android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
B Praak Death Threat : સિંગર બી પ્રાકને મળી જાનથી મારી નાખવાની ધમકી, મોહાલીમાં નોંધાઈ FIR
calendar_today January 17, 2026

B Praak Death Threat : સિંગર બી પ્રાકને મળી જાનથી મારી નાખવાની ધમકી, મોહાલીમાં નોંધાઈ FIR

બોલીવુડના જાણીતા સિંગર બી પ્રાકને 10 કરોડ રૂપિયાની ખંડણી અને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. સિંગરને ઘણા કોલ આવ્યા અને જેમાં પૈસાની માગણી કરવામાં આવી, સાથે જ કહેવામાં આવ્યું કે જો રકમ ચૂકવવામાં નહીં આવે તો તેમને મારી નાખવામાં આવશે. હવે બી પ્રાકને મળેલી આ ધમકી બાદ મોહાલીના સોહાના સ્ટેશનમાં સિંગરે FIR નોંધાવી છે.સિંગરમાં ભયનો માહોલ આ FIRની વિગત સામે આવી છે, જે મુજબ 5 જાન્યુઆરીએ ફરિયાદી બી પ્રાકને તેમના યુકેના આંતરરાષ્ટ્રીય નંબર પર કોલ આવ્યો હતો. જેમાં પૈસાની માગણી કરવામાં આવી હતી. કોલમાં આરોપીએ સિંગરને જાનથી મારી નાખવાની ધમકી આપી અને કહ્યું કે જો પૈસા નહીં આપવામાં આવે તો પરિવારને નુકસાન પહોંચાડવામાં આવશે. આરોપીએ અપશબ્દોનો ઉપયોગ કર્યો અને ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપી. આ પ્રકારની ધમકીઓ ઓછામાં ઓછા 10 વાર આપવામાં આવી, જેના કારણે સિંગર ડરી ગયા અને માનસિક રીતે પરેશાન થવા લાગ્યા. લોરેન્સે ગેંગે આપી ધમકી ? ફરિયાદીએ કહ્યું કે આ ભારતીય ન્યાય સંહિતાની કલમ 308 (4) એટલે કે બળજબરીથી વસુલી અને ગંભીર ગુનાહિત ધમકી હેઠળનો ગુનો છે. આરોપીએ મોત/ગંભીર ઈજા પહોંચાડવા, સંપતિ નષ્ટ કરવા જેવા ગંભીર કેસમાં ફસાવી દેવાની ધમકી આપી, જેમાં આજીવન કારાવાસ કે 7 વર્ષથી વધારેની સજાની જોગવાઈ છે. તેમને મોહાલીમાં FIR નોંધાવી છે અને આ FIR 6 જાન્યુઆરી 2026એ મોહાલીના વરિષ્ઠ પોલીસ અધિક્ષકને આપી છે. એવો આરોપ છે કે આ ધમકી અરજૂ બિશ્નોઈ દ્વારા આપવામાં આવી હતી, જે વિદેશથી સંચાલિત લોરેન્સ બિશ્નોઈ ગેંગનો કથિત સહયોગી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ફરિયાદીએ કહ્યું કે દિલનૂર બાબલૂ, મોહાલીના વેનરાજ સોસાયટીના રહેવાસી છે, તેને પોતાને એક પંજાબી ગાયક ગણાવ્યો છે. રેકોર્ડ કરેલા ઓડિયો મેસેજમાં આરોપી તરફથી કહેવામાં આવ્યું હતું કે એક અઠવાડિયાની અંદર પૈસા આપી દો નહીં તો જાનથી મારી નાખીશું અને આ ચેતવણી આપવામાં આવી કે આ કોલને ખોટો ના સમજવામાં આવે. આ પણ વાંચો: Amitabh Bachchan Regret : જિંદગી વીતી ગઈ પણ... 83ની ઉંમરે બિગ બીને રહી ગયો આ વાતનો અફસોસ!

Read Full Story arrow_forward
Bhuj News: પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાની અધ્યક્ષતામાં યોજાઈ સંકલન બેઠક, વણઉકેલ્યા પ્રશ્નોને અગ્રતા આપવા આદેશ
calendar_today January 17, 2026

Bhuj News: પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાની અધ્યક્ષતામાં યોજાઈ સંકલન બેઠક, વણઉકેલ્યા પ્રશ્નોને અગ્રતા આપવા આદેશ

કચ્છ જિલ્લાના વહીવટી પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે આજે ભુજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાએ જિલ્લાના વહીવટીતંત્ર સાથે કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કચ્છના વિકાસમાં અવરોધરૂપ વણઉકેલ્યા પ્રશ્નોને પ્રાથમિકતા આપી તત્કાલ ઉકેલવા એ સરકારની નેમ છે.પ્રભારી મંત્રીએ વહીવટીતંત્ર સાથે બેઠક યોજી બેઠક દરમિયાન જિલ્લાના ધારાસભ્યો અને અન્ય જનપ્રતિનિધિઓએ લોકોની પાયાની જરૂરિયાતો અંગે રજૂઆતો કરી હતી. જેમાં મુખ્યત્વે વીજળીની અનિયમિતતા, પીવાના પાણીની અછત, ખેડૂતોને પડતી મુશ્કેલીઓ, ખરાબ રસ્તા અને સરકારી જમીનો પરના દબાણ જેવા ગંભીર મુદ્દાઓ ચર્ચાયા હતા. મંત્રીએ આ તમામ પ્રશ્નોને ગંભીરતાથી લઈ સંબંધિત અધિકારીઓને સમયમર્યાદામાં નિકાલ લાવવા સૂચના આપી હતી. યાત્રાધામનો વિકાસ કરવાની નેમ વ્યકત કરી વહીવટી સમીક્ષાની સાથે મંત્રીએ કચ્છના નાના-મોટા યાત્રાધામોના વિકાસ માટેની સરકારની યોજનાઓ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કચ્છના સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાને જાળવી રાખી પ્રવાસન ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરવાની ખાતરી આપી હતી. બેઠકમાં કલેક્ટર સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા અને સરકારી યોજનાઓના અમલીકરણ અંગે રિપોર્ટ રજૂ કર્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
DGCAએ ઈન્ડિગો એરલાઈન્સને ફટકાર્યો 22 કરોડ રૂપિયાનો દંડ, CEOને આપી ચેતવણી
calendar_today January 17, 2026

DGCAએ ઈન્ડિગો એરલાઈન્સને ફટકાર્યો 22 કરોડ રૂપિયાનો દંડ, CEOને આપી ચેતવણી

ગયા વર્ષે ડિસેમ્બરમાં ઈન્ડિગોએ એક મોટા સંકટનો સામનો કરવો પડ્યો હતો. હજારો ફ્લાઇટ્સ મોડી પડી હતી અને રદ કરવામાં આવી હતી, જેના કારણે મુસાફરોને મોટી પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. આ બાબતે DGCAનો તપાસ રિપોર્ટ હવે સામે આવ્યો છે. તેમાં કામગીરીનું વધુ પડતું ઑપ્ટિમાઈઝેશન, ક્રૂ અને એરક્રાફ્ટ માટે અપૂરતું બેકઅપ અને નવા FDTL નિયમોનું અપૂરતું અમલીકરણ જોવા મળ્યું હતું.રિપોર્ટમાં ગંભીર ખામીઓની વિગતો આપવામાં આવી કડક પગલાં લેતા DGCAએ CEOને ચેતવણી આપી છે, COO (એકાઉન્ટેબલ મેનેજર)ને ચેતવણી આપી છે અને SVP (OCC)ને ઓપરેશનલ જવાબદારીઓમાંથી દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે. DGCAએ ફ્લાઈટમાં નોંધપાત્ર ભૂલોને લઈ ઈન્ડિગો પર રૂપિયા 22.2 કરોડનો દંડ પણ ફટકાર્યો છે. ડીજીસીએ તપાસ રિપોર્ટમાં સોફ્ટવેર અને મેનેજમેન્ટમાં ગંભીર ખામીઓની વિગતો આપવામાં આવી છે. તેમાં ક્રૂ પર વધુ પડતું દબાણ પણ બહાર આવ્યું છે, જેમાં તેમના ફરજના કલાકો મહત્તમ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ડેડ-હેડિંગ, ટેલ સ્વેપ અને લાંબી ડ્યુટી જેવી વાતો સામે આવી છે. વધુમાં, ક્રૂને ખૂબ જ ઓછો આરામ અને રિક્વરી સમય આપવામાં આવ્યો. ઓપરેશન અને ક્રૂ પ્લાનિંગમાં જોડાયેલા અન્ય અધિકારીઓને પણ ચેતવણી મળી DGCAએ કડક કાર્યવાહી કરતા CEOને ચેતવણી, COO (એકાઉન્ટેબલ મેનેજર)ને ચેતવણી અને SVP (OCC)ને ઓપરેશનલ જવાબદારીઓમાંથી દૂર કરવાની ચેતવણી આપી છે. ફ્લાઈટ ઓપરેશન્સ અને ક્રૂ પ્લાનિંગમાં સામેલ અન્ય અધિકારીઓને પણ ચેતવણી આપવામાં આવી છે. શું છે આખો મામલો? ડિસેમ્બર 2025માં, 2,507 ઈન્ડિગો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને 1,852 મોડી પડી હતી, જેના કારણે વિવિધ એરપોર્ટ પર ફસાયેલા 3,00,000થી વધુ મુસાફરોને અસુવિધા થઈ હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA)ના નિર્દેશને અનુસરીને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ ઈન્ડિગોના સંચાલનમાં વિક્ષેપોના કારણોની સમીક્ષા અને મૂલ્યાંકન કરવા માટે ચાર સભ્યોની સમિતિની રચના કરી હતી.આ પણ વાંચો: UP ATSનો છાંગુર બાબા ધર્માતરણ રેકેટ પર સંકજો, નાગપુરથી ફંડ મેનેજરની કરી ધરપકડ

Read Full Story arrow_forward