android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Suratની મુલાકાતે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉદ્યોગપતિના પારિવારિક પ્રસંગમાં આપી હાજરી
calendar_today January 17, 2026

Suratની મુલાકાતે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉદ્યોગપતિના પારિવારિક પ્રસંગમાં આપી હાજરી

ઉત્તર પ્રદેશના લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે ડાયમંડ સિટી સુરતની ટૂંકી મુલાકાતે આવ્યા હતા. તેમની આ મુલાકાત સંપૂર્ણપણે અંગત અને સામાજિક રહી હતી. સુરત એરપોર્ટ પર તેમનું આગમન થતા જ ભાજપના દિગ્ગજ નેતાઓ, સાંસદ અને સુરતના મેયર સહિતના પદાધિકારીઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.યોગી ઉદ્યોગપતિના પ્રસંગમાં હાજરી આપવા પહોંચ્યા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સુરતના જાણીતા ઉદ્યોગપતિના પુત્રની સગાઈના પ્રસંગમાં હાજરી આપવા માટે ખાસ પધાર્યા હતા. શહેરના પોશ વિસ્તાર ગણાતા પાર્લે પોઈન્ટ ખાતે આવેલી ખાનગી હોટલ 'મેરિયોટ' (Marriott) માં આ ભવ્ય પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ હોટલ પહોંચીને નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા અને ઉદ્યોગપતિના પરિવાર સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. યોગી આદિત્યનાથ પ્રસંગમાં હાજરી આપી યુપી રવાના યોગી આદિત્યનાથની મુલાકાતને પગલે સુરત પોલીસ દ્વારા એરપોર્ટથી લઈને પાર્લે પોઈન્ટ સુધીના માર્ગ પર અને હોટલની આસપાસ લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમની એક ઝલક મેળવવા માટે હોટલની બહાર લોકોના ટોળા ઉમટ્યા હતા. પ્રસંગમાં હાજરી આપ્યા બાદ તેઓ તુરંત જ સુરત એરપોર્ટથી ઉત્તર પ્રદેશ જવા રવાના થયા હતા. જોકે, આ ટૂંકી મુલાકાત દરમિયાન તેમણે કોઈ જાહેર સભા કે રાજકીય કાર્યક્રમમાં હાજરી આપી ન હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Suratમાં આવાસ યોજનાના નામે લાખોની ઠગાઈ, ઇકો સેલે મુખ્ય આરોપી મયંક મિશ્રાને દિલ્હીથી ઝડપી લીધો
calendar_today January 17, 2026

Suratમાં આવાસ યોજનાના નામે લાખોની ઠગાઈ, ઇકો સેલે મુખ્ય આરોપી મયંક મિશ્રાને દિલ્હીથી ઝડપી લીધો

સુરત મહાનગરપાલિકાના નામે અને સરકારી આવાસ યોજનાઓમાં વગર ડ્રો એ ફ્લેટ તેમજ દુકાનો અપાવવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપી મયંક મિશ્રાને સુરત ઇકો સેલે દિલ્હીથી ઝડપી પાડ્યો છે. આરોપીએ પોતાની ઓળખ મનપાના ઉચ્ચ અધિકારી તરીકે આપી કુલ 49 જેટલા નિર્દોષ લોકો સાથે આશરે ₹60.21 લાખની છેતરપિંડી આચરી હતી.ફ્લેટ અને દુકાનો અપાવવાના બહાને ઠગાઇ કરી મયંક મિશ્રાએ લોકોને વિશ્વાસમાં લેવા માટે પોતે સુરત મનપામાં સરકારી નોકરી કરતો હોવાની ખોટી ઓળખ આપી હતી. તેણે પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં ડ્રો વગર જ મકાન અપાવવાની ખાતરી આપી લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. લોકોનો ભરોસો જીતવા માટે આરોપીએ SBI બેંકના બોગસ ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) અને સિક્યુરિટી ચેક પણ આપ્યા હતા, જે પાછળથી નકલી હોવાનું બહાર આવ્યું હતું. કોર્ટે આરોપીની 5 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર આરોપી મયંક મિશ્રા વિરુદ્ધ અગાઉ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં બનાવટી આધારકાર્ડ અને પાનકાર્ડ જેવા બોગસ દસ્તાવેજો બનાવવાના ગુના પણ નોંધાયેલા છે. ઇકો સેલે આરોપીને દિલ્હીથી પકડી પાડી સુરતની નામદાર કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં કોર્ટે તેના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથાઓ સામેલ છે કે કેમ અને મેળવેલી રકમ ક્યાં છુપાવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Junagadh: ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં મોટો ઘટસ્ફોટ, સબીર મીરે 'આપ' નેતા પિયુષ પરમાર પર લગાવ્યા ગંભીર આક્ષેપ
calendar_today January 17, 2026

Junagadh: ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં મોટો ઘટસ્ફોટ, સબીર મીરે 'આપ' નેતા પિયુષ પરમાર પર લગાવ્યા ગંભીર આક્ષેપ

જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટના હવે આંતરિક જૂથવાદ અને રાજકીય ષડયંત્ર તરફ વળી રહી હોય તેવું જણાય છે. આ ઘટનામાં સંડોવાયેલા યુવક સબીર મીરે પોલીસ સમક્ષ નવું નિવેદન આપીને સનસનાટી મચાવી દીધી છે. તેણે દાવો કર્યો છે કે તેણે આ કૃત્ય પોતાની મરજીથી નહીં, પરંતુ 'આપ'ના જ એક સ્થાનિક નેતાના કહેવાથી કર્યું હતું.કોના ઈશારે ફેંકાયું જૂતું?જૂતું ફેંકનાર યુવક સબીર મીરે મીડિયા અને પોલીસ સમક્ષ જણાવ્યું છે કે, આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમારના કહેવાથી જ તેણે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંક્યું હતું. સબીરના આ નિવેદને આમ આદમી પાર્ટીના આંતરિક રાજકારણમાં ચાલી રહેલા મોટા જૂથવાદને સપાટી પર લાવી દીધો છે. અગાઉ સબીરે અલગ નિવેદન આપ્યું હતું, પરંતુ હવે વારંવાર બદલાતા તેના નિવેદનોથી પોલીસ પણ અવઢવમાં મુકાઈ છે.રાજકીય ખળભળાટ અને આક્ષેપ-પ્રતિઆક્ષેપઆ ઘટસ્ફોટ બાદ રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ અને કોંગ્રેસ જેવા વિરોધી પક્ષોએ આમ આદમી પાર્ટી પર પ્રહારો શરૂ કર્યા છે. વિરોધ પક્ષોનું કહેવું છે કે પબ્લિસિટી મેળવવા માટે 'આપ' પોતે જ પોતાના નેતાઓ પર હુમલા કરાવે છે. આ ગંભીર આક્ષેપો અંગે આમ આદમી પાર્ટી દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પાર્ટીના નેતાઓ હાલ આ મામલે મૌન સેવી રહ્યા છે.પોલીસ તપાસ તેજજૂનાગઢ પોલીસ હવે સબીર મીરના આ નવા નિવેદનની સત્યતાની તપાસ કરી રહી છે.શું ખરેખર પિયુષ પરમાર અને સબીર મીર વચ્ચે કોઈ સંપર્ક હતો? શું આ કોઈ પૂર્વનિયોજિત ષડયંત્ર હતું?સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેલ્સના આધારે તપાસને આગળ ધપાવવામાં આવી રહી છે.આ પણ વાંચો: જમવા જેવી નજીવી બાબતે ઉશ્કેરાયેલા પતિએ પત્નીની કુહાડીના ઘા ઝીંકી કરી કરપીણ હત્યા

Read Full Story arrow_forward