android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: વર્ષ 2026-27 માટે RTE પ્રવેશ પ્રક્રિયાનો ધમધમાટ, DEO દ્વારા શાળાઓ પાસેથી બેઠકોની માહિતી મંગાવાઈ
calendar_today January 17, 2026

Ahmedabad: વર્ષ 2026-27 માટે RTE પ્રવેશ પ્રક્રિયાનો ધમધમાટ, DEO દ્વારા શાળાઓ પાસેથી બેઠકોની માહિતી મંગાવાઈ

શૈક્ષણિક વર્ષ 2026-27માં 'રાઈટ ટુ એજ્યુકેશન' (RTE) હેઠળ પ્રવેશ મેળવવા ઈચ્છતા વાલીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ તબક્કાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા શહેરની તમામ ખાનગી શાળાઓ પાસેથી વિદ્યાર્થીઓની સંખ્યા અને ઉપલબ્ધ બેઠકોની વિગતો મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.શાળાઓને વેરિફિકેશન ફોર્મ અપાયાપ્રવેશ પ્રક્રિયાને પારદર્શક અને ઝડપી બનાવવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ રાજ્યની શાળાઓને વેરિફિકેશન ફોર્મ મોકલી આપ્યા છે. શાળામાં હાલમાં અભ્યાસ કરતા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા.ધોરણ-1 માં મંજૂર થયેલા વર્ગો અને બેઠકોની વિગત.અગાઉના વર્ષોમાં RTE હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓની વર્તમાન સ્થિતિ.અમદાવાદમાં 12 હજાર બેઠકો પર પ્રવેશની શક્યતાઆ વર્ષે અમદાવાદની અંદાજે 1300 જેટલી ખાનગી પ્રાથમિક શાળાઓ આ પ્રવેશ પ્રક્રિયામાં જોડાશે. પ્રાથમિક અંદાજ મુજબ, અમદાવાદ શહેરમાં RTE હેઠળ અંદાજે 12,000 જેટલી બેઠકો ઉપલબ્ધ થઈ શકે છે. આ બેઠકો પર ગરીબ અને નબળા વર્ગના બાળકોને ધોરણ-1 માં મફત પ્રવેશ આપવામાં આવશે.ઓનલાઈન પ્રક્રિયા માટેની તૈયારીDEO કચેરી દ્વારા શાળાઓ પાસેથી ડેટા મેળવ્યા બાદ, બેઠકોનું લિસ્ટ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખો જાહેર કરવામાં આવશે. વાલીઓએ જરૂરી દસ્તાવેજો જેવા કે આવકનો દાખલો, રહેઠાણનો પુરાવો અને બાળકનું જન્મનું પ્રમાણપત્ર તૈયાર રાખવા સૂચના અપાઈ છે, જેથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થતા જ કોઈ મુશ્કેલી ન પડે.આ પણ વાંચો:ગૌશાળાના નામે લક્કી ડ્રોમાં કરોડોની છેતરપિંડીનો આરોપ, 3.25 કરોડના મામલે ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત

Read Full Story arrow_forward
Veravalમાં 80 ફૂટ રોડ અને બંદર રોડ પર ઓવરબ્રિજના ધીમી કામગરી પર ધારાસભ્ય વિમલ ચુડાસમાની કડક તાકેદ
calendar_today January 17, 2026

Veravalમાં 80 ફૂટ રોડ અને બંદર રોડ પર ઓવરબ્રિજના ધીમી કામગરી પર ધારાસભ્ય વિમલ ચુડાસમાની કડક તાકેદ

