના ગામોના પોસ્ટલ પિનકોડને લગતાં પ્રશ્નો, દેત્રોજ તાલુકામાં પાણીના બોર, રોજગાર મેળામાં સ્થાનિકોને અગ્રતા, ગૌચરની જમીન, વીજ પુરવઠાના પ્રશ્નો, ડેટા એન્ટ્રી, દબાણો દૂર કરવા સહિત ગ્રામ્ય વિસ્તારના પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓના પ્રશ્નોની ચર્ચા કરી હકારત્મક નિવારણ કરાયું હતું. જ્યારે શહેરી વિસ્તારના પ્રશ્નોમાં સ્લમ રિહેબિલિટેશન, દબાણના પ્રશ્નો, યુએલસી, રેલવેને લગતા વિવિધ પ્રશ્નો, કુબેરનગર આટીઆઈ ફૂટ ઑવર બ્રિજ, જેટકો, ટ્રાફ્કિ, પોલીસ આવાસ, કાયદો અને વ્યવસ્થાની ચર્ચા કરી ઉકેલ લાવવા સંબંધિત અધિકારીઓને સૂચના અપાઈ હતી. આ બેઠકમાં રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન, જિલ્લા ગ્રામ્યના ધારાસભ્યો કિરીટસિંહ ડાભી, બાબુભાઈ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ, અમદાવાદ શહેરના પોલીસ અધિકારીઓ, નિવાસી અધિક કલેક્ટર ભાવિન સાગર સહિત સંકલનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward