android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Morbi: માળીયા મિયાણામાં વીજપોલના વળતર મુદ્દે ખેડૂતોનો ચક્કાજામ, કંડલા-જામનગર હાઈવે પર વાહનોની કતારો લાગી
calendar_today January 17, 2026

Morbi: માળીયા મિયાણામાં વીજપોલના વળતર મુદ્દે ખેડૂતોનો ચક્કાજામ, કંડલા-જામનગર હાઈવે પર વાહનોની કતારો લાગી

મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાના રાસંગપર ગામે વીજ કંપનીની કામગીરી અને વળતરના પ્રશ્ને ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા અન્યાયના આક્ષેપો સાથે આજે મોટી સંખ્યામાં ખેડૂતોએ કંડલા-જામનગર હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પગલે પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.વીજ કંપનીની કામગીરી અને વળતરના પ્રશ્ને ખેડૂતોનો રોષ રાસંગપર ગામના સીમ વિસ્તારમાં પસાર થતી 765 KV વીજ લાઇનના પોલ (ટાવર) ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે. આ બાબતે ખેડૂતોએ નીચે મુજબના ગંભીર આક્ષેપો કર્યા છે.  વીજપોલ ઊભા કરવા માટે લેવામાં આવેલી જમીન અને તેના કારણે થયેલા પાક નુકસાનીનું વળતર યોગ્ય રીતે મળતું નથી. ખેડૂતોનો આક્ષેપ છે કે ખાનગી વીજ કંપનીના માણસો ખેડૂતો સાથે ગેરવર્તન કરે છે અને કામ અટકાવવા બદલ ધાકધમકી આપે છે. શિયાળુ પાક તૈયાર છે ત્યારે જ કામગીરી હાથ ધરાતા ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે.કંડલા-જામનગર હાઈવે બ્લોક કર્યો ન્યાયની માંગણી સાથે શાંતિપૂર્ણ રજૂઆતો બાદ કોઈ ઉકેલ ન આવતા અંતે ખેડૂતોએ કંડલા-જામનગર હાઈવે બ્લોક કર્યો હતો. હાઈવે પર ખેડૂતો બેસી જતાં વાહન વ્યવહાર થંભી ગયો હતો. ખેડૂતોના આ આંદોલનને સ્થાનિક કોંગ્રેસ સમિતિ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે. કોંગ્રેસના આગેવાનોએ પણ ખેડૂતોને યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ચીમકી આપી છે.પોલીસ અને વહીવટીતંત્રની ભૂમિકાચક્કાજામના સમાચાર મળતા જ માળીયા મિયાણા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે ખેડૂતોને સમજાવી હાઈવે ખુલ્લો કરાવવા માટે મધ્યસ્થી શરૂ કરી છે. જોકે, ખેડૂતો પોતાની લેખિત માંગણીઓ અને વળતરની બાંહેધરી પર મક્કમ જોવા મળ્યા હતા.આ પણ વાંચો: મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં ઉત્તરાર્ધ મહોત્સવ 2026'નો ભવ્ય પ્રારંભ, શાસ્ત્રીય નૃત્યના સંગમથી કલાપ્રેમીઓ મંત્રમુગ્ધ

Read Full Story arrow_forward
Bet Dwarkaમાં ગુગળી બ્રાહ્મણોનો વિરોધ, યજમાનવૃત્તિ પર પ્રતિબંધ સામે કાળી પટ્ટી બાંધી આંદોલન
calendar_today January 17, 2026

Bet Dwarkaમાં ગુગળી બ્રાહ્મણોનો વિરોધ, યજમાનવૃત્તિ પર પ્રતિબંધ સામે કાળી પટ્ટી બાંધી આંદોલન

યાત્રાધામ બેટ દ્વારકાના જગવિખ્યાત મંદિરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા પર રોક લગાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. બેટ દ્વારકા દેવસ્થાન સમિતિના ટ્રસ્ટીઓ દ્વારા ગૂગળી બ્રાહ્મણ 505 જ્ઞાતિના સભ્યોને મંદિરની અંદર યજમાનવૃત્તિ કરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. ટ્રસ્ટીઓના આ નિર્ણય સામે બ્રાહ્મણ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ટ્રસ્ટીઓ અને ગુગળી બ્રાહ્મણ 505 વચ્ચે વિવાદ ગૂગળી બ્રાહ્મણ સમાજનો દાવો છે કે તેઓ પેઢી દર પેઢીથી મંદિર પરિસરમાં યજમાનવૃત્તિ (ધાર્મિક વિધિ-વિધાન) કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. છેલ્લા 20 દિવસથી સમિતિ દ્વારા તેમને આ વિધિ કરતા અટકાવવામાં આવ્યા છે. હાલમાં નાતાલના મીની વેકેશન દરમિયાન જ્યારે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે, ત્યારે જ આ કામગીરી બંધ કરાતા અનેક બ્રાહ્મણ પરિવારો બેરોજગાર બન્યા છે. ગુગળી બ્રાહ્મણો પેઢી દર પેઢી યજમાન વૃતિ કરે છે ટ્રસ્ટીઓના આ વલણને 'અમાનુષી ત્રાસ' ગણાવીને બ્રાહ્મણો હવે વિરોધ પ્રદર્શનની તૈયારી કરી રહ્યા છે. જે મુજબ, બ્રાહ્મણો હાથ પર કાળી પટ્ટી બાંધી મંદિરની બહાર મંત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવશે. જો ટૂંક સમયમાં યોગ્ય નિરાકરણ નહીં આવે, તો બ્રાહ્મણો દ્વારા ઉપવાસ આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. દેવસ્થાન સમિતિ અને બ્રાહ્મણો વચ્ચેનો આ વિવાદ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Nagpur: નાગપુરની ફૂટપાથથી નેધરલેન્ડના મેયર સુધીની સફર, 41 વર્ષે માતાની શોધમાં ભારત પરત ફર્યા ફાલ્ગુન
calendar_today January 17, 2026

Nagpur: નાગપુરની ફૂટપાથથી નેધરલેન્ડના મેયર સુધીની સફર, 41 વર્ષે માતાની શોધમાં ભારત પરત ફર્યા ફાલ્ગુન

નિયતિની રમત કેવી અકલ્પનીય હોય છે તેનું જીવંત ઉદાહરણ એટલે ફાલ્ગુન બિન્નેન્ડિજક. 41 વર્ષ પહેલાં નાગપુરમાં ત્રણ દિવસના માસૂમ બાળક તરીકે ત્યજી દેવાયેલા ફાલ્ગુન આજે નેધરલેન્ડ્સના હીમસ્ટેડ (Heemstede) શહેરના મેયર છે. તમામ સુખ-સાહેબી હોવા છતાં, પોતાના મૂળ અને જૈવિક માતાને મળવાની તડપ તેમને ફરી એકવાર ભારત ખેંચી લાવી છે.જન્મના ત્રીજા દિવસે જ ત્યજી દેવાયા હતા10 ફેબ્રુઆરી, 1985ના રોજ જન્મેલા ફાલ્ગુનને તેના જન્મના માત્ર ત્રીજા દિવસે જ નાગપુરના 'માતૃ સેવા સંઘ' (MSS) અનાથાશ્રમની બહાર છોડી દેવામાં આવ્યા હતા. સરકારી દસ્તાવેજો મુજબ, તેમની માતા 21 વર્ષીય અપરિણીત યુવતી હતી, જેણે સામાજિક મર્યાદાઓને કારણે ભારે હૈયે પોતાના સંતાનને સંસ્થાને સોંપી દીધું હતું. સંસ્થાની એક નર્સે તે સમયના હિન્દુ માસ 'ફાલ્ગુન' પરથી આ બાળકનું નામ 'ફાલ્ગુન' રાખ્યું હતું.નસીબ પલટાયું ડચ દંપતીએ દત્તક લીધાઅનાથાશ્રમમાં એક મહિનો રહ્યા બાદ, ફાલ્ગુનને મુંબઈ લઈ જવામાં આવ્યા, જ્યાં એક દયાળુ ડચ દંપતીએ તેમને દત્તક લીધા. તેઓ ફાલ્ગુનને નેધરલેન્ડ્સ લઈ ગયા, જ્યાં તેમનો ઉછેર એક સુખી અને સમૃદ્ધ પરિવારમાં થયો. ફાલ્ગુન કહે છે કે, "મારા માતા-પિતાએ ક્યારેય મારાથી એ વાત છુપાવી નહોતી કે હું દત્તક લીધેલું સંતાન છું."રાજકીય સફળતા અને ભારતની મુલાકાતનેધરલેન્ડ્સમાં શિક્ષણ પૂર્ણ કર્યા બાદ ફાલ્ગુન જાહેર સેવામાં જોડાયા અને રાજકારણમાં પ્રવેશ કર્યો. આજે તેઓ એમ્સ્ટરડેમ નજીકના હીમસ્ટેડ શહેરના પ્રતિષ્ઠિત મેયર છે. જોકે, વર્ષ 2006માં જ્યારે તેઓ પહેલીવાર પ્રવાસી તરીકે ભારત આવ્યા, ત્યારે તેમને પોતાની ભારતીય ઓળખનો અહેસાસ થયો. લોકો તેમને ભારતીય સમજી હિન્દીમાં વાત કરતા, જેણે તેમના મનમાં પોતાના મૂળ શોધવાની જિજ્ઞાસા જગાડી.શોધખોળ અને ભાવુક મુલાકાતવર્ષ 2017 અને ઓગસ્ટ 2024માં ફાલ્ગુને નાગપુરની મુલાકાત લીધી. સ્થાનિક વહીવટીતંત્ર, કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરના સહયોગથી જૂના રેકોર્ડ તપાસવામાં આવ્યા. આ શોધખોળ દરમિયાન ડિસેમ્બર 2025માં એક ચમત્કાર થયો. ફાલ્ગુન તે નિવૃત્ત નર્સને મળ્યા જેમણે 41 વર્ષ પહેલાં તેમને 'ફાલ્ગુન' નામ આપ્યું હતું. આ મુલાકાત અત્યંત ભાવુક હતી, બંનેની આંખોમાં આંસુ હતા. ફાલ્ગુને જણાવ્યું કે, "જે સ્ત્રીએ મને મારી ઓળખ આપી તેને મળવું એ મારા જીવનની સૌથી યાદગાર ક્ષણ હતી."માતાને આપવો છે પ્રેમનો સંદેશપોતાની જૈવિક માતા વિશે વાત કરતા ફાલ્ગુન કહે છે, "હું જાણું છું કે તે કદાચ અપરાધભાવ (Guilt) સાથે જીવતી હશે. હું ફક્ત તેને એકવાર મળીને કહેવા માંગુ છું કે 'મા, હું ઠીક છું. મારું જીવન ખૂબ સુંદર છે અને મને જે પરિવારે ઉછેર્યો તેમણે મને અઢળક પ્રેમ આપ્યો છે. તારે દુખી થવાની જરૂર નથી.'આ પણ વાંચો: ગુજરાતના સિનિયર IAS અનુપમ આનંદની કેન્દ્રમાં બદલી, અમદાવાદ ખાતે 'IN-SPACE' ના સંયુક્ત સચિવ તરીકે નિમણૂક

Read Full Story arrow_forward