Botad: રાણપુર બેરિંગ કંપનીમાં રૂ. 1.65 કરોડથી વધુ રકમની ઉચાપત કરાયાની ફરિયાદ
બોટાદ જિલ્લાના રાણપુર ખાતે આવેલી RMP બેરીંગ લિ. કંપનીમાં મસમોટી રકમની ઉચાપતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કંપનીના પરચેઝ મેનેજર અને તેમની પત્ની દ્વારા કંપની સાથે વિશ્વાસઘાત કરી રૂ. 1.65 કરોડથી વધુની રકમની ઉચાપત કરવામાં આવી હોવાનું સામે આવતા રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.કંપનીના મેનેજિંગ ડિરેક્ટર મિતેનભાઈ રાજેન્દ્રકુમાર મકવાણા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર પરચેઝ મેનેજર જયદીપભાઈ પ્રદીપભાઈ બેલાણી અને તેમની પત્ની દીપાલીબેનએ ઓગસ્ટ 2020થી ડિસેમ્બર 2022ના સમયગાળા દરમિયાન કંપનીના હિત વિરુદ્ધ કામ કર્યું હતું. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ અંદાજે 12 જેટલા વેન્ડર્સ પાસેથી રો-મટીરીયલ્સ માર્કેટ રેટ કરતાં ઘણી વધારે કિંમતે ખરીદ્યા હતા. આ વધારાની રકમ કમિશન સ્વરૂપે પોતાના બેંક ખાતામાં અથવા રોકડમાં સ્વીકારી કંપનીને ભારે આર્થિક નુકસાન પહોંચાડયું હતું. કંપની દ્વારા કરવામાં આવેલા આંતરિક ઓડિટ દરમિયાન રો-મટીરીયલ્સના ખર્ચ અને ઉત્પાદન ખર્ચમાં મોટો તફાવત સામે આવતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું. ત્યારબાદ કાનૂની કાર્યવાહી માટે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ મામલે રાણપુર પોલીસે BNSSની કલમ 406, 420, 409 અને 114 હેઠળ ગુનો નોંધાવી તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું છે કે આરોપીઓ વિરુદ્ધ પુરાવાના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward