android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Thangadh: ગૌશાળાના નામે લક્કી ડ્રોમાં કરોડોની છેતરપિંડીનો આરોપ, 3.25 કરોડના મામલે ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત
calendar_today January 17, 2026

Thangadh: ગૌશાળાના નામે લક્કી ડ્રોમાં કરોડોની છેતરપિંડીનો આરોપ, 3.25 કરોડના મામલે ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના અમરાપર ગામે ગૌશાળાના લાભાર્થે યોજાયેલા એક લક્કી ડ્રોમાં મોટી ઠગાઈ થઈ હોવાના આક્ષેપો સાથે ભારે હોબાળો મચ્યો છે. કૃષ્ણ ગૌશાળાના નામે ટિકિટો વેચીને લાખો લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા બાદ આયોજકો ડ્રો કર્યા વગર જ ગાયબ થઈ જતાં લોકોમાં રોષ ફેલાયો છે. આ મામલે છેતરાયેલા લોકોએ હવે ન્યાય માટે તંત્રના દ્વાર ખખડાવ્યા છે.ગૌશાળાના નામે કરોડોનું ઉઘરાણુંપ્રાપ્ત વિગતો અનુસાર, અમરાપરની કૃષ્ણ ગૌશાળાના લાભાર્થે લક્કી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રોની ટિકિટો થાનગઢ અને આસપાસના વિસ્તારોમાં મોટા પાયે વેચવામાં આવી હતી. આક્ષેપ છે કે આયોજકોએ ટિકિટ વેચીને આશરે રૂપિયા ૩.૨૫ કરોડ જેટલી માતબર રકમ એકઠી કરી હતી. ગૌસેવાના નામે લોકોએ હોંશે-હોંશે ટિકિટો ખરીદી હતી, પરંતુ આયોજકોનો ઇરાદો કંઈક અલગ જ હતો.સવારથી રાત સુધી પ્રતીક્ષા, અંતે મળ્યો વિશ્વાસઘાતગુરુવારે આ ડ્રો યોજાવાનો હોવાથી જે લોકોએ ટિકિટ લીધી હતી તેઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. સવારથી લઈને છેક મોડી રાત સુધી લોકો પોતાના નંબર લાગવાની અને વિજેતા જાહેર થવાની આશામાં તડપતા રહ્યા હતા. પરંતુ કલાકો વીત્યા બાદ પણ આયોજકો દ્વારા ડ્રોની કોઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવી નહોતી. અંતે આયોજકો ડ્રો કર્યા વગર જ રફુચક્કર થઈ જતાં લોકોને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત અને કાર્યવાહીની માંગઆગલી રાત્રે છેતરાયા હોવાની જાણ થતાં જ ટિકિટ ખરીદનારાઓ અને સ્થાનિકો આજે મોટી સંખ્યામાં ચોટીલા ડેપ્યુટી કલેક્ટરની કચેરીએ પહોંચ્યા હતા.લોકોએ ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણાને રૂબરૂ મળીને લેખિત રજૂઆત કરી હતી. ડ્રોના આયોજન સાથે જોડાયેલા ૬ મુખ્ય સંચાલકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને લોકોના પૈસા પરત અપાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.આ પણ વાંચો: કમલમ ખાતે ભાજપની હાઈપ્રોફાઈલ બેઠક, SIR અંતર્ગત થયેલી કામગીરીની વિધાનસભા વાઈઝ સમીક્ષા કરાઈ

Read Full Story arrow_forward
Vadodara News: ડ્રાઈવરને ચાલુ બસે ખેંચ આવતા સર્જાયો અકસ્માત, 20 મુસાફરોનો આબાદ બચાવ
calendar_today January 17, 2026

Vadodara News: ડ્રાઈવરને ચાલુ બસે ખેંચ આવતા સર્જાયો અકસ્માત, 20 મુસાફરોનો આબાદ બચાવ

વડોદરા શહેરમાં આજે એક મોટી દુર્ઘટના ટળી છે. વડોદરા શહેરની લાઈફલાઈન ગણાતી વિટકોસ બસના ડ્રાઈવરને ચાલુ બસે અચાનક ખેંચ આવતા બસ બેકાબૂ બની હતી અને રસ્તાની સાઈડમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ગંભીર અકસ્માત સમયે બસમાં 20 જેટલા મુસાફરો સવાર હતા, જેઓનો સદનસીબે આબાદ બચાવ થયો છે.ડ્રાઈવર કેબિનમાં ફસાયો, ફાયરનું રેસ્ક્યુ કસ્માત એટલો જોરદાર હતો કે બસનો આગળનો ભાગ કચડાઈ ગયો હતો, જેમાં ડ્રાઈવરનો પગ એક્સિલરેટર અને ક્લચ વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટર્સે આધુનિક સાધનોનો ઉપયોગ કરી બસનો ભાગ કાપીને અત્યંત જહેમત બાદ ડ્રાઈવરનો પગ બહાર કાઢ્યો હતો અને તેને રેસ્ક્યુ કર્યો હતો. મુસાફરો સુરક્ષિત, ડ્રાઈવર સારવાર હેઠળ બસમાં સવાર તમામ 20 મુસાફરો સુરક્ષિત છે, જોકે અચાનક થયેલા અકસ્માતથી મુસાફરોમાં ચીસાચીસ અને ભયનો માહોલ ફેલાયો હતો. ઈજાગ્રસ્ત ડ્રાઈવરને તાત્કાલિક 108 મારફતે નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં ડ્રાઈવરને અચાનક મેડિકલ ઈમરજન્સી આવવાને કારણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે.આ પણ વાંચો - Vadodara News: રખડતા કૂતરાના ત્રાસમાંથી મળશે મુક્તિ

Read Full Story arrow_forward
Botad News: તુરખા ગામે પરિવાર પર હુમલામાં મહિલાનું મોત, આરોપીઓ ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર
calendar_today January 17, 2026

Botad News: તુરખા ગામે પરિવાર પર હુમલામાં મહિલાનું મોત, આરોપીઓ ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર

બોટાદ જિલ્લાના તુરખા ગામે ગત 15 જાન્યુઆરીના રોજ એક પરિવાર પર થયેલા જીવલેણ હુમલાએ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. 13 જેટલા શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે કરેલા આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા નાનીબેન પરમાર નામના મહિલાનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે પરિવારના અન્ય 4 સભ્યો હાલ સારવાર હેઠળ છે.15 જાન્યુઆરીએ 13 લોકોએ કર્યો હતો હુમલો આ ઘટનાને બે દિવસ વીતી જવા છતાં હજુ સુધી આરોપીઓની ધરપકડ ન થતા મૃતકના પરિવારજનો અને સમાજના અગ્રણીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ન્યાયની માંગ સાથે પરિવારે નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી તમામ 13 આરોપીઓને ઝડપી પાડવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ મહિલાનો મૃતદેહ સ્વીકારશે નહીં. હાલમાં મૃતકનો દેહ ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યો છે. આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારે ન્યાય મેળવવા માટે મૃતકના સ્વજનો અને સમાજના આગેવાનોએ ભાવનગર આઈજી કચેરી ખાતે પહોંચીને ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે આક્ષેપ કર્યો છે કે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. બોટાદ પોલીસે 13 લોકો સામે ગુનો તો નોંધ્યો છે, પરંતુ આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી બહાર છે. આ મામલે તંગદિલી વધતા પ્રશાસન અને પોલીસ દ્વારા પરિવારને સમજાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ પરિવાર પોતાની માંગ પર અડગ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward