android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mahesana: અભિયાન : ઉત્તરાયણ બાદ રઝળતી 175 કિલો દોરીનો નાશ કરાયો
calendar_today January 17, 2026

Mahesana: અભિયાન : ઉત્તરાયણ બાદ રઝળતી 175 કિલો દોરીનો નાશ કરાયો

મહેસાણામાં પતંગ રસિયાઓએ ઉત્તરાયણની મજા માણ્યા બાદ શહેરભરમાં પતંગની દોરી રઝળતી મૂકી દીધી હતી. આ દોરીને એકત્રિત કરીને તેનો યોગ્ય જગ્યાએ નાશ કરવા માટેનું બીડું રાજ્યસભાના સાંસદ મયંક નાયકે ઝડપ્યું હતું. સાંસદ અને ભાજપના કાર્યકર્તાઓએ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રઝળતી પડી રહેલી દોરી એકત્રિત કરવા અભિયાન ચલાવ્યું હતું. ઉપરાંત તેઓએ જે કોઈ લોકોએ દોરી લઈને તેમના કાર્યાલય સુધી પહોંચતી કરી તેવા નાગરિકોને કિલો દીઠ રૂ.150નું પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું. આમ, રાજ્યસભા સાંસદ મયંક નાયકના કાર્યાલય સેવાલય ખાતે અંદાજીત 175 કિલોથી પણ વધુ દોરી એકત્રિત થઈ હતી. મહેસાણામાં ઉત્તરાયણના તહેવારો બાદ શહેરની ગલીઓમાં તાર, મકાન, વૃક્ષો અને ધાબા સહિતના સ્થળો પર પતંગ દોરીઓ લટકેલી પડી હતી. જેનાથી પશુ પક્ષી કે માનવીઓને કોઈ નુકસાન ન થાય તે માટે તેનો યોગ્ય નિકાલ કરવા રાજ્યસભા સાંસદ મયંક નાયક દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: રેલવે મેન્ટેનન્સનું કામ હોવાથી છેલ્લા 3 દિવસથી સૂઈગામ હાઈવે બંધ
calendar_today January 17, 2026

Patan: રેલવે મેન્ટેનન્સનું કામ હોવાથી છેલ્લા 3 દિવસથી સૂઈગામ હાઈવે બંધ

રાધનપુર થી ભીલોટ મહેમદાવાદ જતા રસ્તા પર રેલ્વે ફાટક આવેલ છે. જે રસ્તા પર અંદાજીત ત્રીસ કરતાં વધારે ગામો આવેલા છે. પહેલા રેલ્વેની સીંગલ લાઈન હોવાથી માલગાડીઓ ઓછી પસાર થતી હતી. પરંતુ તાજેતરમાં રેલ્વે વિભાગ દ્વારા નવીન બ્રોડગેજ લાઈન શરૂ કરતા રેલ્વેની અવર જવરમાં સતત વધારો જોવા મળી રહયો છે. આ રેલ્વે લાઈન કંડલા લાઈનને જોડતી હોવાથી દિવસ અને રાત્રી દરમીયાન 40 કરતાં વધારે માલગાડી તેમજ પેસેન્જર ગાડીઓ પસાર થતી હોવાથી વારંવાર ફાટક બંધ થઈ જતા વાહનો ચાલકોને ઘણા સમય ફ્સાઈ રહ્યા છે.પરંતુ ભીલોટ નજીક આવેલ રેલવે ફાટક નું મેન્ટેનન્સ કામ ચાલતું હોવાથી રાધનપુર સુઈગામ હાઈવે છેલ્લા 3 દિવસ થી બંધ કરી દેવામાં આવ્યો છે. આ માર્ગ નડાબેટ અને પાકિસ્તાન બોર્ડર સુધી જતો રસ્તો બંધ રહેતા વાહનચાલકો ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે. અને રસ્તો બંધ હોવાથી વાહન ચાલકોને રાધનપુર જવા માટે ત્રણ કિમી સુધી ફરીને રાધનપુર પહોંચવાની ફરજ પડી રહી છે આમ રાધનપુર ભીલોટ પાસે આવેલ રેલવે ફાટક માં વારંવાર વિભાગ દ્વારા મેન્ટેનન્સનું કામ શરૂ કરી દેતા રસ્તો બંધ કરી દેવામાં આવે છે જેને લઈને રાધનપુર સુઈગામ હાઈવે પર આવેલા ગ્રામ્ય વિસ્તારોના લોકો તેમ જ વાહનચાલકો રેલવે વિભાગ પ્રત્યે ભારે રોષ વ્યકત કરી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Palanpur: અમીરગઢ નજીક રાજસ્થાનના વાસડા બ્રિજ પાસે ટ્રેલર અને ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત
calendar_today January 17, 2026

Palanpur: અમીરગઢ નજીક રાજસ્થાનના વાસડા બ્રિજ પાસે ટ્રેલર અને ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત

અમીરગઢ નજીક રાજસ્થાનના વાસડા બ્રિજ પાસે ટ્રેલર અને ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું અને બે અન્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. બનાવને પગલે ટ્રેલર અને ટેન્કર વચ્ચે ફસાયેલા ડ્રાઈવરના મૃતદેહને બહાર કાઢવા માટે એનએચઆઈટી અને સ્થાનિક પોલીસને ત્રણ કલાક સુધી ભારે જહેમત ઉઠાવવી પડી હતી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો અને એનએચઆઈટી અને રાજસ્થાન પોલીસે સઘન પ્રયાસો બાદ ટ્રાફિકને નિયંત્રિત કરવામાં આવ્યો હતો. આ કાર્યમાં સ્વરૂપગંજ આરપીવી ટીમ, એમ્યુલન્સનો સ્ટાફ અને ગુજરાતની ખેમાણા આરપીવી ટીમ સહિત અનેક લોકો સામેલ થયા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward