android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: ગુજરાતના સિનિયર IAS અનુપમ આનંદની કેન્દ્રમાં બદલી, અમદાવાદ ખાતે 'IN-SPACE' ના સંયુક્ત સચિવ તરીકે નિમણૂક
calendar_today January 17, 2026

Gandhinagar: ગુજરાતના સિનિયર IAS અનુપમ આનંદની કેન્દ્રમાં બદલી, અમદાવાદ ખાતે 'IN-SPACE' ના સંયુક્ત સચિવ તરીકે નિમણૂક

ગુજરાત કેડરના વર્ષ 2000ની બેચના સિનિયર IAS અધિકારી અનુપમ આનંદની કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર આદેશ અનુસાર, તેમની સેવાઓ હવે ભારત સરકારના અવકાશ વિભાગ (Department of Space) હસ્તક સોંપવામાં આવી છે.મહત્વની નિમણૂક અને કાર્યકાળIAS અનુપમ આનંદની નિમણૂક અમદાવાદ સ્થિત IN-SPACE (ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર) માં સંયુક્ત સચિવ (Joint Secretary) તરીકે કરવામાં આવી છે.  આ નિમણૂક પદ સંભાળ્યાની તારીખથી પાંચ વર્ષના કાર્યકાળ માટે અથવા આગામી આદેશો સુધી કરવામાં આવી છે.આ નિમણૂક ગુજરાતના રાજ્યપાલના હુકમથી સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા દ્વારા જાહેર કરવામાં આવી છે.વહીવટી પ્રક્રિયા અને જાણકારીઆ બદલીના આદેશની નકલ ભારત સરકારના કર્મચારી મંત્રાલય (નવી દિલ્હી), મુખ્યમંત્રી કાર્યાલય (CMO), અને રાજ્યપાલ સચિવાલય સહિતના વિવિધ વિભાગોને જાણ અને જરૂરી કાર્યવાહી માટે મોકલી આપવામાં આવી છે.IN-SPACE શું છે?IN-SPACE એ ભારત સરકારના અવકાશ વિભાગ હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે, જેનું મુખ્ય મથક અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલું છે. આ સંસ્થા ખાનગી ક્ષેત્રની કંપનીઓને અંતરિક્ષ ગતિવિધિઓમાં સહભાગી થવા માટે પ્રોત્સાહન અને પરવાનગી આપવાનું કાર્ય કરે છે. અનુપમ આનંદ જેવા અનુભવી અધિકારીની અહીં નિમણૂકથી અંતરિક્ષ ક્ષેત્રે વહીવટી કામગીરીને વધુ વેગ મળશે તેમ માનવામાં આવે છે.આ પણ વાંચો: ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં મોટો ઘટસ્ફોટ, સબીર મીરે 'આપ' નેતા પિયુષ પરમાર પર લગાવ્યા ગંભીર આક્ષેપ

Read Full Story arrow_forward
Delhi Air Pollution : રાજધાનીની હવા ફરી બની ઝેરી, AQI પહોંચ્યો 400ને પાર
calendar_today January 17, 2026

Delhi Air Pollution : રાજધાનીની હવા ફરી બની ઝેરી, AQI પહોંચ્યો 400ને પાર

દિલ્હી-એનસીઆરમાં વધતા પ્રદૂષણને કારણે GRAP સ્ટેજ IV પ્રતિબંધો ફરીથી લાગુ કરવામાં આવ્યા છે. CAQM મુજબ દિલ્હીનો AQI, જે આજે 17 જાન્યુઆરીએ સાંજે 4 વાગ્યે 400 પર નોંધાયો હતો, તેમાં તીવ્ર વધારો જોવા મળ્યો અને પશ્ચિમી વિક્ષેપ ખૂબ જ ખરાબ હવામાન પરિસ્થિતિઓ અને પ્રદૂષકોના નબળા ફેલાવાને કારણે રાત્રે 8 વાગ્યે 428 પર પહોંચી ગયો. ત્યારબાદ GRAP-IVના પ્રતિબંધો લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો.હવાનું પ્રદૂષણ રોકવાના ઉપાયો લાગુ હવાની ગુણવત્તાના હાલના ટ્રન્ડ અને સંબંધિત પરિબળોને ધ્યાનમાં રાખીને પ્રદેશમાં હવાની ગુણવત્તા વધુ ખરાબ થવાથી રોકવાના પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. GRAP પરની CAQM પેટા-સમિતિએ સર્વાનુમતે હવાની ગુણવત્તા સુધારવા માટે સક્રિય પગલા તરીકે સમગ્ર NCRમાં તાત્કાલિક અસરથી હાલના GRAPના સ્ટેજ-IV 'ગંભીર+' હવા ગુણવત્તાને લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ પગલું હાલના GRAPના સ્ટેજ I, II અને III હેઠળ NCRમાં પહેલાથી જ લાગુ પ્રતિબંધો ઉપરાંત લેવામાં આવ્યું છે. દિલ્હીની હવા ફરી બની ઝેરી વધુમાં, NCR પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને અન્ય સંબંધિત એજન્સીઓને પ્રદેશમાં હવાની ગુણવત્તાને વધુ ખરાબ ના થવા દેવા માટે જરૂરી પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે. આ પહેલા ગઈકાલે શરૂઆતમાં CAQMએ GRAP-3 પ્રતિબંધો લાદવાનો નિર્દેશ આપ્યો છે. દિલ્હી એનસીઆરમાં ગ્રેપ-4ના પ્રતિબંધ લાગ્યા બાદ હવે સરકારી અને બિન-સરકારી કન્સ્ટ્રક્શન પર કડક પ્રતિબંધ રહેશે. દિલ્હીની બોર્ડર પર ટ્રકોની એન્ટ્રી પર પણ પુરી રીતે પ્રતિબંધ રહેશે. કઈ વસ્તુઓ પર રહેશે પ્રતિબંધ? દિલ્હી એનસીઆરમાં ગ્રેપ-4ના પ્રતિબંધો લાગ્યા બાદ હવે સરકારી અને બિન-સરકારી કન્સ્ટ્રક્શન પર પુરી રીતે પ્રતિબંધ રહેશે. આ સિવાય દિલ્હી બોર્ડર પર ટ્રકોની એન્ટી પર પણ પ્રતિબંધ લગાવાશે. તેની સાથે જ શાળાઓને હાઈબ્રિડ મોડ પર ચલાવવાની અપીલ કરવામાં આવી છે. ત્યારે સરકારી અને પ્રાઈવેટ કંપનીઓમાં કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ કરવાની સલાહ આપવામાં આવી છે. આ પણ વાંચો: UP ATSનો છાંગુર બાબા ધર્માતરણ રેકેટ પર સંકજો, નાગપુરથી ફંડ મેનેજરની કરી ધરપકડ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : સુરતમાં આવાસ યોજનાના નામે 49 લોકો સાથે લાખોની છેતરપિંડી, ઇકો સેલે દિલ્હીથી મુખ્ય સૂત્રધારને ઝડપ્યો
calendar_today January 17, 2026

Gujarat Latest News Live : સુરતમાં આવાસ યોજનાના નામે 49 લોકો સાથે લાખોની છેતરપિંડી, ઇકો સેલે દિલ્હીથી મુખ્ય સૂત્રધારને ઝડપ્યો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 17 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward