android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Palanpur: શહેરમાં તિરુપતિ રાજનગર સોસાયટીમાં બિલ્ડરના મકાનમાં આગ
calendar_today January 17, 2026

Palanpur: શહેરમાં તિરુપતિ રાજનગર સોસાયટીમાં બિલ્ડરના મકાનમાં આગ

પાલનપુર શહેરમાં આબુહાઈવે પર આવેલી તિરૂપતિ રાજનગર સોસાયટીમાં રહેતા અને બિલ્ડિંગ કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે જોડાયેલા કિરીટભાઈ રાજગોરના બંગ્લમાં મોડી રાત્રે નવેક વાગ્યાના સુમારે અચાનક આગ ભભુક્તા ઘરવખરી સહિતનું સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો. જો કે સોસાયટીના રહીશોએ સર્તકતા દાખવતા વધુ નુકશાન અટક્યું.પાલનપુર શહેરમાં આબુહાઈવે પર આવેલી તિરૂપતિ રાજનગર સોસાયટીમાં રહેતા અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન અને રીયલ એસ્ટેટના વ્યવસાયમાં જોડાયેલા કિરીટભાઈ રાજગોર ગત તા.16 મીની રાત્રિના સુમારે તેમના પરિવાર સાથે બહાર નીકળ્યા હતા. તે દરમ્યાન તેમના ઘરમાં અચાનક આગ ફાટી હતી અને આગના કારણે તેમના ઘરમાં રહેલું ફર્નિચર અને ઘરવખરી સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગ લાગવાના પગલે સોસાયટીમાં રહેતા લોકો દોડી આવ્યા હતા અને બારીના કાચ તોડી નાખ્યા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો. તે દરમ્યાન પાલનપુર નગરપાલિકાની પણ ફાયર ફાઈટર આવી પહોંચી હતી અને મકાનમાં સંપૂર્ણપણે આગ કાબુમાં લેવામાં આવી હતી. મકાનમાં આગ લાગવાના કારણે બેઠક ખંડમાં રહેલું ફર્નિચર તેમજ ઘરની અંદરનો સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો. આમ અગમ્ય કારણોસર લાગેલી આગના કારણે નુકશાન થયું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Banaskantha: દિયોદર લુદરા પાસે આઇશર અને દૂધના ટેન્કર વચ્ચે અકસ્માત ડ્રાઈવરનું મોત
calendar_today January 17, 2026

Banaskantha: દિયોદર લુદરા પાસે આઇશર અને દૂધના ટેન્કર વચ્ચે અકસ્માત ડ્રાઈવરનું મોત

દિયોદર તાલુકાના લુદરા પાસે શનિવારે વહેલી સવારે દૂધના ટેન્કર અને આઇશર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં દૂધના ટેન્કરમાં સવાર ડ્રાઈવર ને ગંભીર ઇજાઓ થતા મોત નિપજ્યું હતું જેને લઈ ચકચાર મચી જવા પામી હતી. જાણવા મળતી વિગત અનુસાર દિયોદર તાલુકાના લુદરા પાસે શનિવારે વહેલી સવારે ભાભર તરફ્ થી આવતું દૂધ ના ટેન્કર અને દિયોદર થી ભાભર તરફ્ જતું આઇશર ટ્રક વચ્ચે લુદરા પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં દૂધના ટેન્કર ના ડ્રાઈવર લાખાભાઇ વિહાભાઈ રબારી રહે સુરાણા તા દિયોદર વાળા ને ગંભીર ઇજાઓ થતા મોત નિપજયું હતું બનાવ ની જાણ 108 એમ્બ્યુલ્સ ને કરતા બનાવ સ્થળે પહોંચી દૂધ ના ટેન્કર માંથી મૃતક ને ગંભીર હાલતમાં બહાર નીકળવામાં આવ્યો હતો જેમાં દિયોદર સારવાર અર્થ લઈ આવતા અધવચ્ચે મોત નિપજ્યું હતું જો કે સમગ્ર બનાવ ને લઈ દિયોદર પોલીસે અકસ્માત નો ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mehsana: મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં ઉત્તરાર્ધ મહોત્સવ 2026'નો ભવ્ય પ્રારંભ, શાસ્ત્રીય નૃત્યના સંગમથી કલાપ્રેમીઓ મંત્રમુગ્ધ
calendar_today January 17, 2026

Mehsana: મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં ઉત્તરાર્ધ મહોત્સવ 2026'નો ભવ્ય પ્રારંભ, શાસ્ત્રીય નૃત્યના સંગમથી કલાપ્રેમીઓ મંત્રમુગ્ધ

ઐતિહાસિક અને વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિર ખાતે આજે ઘૂંઘરૂના નાદ અને કલાત્મક નર્તન સાથે 'ઉત્તરાર્ધ મહોત્સવ-2026'નો શાનદાર પ્રારંભ થયો છે. ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે દીપ પ્રાગટ્ય કરી બે દિવસીય શાસ્ત્રીય નૃત્યના આ પર્વને ખુલ્લું મૂક્યું હતું. રાજ્યના રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ તેમજ મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ ઉત્સવ ભારતીય કલા વારસાને વિશ્વ સ્તરે નવી ઓળખ અપાવી રહ્યો છે.કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહનઉત્સવના પ્રારંભે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી તાનારીરી અને ઉત્તરાર્ધ મહોત્સવ જેવા કાર્યક્રમો દ્વારા કલાના સાધકોને યોગ્ય સન્માન અને પ્લેટફોર્મ મળ્યું છે. તેમણે ભારતીય કલા વારસાને નવી પેઢી સુધી જીવંત રાખવા બદલ કલાગુરુઓનો આભાર માન્યો હતો અને ઉપસ્થિત કલાકારોનું સન્માન કર્યું હતું.ક્લિન એનર્જી અને સૂર્ય ઉપાસનાનું કેન્દ્રમંત્રીએ મોઢેરાના મહત્વ પર પ્રકાશ પાડતા કહ્યું કે, મોઢેરા દેશનું પ્રથમ સોલાર ગામ છે જે સૂર્ય ઉર્જાથી રાત્રે ઝળહળે છે. ભારત આજે પરંપરાગત ઉર્જા સ્ત્રોતોને બદલે સૂર્ય, પવન અને જળ જેવા કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી 'ક્લિન એનર્જી'ના ક્ષેત્રે વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે.પ્રથમ દિવસે નૃત્યની મનમોહક પ્રસ્તુતિમહોત્સવના પ્રથમ દિવસે દેશના નામાંકિત કલાકારોએ વિવિધ શાસ્ત્રીય નૃત્ય શૈલીઓ રજૂ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા.  રમીન્દર ખુરાના, મીનાક્ષી શ્રીયન અને પેરી કૃષ્ણ હર્ષિતા, માયા કુલશ્રેષ્ઠા, ડૉ. શ્રુતિ બંદોપાધ્યાય, બીના મહેતાઉત્સવનો ઇતિહાસઉલ્લેખનીય છે કે, મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 1992 થી દર વર્ષે ઉત્તરાયણ પર્વ બાદ આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં મંત્રીએ સખી મંડળો દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ સ્ટોલ્સની મુલાકાત પણ લીધી હતી.આ પણ વાંચો: નાગપુરની ફૂટપાથથી નેધરલેન્ડના મેયર સુધીની સફર, 41 વર્ષે માતાની શોધમાં ભારત પરત ફર્યા ફાલ્ગુન

Read Full Story arrow_forward