વેરાવળ શહેરના મુખ્ય માર્ગો એવા 80 ફૂટ રોડ અને બંદર રોડ પર ચાલી રહેલી ઓવરબ્રિજની કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાં થઈ રહેલા અસહ્ય વિલંબને કારણે સ્થાનિક રહીશો, વેપારીઓ અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જનતાની આ મુશ્કેલીઓને ધ્યાને રાખી સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આજે ઓવરબ્રિજની સ્થળ મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી હતી.અધિકારીઓ સાથે સ્થળ પર ચર્ચા ધારાસભ્યએ મુલાકાત દરમિયાન ઓવરબ્રિજના કામમાં વિલંબ થવા પાછળના કારણો જાણવા સંબંધિત વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓને સ્થળ પર બોલાવ્યા હતા. તેમણે કામગીરી ધીમી પડવા પાછળના તકનીકી અને વહીવટી કારણો અંગે ઝીણવટભરી પૂછપરછ કરી હતી. ધારાસભ્યએ અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, આ માર્ગો શહેરની જીવાદોરી સમાન છે અને કામમાં વિલંબને કારણે ટ્રાફિક જામ તેમજ ધૂળની ડમરીઓથી લોકો પરેશાન થઈ રહ્યા છે. કામમાં ગતિ લાવવા સૂચના મુલાકાતના અંતે વિમલ ચુડાસમાએ જનહિતને સર્વોપરી ગણીને ઓવરબ્રિજની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા કડક સૂચના આપી હતી. તેમણે તાકીદ કરી હતી કે જો આગામી દિવસોમાં કામમાં ઝડપ નહીં આવે, તો ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવશે. ઓવરબ્રિજ કાર્યરત થવાથી વેરાવળના ટ્રાફિકની વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Navsari: જમવા જેવી નજીવી બાબતે ઉશ્કેરાયેલા પતિએ પત્નીની કુહાડીના ઘા ઝીંકી કરી કરપીણ હત્યા
calendar_today January 17, 2026

Navsari: જમવા જેવી નજીવી બાબતે ઉશ્કેરાયેલા પતિએ પત્નીની કુહાડીના ઘા ઝીંકી કરી કરપીણ હત્યા

જલાલપોર તાલુકાના એથાણ ગામમાં ઘરકંકાસની એક ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. માત્ર જમવા જેવી સામાન્ય બાબતે થયેલા વિવાદમાં પત્ની પર કુહાડી વડે હિંસક હુમલો કરી પતિએ તેને મોતને ઘાટ ઉતારી દીધી છે. પોલીસે આ મામલે હત્યારા પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સામાન્ય તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુંએથાણ ગામના હળપતિવાસમાં રહેતા સુખા હળપતિ અને તેની ૩૪ વર્ષીય પત્ની મનીષા વચ્ચે શનિવારે બપોરે અંદાજે ૧:૦૦ વાગ્યાના સુમારે બોલાચાલી થઈ હતી. વિવાદનું કારણ તદ્દન નજીવું હતું. માત્ર જમવા બાબતે બંને વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. આ બોલાચાલીએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે, શરૂઆતમાં આસપાસના લોકોએ દોડી આવી મધ્યસ્થી કરી હતી અને બંનેને સમજાવી મામલો શાંત પાડ્યો હતો.આવેશમાં આવી કુહાડીથી કર્યો હુમલોસ્થાનિકોની સમજાવટ બાદ સુખા હળપતિ થોડો સમય શાંત રહ્યો હતો, પરંતુ તેનો ગુસ્સો શમ્યો નહોતો. થોડી જ વારમાં તે ફરીથી આવેશમાં આવી ગયો હતો અને ભાન ભૂલીને ઘરમાં રહેલી કુહાડી ઉઠાવી હતી. ઉશ્કેરાયેલા સુખાએ તેની પત્ની મનીષા પર કુહાડીના એક પછી એક ઘાતક ઘા ઝીંક્યા હતા. હુમલો એટલો હિંસક હતો કે ગંભીર રીતે લોહીલુહાણ થયેલી મનીષાએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.પોલીસ કાર્યવાહી અને ધરપકડઘટનાની જાણ થતાં જ જલાલપોર પોલીસનો કાફલો તાત્કાલિક એથાણ ગામ પહોંચી ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચી પત્નીના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.જલાલપોર પોલીસે આરોપી સુખા હળપતિ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની હત્યાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.પોલીસે હત્યારા પતિને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે અને વધુ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: વર્ષ 2026-27 માટે RTE પ્રવેશ પ્રક્રિયાનો ધમધમાટ, DEO દ્વારા શાળાઓ પાસેથી બેઠકોની માહિતી મંગાવાઈ

Read Full Story arrow_forward